ભારતના આ સીટી મા ૩જી મે પછી પણ લોકડાઉન વધી શકે છે તેમજ વહીવટતંત્ર પણ રહેશે કડક

Spread the love

મિત્રો, કોરોના વાયરસના કારણે હાલ સંપૂર્ણ દેશ લોકડાઉન છે. સૌપ્રથમ તો આ લોકડાઉન ૧૪મી એપ્રિલ સુધી રહેવાનુ હતુ. પરંતુ, પરિસ્થિતિમા યોગ્ય સુધારો ના આવવાના કારણે તેને વધારીને ૩જી મે સુધી લંબાવવામા આવ્યુ છે. આ લોકડાઉનના કારણે લોકો ને પણ અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડી રહ્યો છે. હાલ, દરેક વ્યક્તિના મનમા એક જ ગડમથલ ચાલી રહી છે કે આ લોકડાઉન ક્યારે પૂર્ણ થશે?

આ લોકડાઉનના સમય વચ્ચે મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમા વસતા લોકો માટે એક ખરાબ ન્યુઝ છે. ઈન્દોર શહેરમા આ લોકડાઉન ૩જી મે પછી પણ લંબાઈ શકે તેવી ઘણી સંભાવનાઓ સર્જાઈ રહી છે. ઇન્દોર આ સમયમા કોરોના નુ સૌથી મોટુ હોટસ્પોટ ગણાય રહ્યુ છે. મધ્યપ્રદેશમા હાલ કોરોના પોઝિટિવ લોકોનો આંકડો વધીને ૧૫૪૦ થઈ ચૂક્યો છે. જેમાંથી ૯૧૫ કેસ ફક્ત ઈન્દોર શહેરના જ છે.

આટલુ જ નહી ઇન્દોર શહેરમા કોરોના મૃત્યુદર પણ સમગ્ર દેશમા સૌથી વધારે છે. આનુ મુખ્ય કારણ અહીના વહીવટીતંત્ર ની બેદરકારી અને લોકડાઉન દરમિયાન દર્શાવવામા આવેલી લાપરવાહી છે. ઇન્દોરની આ ગંભીર સ્થિતિને ધ્યાનમા રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ટીમે ગયા મંગળવારના રોજ આ શહેરનો સંપૂર્ણ કબજો હાથમા લીધો હતો.

આ સમય દરમિયાન તેમને જાણવા મળ્યુ કે ઈન્દોરમા હાલ લોકડાઉનનુ ખુબ જ ઉલ્લંઘન થઈ રહ્યુ છે. જેના કારણે અહી કોરોના વધુ પ્રમાણમા ફેલાયો છે. આ મંત્રાલયની ટીમનુ એમ પણ કહેવુ છે કે, આ પરિસ્થિતિને નિયંત્રણમા લાવવા માટે હાલ વહીવટીતંત્ર અસરકારક રીતે કાર્ય કરી રહ્યુ છે. કેન્દ્રીય મંત્રાલય દ્વારા વહીવટી તંત્રને ચેતવણી અને કડક કાર્યવાહી કરવાના આદેશો આપવામા આવ્યા છે.

હાલ, વર્તમાન સમય ની પરિસ્થિતિ જોઇને તો એવુ લાગી રહ્યુ છે કે ઇન્દોરમા હાલ લોકડાઉન અવધિ પણ લંબાવી શકાય છે. તમારી માહિતી માટે તમને જણાવી દઈએ, કે આ સમયે સૌથી વધારે કોરોના કેસોમા ઈન્દોર દેશમા ત્રીજા સ્થાન પર છે. આ જ કારણ છે કે તેને રેડ ઝોનમા સમાવેશ કરવામા આવ્યો છે. કેન્દ્રીય ટીમ દ્વારા કરવામા આવેલ તપાસમા એવુ બહાર આવ્યુ હતુ કે, ઇન્દોરની પરીસ્થિતિ હાલ ખૂબ જ કથળી રહી છે.

હાલમા ઈન્દોર ના લોકો માટે દવાઓ, કરિયાણા અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય માટેની પણ તૈયારી ચાલી રહી છે. ઈન્દોરના લોકો પર હાલ આક્ષેપો થઈ રહ્યા છે કે અહીંના લોકો લોકડાઉન નુ યોગ્ય રીતે પાલન નથી કરતા અને ઘણા લોકો આ લોકડાઉન નુ ઉલ્લંઘન કરતા નજરે જોવા મળ્યા છે. જો કે આવા લોકો ને રોકવા તથા પકડવા ઈન્દોરમા એક ટીમ બનાવવામા આવી છે.

પરંતુ, સમસ્યા એ છે કે લોકો કોઈ ને કોઈ બહાનુ બનાવીને ઘરની બહાર નીકળી જતા હોય છે. જેમ કે, જો લોકો ને ઘણી વાર પકડવામા આવે તો તે એવુ બહાનુ બતાવે છે કે તે દવા લેવા જઇ રહ્યા છે, જેથી તેમને રોકી શકાતા નથી. ઇન્દોર શહેર ની વર્તમાન સમય ની સ્થિતિ ને ધ્યાનમા રાખી ને બુધવાર થી ૧૮૦૦ મ્યુનિસિપલ ટીમો ને મેદાનમા ઉતારવામા આવી છે. આ ટીમ ઘરે-ઘરે જઈને સર્વેક્ષણ અને સ્ક્રીનીંગ કરશે.

આ સ્ક્રીનીંગ સંપૂર્ણ આયોજન સાથે કરવામા આવશે. જેમાં સ્ક્રીનીંગના દિવસ પછી ૬ દિવસ બાદ ફરીથી સ્ક્રીનીંગ કરવામાં આવશે. આ નિર્ણય કોરોના વાયરસના લક્ષણો ને ધ્યાનમા રાખીને કરવામા આવ્યો છે. એક મળતી માહિતી મુજબ ઇન્દોરમા કોરોનાના લીધે ૫૨ લોકોના મૃત્યુ થયા છે. જેમા સામાન્ય લોકોની સાથે પોલીસ અને તબીબી વિભાગના લોકો પણ સામેલ છે. આ પરિસ્થિતિમા ઇન્દોરના નિવાસીઓએ લોકડાઉન ના નિયમો નુ કડક પાલન કરવાની ખુબ જ આવશ્યકતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *