ભગવાન શ્રીરામ ને મદદરૂપ થનાર “જામવંત” લોકડાઉન ને લીધે ફસાઈ ગયા છે અહીંયા !

Spread the love

મિત્રો, કોરોના વાયરસના ભય ના કારણે સરકારે આખા દેશમા ૨૧ દિવસનુ લોકડાઉન જાહેર કર્યુ હતુ. જેના કારણે સામાન્ય વ્યક્તિ થી લઇને બોલીવૂડ અને ટીવી સિતારાઓ સુધી ના તમામ દરજ્જા ના લોકો પોતપોતાના ઘરમા બંધ છે. આ લોકડાઉન ના સમય દરમિયાન દુરદર્શન પર રામાનંદ સાગર ની ‘રામાયણ’નુ ફરી થી પ્રસારણ શરૂ કરવામા આવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન ‘રામાયણ’મા જામવંત નું પાત્ર ભજવનાર રાજશેખર ઉપાધ્યાય પણ ઉત્તરપ્રદેશ ના ભદોહી જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર હરિહરપુરમા ફસાઇ ગયા. રાજશેખર ના જણાવ્યા અનુસાર માર્ચ ના પહેલા અઠવાડિયા થી કોરોના વાયરસના ન્યુઝ સામે આવવા લાગ્યા હતા. જેની અસર શૂટિંગ પર પણ થવા લાગી હતી.

માર્ચ મા જ તે થોડા સમય માટે પોતાના ગામ આવ્યા હતા. આ દરમિયાન ૨૧ દિવસનુ લોકડાઉન લાગુ પાડવામા આવ્યુ હતુ અને તેઓ ત્યા ફસાઇ ચૂક્યા હતા. રાજશેખર મુંબઇના નાલાસોપારામા રહે છે. તે કોઈ કાર્ય હેતુસર થોડા દિવસ માટે ગામડે આવ્યા હતા પરંતુ, લોકડાઉનના કારણે તે પરત મુંબઈ ફરી શક્યા નહી. જ્યા સુધી લોકડાઉન પૂર્ણ થશે નહિ ત્યા સુધી તેમણે ગામડે રહેવાનો નિર્ણય કર્યો છે

.

રાજશેખર જ્યારે પહેલી વખત મુંબઇ પહોંચ્યા હતા ત્યારે તેમણે પોતાની સિક્યોરિટી એજન્સી પ્રારંભ કરી હતી. આ દરમિયાન તેમણે એક ફિલ્મ ‘ઠાકુર શેર સિંહ’ મા કામ કરવાની તક પ્રાપ્ત થઈ હતી. જો કે આ ફિલ્મ ત્યારબાદ પોસ્ટપોંડ કરી દેવાઈ હતી. રાજશેખર કોલેજ ના દિવસો થી જ રંગમંચ સાથે સંકળાયેલા હતા. જ્યારે તે બનારસમા અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તે રામનગરની પ્રખ્યાત રામલીલામા ભાગ પણ લેતા હતા.

રાજશેખર શાળા ના દિવસોથી જ નાટકોમા કાર્ય કરવા લાગ્યા હતા અને પહેલી વાર તેમણે કોઇ નાટકમા જાદુગર નો રોલ નિભાવ્યો હતો. રાજશેખરના જણાવ્યા મુજબ રામાનંદ સાગરજીની પહેલી સીરિયલ હતી ‘વિક્રમ ઔર વેતાલ’. આ દરમિયાન તેમણે એક નાટક બનાવ્યુ હતુ. જે જોઇને રામાનંદ સાગરે તેમને બોલાવ્યો અને ‘વિક્રમ વેતાલ’ માટે સાઇન કર્યો હતો. ત્યારબાદ ‘રામાયણ’ શરૂ થવાની હતી.

રામાયણ માટે પણ ‘વિક્રમ વેતાલ’ના આ કલાકાર નુ સિલેક્શન પણ થયુ. તેમને સૌથી પહેલા વિભીષણ નો રોલ ઓફર કરવામા આવ્યો હતો પરંતુ, ત્યારબાદ તેમને જામવંત ના પાત્ર માટે ફાઇનલ કરવામા આવ્યા હતા. રાજશેખર ઉપાધ્યાય એ ત્રણ ભાઇ છે. જેમા સૌથી મોટા ભાઈ લક્ષ્મીકાંત, બીજા રાજશેખર અને ત્રીજા કમલાકાંત ઉપાધ્યાય છે.

તેમના પિતા જમીનદાર હતા અને આજે પણ ગામમા તેમની ઘણી જમીન છે. રાજશેખરે ‘રામાયણ’માં જામવંત ની સાથોસાથ શ્રીધરનુ પાત્ર પણ ભજવ્યુ હતુ. શ્રીધર એ જ છે, જેમણે મુનિ વશિષ્ઠને રાજ્યાભિષેક માટે નિમંત્રણ આપ્યુ હતુ અને રામના રાજ્યાભિષેક સમયે તેમણે તમામ ઔપચારિક્તાઓ પણ પૂર્ણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *