ભારત નો સૌથી વધુ આવક ધરાવનાર ડોક્ટર કોણ છે, શું તમે જાણો છો?

Spread the love

ભારત એ દક્ષિણ એશિયા મા સ્થિત ભારતીય ઉપખંડ નો સૌથી વિશાળ રાષ્ટ્ર છે. ભારત એ સંપૂર્ણ પણે ઉત્તરીય ગોળાર્ધ મા સ્થિત છે, ભારત ને ભૌગોલિક નજરે વિશ્વ નો સાતમો સૌથી મોટો દેશ માનવા મા આવે છે, જ્યારે વસ્તી ની દ્રષ્ટિએ જોઈએ તે બીજો સૌથી મોટો દેશ છે.

ડોક્ટર ને માંદા થયેલ લોકો ના ભગવાન ગણવામા આવે છે, કોઈ પણ માંદા થયેલ લોકો તેની બિમારી ને સરખી કરવા ની આશા લઈ ને ડોક્ટર પાસે જાય છે, જેના લીધે ડોક્ટર ને પ્રભુ ની પ્રતિમારૂપ ગણવામા આવે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે કયા ડોક્ટર ભારત મા સૌથી વધુ ફી વસુલે છે અને ભારત ના કયા ડોક્ટર શ્રેષ્ઠ છે, તો ચાલો જાણીએ આ લેખ મા.

ડો. સુધાંશુ ભટ્ટાચાર્ય

ડો. સુધાંશુ ભટ્ટાચાર્ય એ ભારત દેશ ના એક સફળ રક્તવાહિની શસ્ત્રક્રિયા નિષ્ણાતોમા ના એક છે. રક્તવાહિની શસ્ત્રક્રિયા મા નિષ્ણાત બનાવવા માટે તેઓ એ વિશ્વ ના અગ્રણી કાર્ડિયાક સર્જન ડો. ડેડલી જહોનસન ની નીચે યુ.એસ. ની ફેલોશિપ. મુંબઈ ની જસલોક હોસ્પિટલ તથા બ્રીચ કેન્ડી હોસ્પિટલ માં કાર્ય કર્યા બાદ તેમને ધીમે ધીમે મુંબઈ ની મોટાભાગ ની મોટી હોસ્પિટલો મા જોડાવા નિમંત્રણ પ્રાપ્ત થયુ.

ડો. સુધાંશુ એ એક સર્જન છે અને તેઓ એક ઓપરેશન કરવા માટે અંદાજીત ૧૪ થી ૧૫ લાખ ફી લે છે. તેમનું ક્લિનિક દક્ષિણ મુંબઈ મા આવેલ છે અને તેમના દર્દીઓ માં વિખ્યાત ફિલ્મ બનાવનાર રાકેશ રોશન તેમજ મહારાષ્ટ્ર ના ભૂતપૂર્વ રાજ્યપાલ પી.સી. એલેક્સજાંડર પણ છે. ૯૦ના દશકા માં તે સૌથી વધુ કર ભરનારા ડોક્ટર હતા, જેની ક્લિનિક્સ ની પ્રતિક્ષા યાદી કાયમ ને માટે ભરેલી રહેતી.

ડો. એસ.નટરાજન

ચક્ષુ ના ચિકિત્સક તરીકે ફરજ નિભાવતા એસ.નટરાજન બોમ્બે હ હોસ્પિટલ માં ચીફ સર્જન તરીકે પણ કાર્ય કરે છે તેમજ કોન્ટ્રાક્ટ બેઝ પર હોસ્પિટલ માથી દર માસે ૬૦ લાખ રૂપિયા પ્રાપ્ત કરે છે. તેણે ઘણા બોલીવુડ સ્ટાર્સ, વિદેશી વ્યક્તિઓ તથા મોટા પ્રભાવશાળી વ્યક્તિ ની સારવાર કરી છે. જે અન્ય ડોક્ટર ની સાપેક્ષે ઘણું વધુ છે.

ડો. રાકેશકુમાર માથુર

ડો.રાકેશકુમાર માથુર એ એક રેડિયોલોજિસ્ટ છે, જે કેમેક્સ હોસ્પિટલ ના સહકાર થી કેન્સર ના દર્દીઓ સાથે ફરજ નિભાવે છે, તેઓ ઓપરેશન માટે આશરે ૧૦ લાખ રૂપિયા સુધી ની ફી વસુલે છે.

ડો. નરેશ ત્રિહાન

તે ભારત દેશ નો ત્રીજો સૌથી મોંઘો ડોક્ટર ગણવામા આવે છે. તેના વિશે જણાવીએ તો, તે સૌથી વધુ કર ચૂકવનારા ડોકટરો મા નો એક છે, તે દર માસે ૩૦૦ થી વધુ સર્જરી કરે છે, આ નરેન્દ્ર મોદી થી લઈ ને મુકેશ અંબાણી તેમજ અમિતાભ બચ્ચન જેવા પ્રસિદ્ધ વ્યક્તિઓ ની સારવાર કરેલ છે.

ડો. બાલમુરલી અંબાતી

યુવા ડોક્ટર કે જેણે ફક્ત ૧૭ વર્ષ ની વયે યુ.એસ.થી તબીબી શિક્ષણ પૂર્ણ કરેલ છે, તે ભારત મા તેની સેવાઓ આપી રહ્યા છે તથા જરૂરિયાતમંદો ને પરવડે તેવા દરે તેમની સેવાઓ આપી રહ્યા છે. તે પ્રતિ ઓપરેશન ૭ થી ૧૦ લાખ સુધી ની ફી લે છે.

ડો. દેવીપ્રસાદ શેટ્ટી

બેંગ્લોર ના સૌથી ખ્યાતનામ ડોકટરો કે જેમની ચર્ચા કાયમ તબીબી જગત મા થતી રહે છે, ગરીબ વ્યક્તિઓ ને નજીવી કિંમતે સારવાર મળે તે માટે, ધનિક લોકો ની સારવાર માથી પૈસા કમાતા ડોકટર. તેઓ પ્રતિ ઓપરેશન ૧૫ થી ૨૦ લાખ રૂપિયા લે છે તેમજ અન્ય ઓપરેશન મા આ પૈસા નો ઉપયોગ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *