ભારત કેમ માનવામા આવે છે મહાન? આ વાંચીને પડશે ખબર, આ માણસે આપી આવી ઓફર કે આંખો થઇ જશે પહોળી

Spread the love

મિત્રો, કોરોના વાયરસને લઈને લોકો હાલ એટલા ગભરાઈ ચૂક્યા છે કે સમગ્ર વિશ્વમા કોરોના નો હાહાકાર મચાવી દીધો છે પરંતુ, વર્તમાન સમયમા એવા પણ લોકો છે, જે પ્રેરણા બનીને ઉભા રહ્યા છે. આ યાદીમા સૌથી પહેલુ નામ પ્રયાગરાજ ના રહેવાસી હરકીરત સિંહ નુ આવે છે.

તેમણે આ જીવલેણ વાયરસ નુ નિદાન શોધવા માટે પોતાનુ શરીર દાન આપવાની જાહેરાત કરી છે. તેમણે આ સંબંધિત સાંસદ, ધારાસભ્ય, મુખ્ય સચિવ, જીલ્લાધિકારી, મિશન નિર્દેશકને પત્ર પણ મોકલ્યો છે. ૪૪ વર્ષના હરકીરત સિંહ ને રાષ્ટ્રીય યુવા પુરસ્કાર માટે ભારત સરકાર તરફથી સન્માતિત કરવામા આવ્યા છે. તે હાલ પ્રયાગરાજમા પોતાના ગામમા પોતાના પિતા અને ભાઈની સાથે રહે છે.

પત્રમા લખવામા આવી છે આ વાતોઃ

પત્રમા હરકીરતે જણાવ્યુ છે કે વાયરસ કોવિડ-૧૯ એટલે કે કોરોનાનો પ્રકોપ હાલ સમગ્ર વિશ્વમા ફેલાયેલો છે. પ્રત્યેક દિવસે લાખો લોકો આ બીમારી ના ઝપેટમા આવી રહ્યા છે અને હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે. આ દેશના એક જવાબદાર નાગરિક હોવાના કારણે જો વાયરસ કોવિડ-૧૯ મહામારીના વેક્સિન પરીક્ષણ તેમજ શોધ માટે માનવી ના શરીરની આવશ્યકતા પડે તો તે પોતાનુ શરીર સમર્પિત કરવાની સહમતિ આપે છે. પત્રના અંતમા તેમણે લખ્યુ છે કે, ‘ દેહ શિવા બર મોહે ઈહે, શુભ કરમન તે કભું ન ડરું’.

માનવી ઉપર પરીક્ષણ થયા બાદ જ નવી રસી સંભવ :

હરકીરત જણાવે છે કે, એ સત્ય છે કે ભારત સહિત અનેક દેશો આ બીમારીના નિદાન માટે નિરંતર શોધ કરી રહ્યા છે. આ કાર્યમા સહકાર આપવા માટે તે પોતાનુ નાનુ યોગદાન આપવા માંગી રહ્યા છે. કોરોના ભવિષ્યમા વિશ્વના કેટલા ઘરો નો નાશ કરશે, તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

તેમણે કહ્યુ હતુ કે, માનવ પરીક્ષણ થી પસાર થયા બાદ જ નવી રસી સંભવ છે. માટે તે એ વ્યક્તિ બનવા તૈયાર છે અને ફક્ત ભારતમા જ નહી પણ વિદેશમા જ્યા આવશ્યકતા હોય ત્યા તેના પર પરીક્ષણ કરી શકાય છે.

ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામા આવ્યા છે હરકીરત ને :

હરકીરત સિંહ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન મા લખીમપુરમા જિલ્લા સમુદાય પ્રક્રિયા ના મેનેજર તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. આ સાથે જ તેમને રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ભારત સરકાર તરફ થી પણ પુરસ્કૃત કરવામા આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *