ભગવાન રામ પણ નહતા કરી શક્યા ઇન્દ્રજીત નો વધ, લક્ષ્મણજીએ તેનું વધ કરવા પાલન કર્યા હતા આ ત્રણ નિયમો, કદાચ તમે રામાયણ મા પણ નહી જોયું હોય

Spread the love

મિત્રો, રામાયણ ની આ મહાગાથામા આપણ ને બે ભાઈઓ વચ્ચે નો અતૂટ પ્રેમ જોવા મળે છે. રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ એકબીજા ને કેટલો પ્રેમ કરતા હતા એ તો આપણે સૌ જાણીએ જ છીએ. પ્રભુ શ્રી રામ શાંત સ્વભાવ ધરાવતા હતા અને લક્ષ્મણ થોડો ઉગ્ર સ્વભાવ ધરાવતા હતા.

આ બંને ભાઈઓ એકબીજા ને ઘણો પ્રેમ કરતા હતા, જો કે એક સમય એવો પણ આવ્યો હતો કે જયારે પ્રભુ શ્રી રામ ને પોતાના નાના ભાઈ લક્ષ્મણ ઉપર શંકા ઉત્પન્ન થઇ હતી. આ શંકા નુ કારણ હતુ , ઋષિ અગસ્ત્ય નુ કથન જેમણે કહ્યુ હતુ કે, રાવણ ના પુત્ર ઇન્દ્રજીત ને ફક્ત લક્ષ્મણ જ મારી શકશે.

આ ત્રણ નિયમો નુ લક્ષ્મણજી દ્વારા કરવામા આવ્યુ હતુ પાલન :

એકવાર ઋષિ અગસ્ત મુની અયોધ્યામા આવ્યા ત્યારે લંકા યુદ્ધ ની વાતો થવા લાગી. આ સમયે શ્રી રામે જણાવ્યુ કે, તેમણે રાવણ અને કુંભકર્ણ જેવા વીરો નો વધ કર્યો પરંતુ, લક્ષ્મણ એ પણ ઇન્દ્રજીત અને અતિકાય જેવા વિશાળ અને શક્તિશાળી અસુરો નો વધ કર્યો હતો. આ વાત સંભાળી ને ઋષિ અગસ્ત બોલ્યા, એ વાત મા કોઈ સંદેહ નથી કે રાવણ અને કુંભકર્ણ શૂરવીર હતા.

પરંતુ, તેના કરતા પણ વધુ શુરવીર ઇદ્રજીત હતા. તેમણે બ્રમહાંડ મા ઇન્દ્રદેવ સાથે યુદ્ધ કર્યુ હતુ અને તેમને બાંધીને લંકા લઇ આવ્યા હતા. બ્રહ્માજીએ જ્યારે ઇન્દ્રજીત પાસે થી દાન મા ઇન્દ્ર માગ્યા ત્યારે તેમને મુક્તિ મળી. ત્યારબાદ એક લક્ષ્મણ જ હતા જે ઇન્દ્રજીત ને હરાવી શકે તેમ હતા. તેમના ભાઈ લક્ષ્મણ ની વીરતા સાંભળીને શ્રી રામ અત્યંત ખુશ થયા. પરંતુ, તેમને આશ્ચર્ય એ વાત નુ થયુ કે ફક્ત લક્ષ્મણ જ કેમ ઇન્દ્રજીત ને મારી શકે તેમ હતા.

તેમણે જીજ્ઞાશા ના કારણે ઋષિ મુનીને પૂછ્યુ કે, એવુ તો શુ કારણ હતુ કે ફક્ત લક્ષ્મણ જ ઇન્દ્રજીત ને મારી શકે. ત્યારે ઋષીએ જણાવ્યુ હતુ કે ઇન્દ્રજીતને વરદાન પ્રાપ્ત હતું કે તેનો વધ ફક્ત એ જ કરી શકશે કે જે ૧૪ વર્ષ સુધી સુતુ ના હોય. જેમણે ૧૪ વર્ષ સુધી કોઈ સ્ત્રી નુ મોઢુ ના જોયુ હોય અને જેમણે ૧૪ વર્ષ સુધી ભોજન પણ ના કર્યુ હોય.

લક્ષ્મણે જણાવી આખી ગાથા :

પ્રભુ શ્રી રામ બધુ જ જાણતા હતા પરંતુ, તેમ છતા શ્રદ્ધાળુઓ સુધી આ વાત પહોચાડવા માટે તેમણે ઋષિ ને આ વાત જણાવી. ઋષિ અગત્સ્ય ને પ્રભુ શ્રી રામે કહ્યુ કે,વનવાસ ના સમયે હુ લક્ષ્મણ ને તેના ભાગ ના ફળ-ફૂલ આપતો રહ્યો.

હુ સીતા સાથે એક ઝૂંપડીમા રહેતો હતો અને લક્ષ્મણ બાજુની ઝૂંપડીમા રહેતો હતો પરંતુ, એવુ કેવી રીતે બની શકે કે લક્ષ્મણે તેની ભાભી નુ મોઢુ ૧૪ વર્ષ સુધી એકપણ વાર ના જોયુ હોય, ૧૪ વર્ષ સુધી તેણે ઊંઘ ના કરી હોય આવુ કેમ બની શકે? ઋષિ એ જણાવ્યુ કે આ પ્રશ્નોના ઉત્તર હવે લક્ષ્મણ જ આપશે. લક્ષ્મણ જ્યારે દરબાર મા આવ્યા ત્યારે પ્રભુ શ્રી રામે તેમને આ ત્રણ પ્રશ્નો પૂછ્યા.

તેમણે કહ્યુ કે, ૧૪ વર્ષ તુ અમારી સાથે રહ્યો તેમ છતા તે સીતાનુ મોઢુ કેમ ના જોયુ? મે તને ફળ પણ મોકલ્યા તેમ છતા તુ ભૂખ્યો જ રહ્યો? ૧૪ વર્ષો સુધી ઊંઘ ના કરી? આવું કેમ થયુ. પ્રભુની આ વાત સાંભળીને લક્ષ્મણે જણાવ્યુ કે, ભાઈ જ્યારે આપણે ભાભીને શોધવા માટે ઋસ્યમુક પર્વત પર ગયા તો સુગ્રીવે આપણને તેમના આભુષણ જોઇને ઓળખવા માટે જણાવ્યુ હતુ ત્યારે હુ તેમના પગના આભુષણ સિવાય કોઈ આભુષણ ઓળખી શક્યો ન હતો કારણ કે, મે ભાભીને ફક્ત પગ થી જ જોયા હતા.

૧૪ વર્ષ સુધી કરવામા આવ્યુ તપ :

લક્ષ્મણે જણાવ્યુ કે જ્યારે તમે ભાભી માતા સાથે ઝૂંપડી મા સુતા હતા ત્યારે હુ આખી રાત ધનુષ પર બાણ ચડાવીને પહરેદારી કરતો હતો. નિદ્રા દેવીએ મારા નેત્રો પર પ્રહાર કરવાના અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ, મારા બાણ થી તેમને ભેદ આપ્યો હતો. ત્યારબાદ તેણે મને જણાવ્યુ હતુ કે, તે ૧૪ વર્ષો સુધી મને સ્પર્શ પણ નહિ કરે.

પરંતુ, જ્યારે તમારુ રાજ્યાભિષેક થશે અને હુ તમારી પાછળ સેવક ની જેમ છત્ર લઈને ઉભો રહીશ ત્યારે તે મને ઘેરાશે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ, રાજ્યાભિષેક સમયે મારા હાથ માંથી હથિયાર એટલે જ છૂટી ગયુ હતુ. ભૂખ્યા રહેવાના પ્રશ્ન ના પ્રત્યુતર મા લક્ષ્મણે જણાવ્યુ હતુ કે, ભાઈ હુ જે પણ ફળ લાવતો હતો તેના ત્રણ ભાગ પડતા હતા. તમે એક ભાગ લઈને મને કહેતા હતા કે લક્ષ્મણ આ ફળ રાખી લે.

તમે ક્યારેય ખાવાનુ નહોતુ કહ્યુ અને તમારી આજ્ઞા વિના હુ ફળ પણ ગ્રહણ ના કરી શકુ. હજુ પણ તે બધા જ ફળ તે જ ઝૂંપડી મા પડ્યા હશે. ત્યારબાદ પ્રભુ શ્રી રામના આદેશ થી તે ઝૂંપડી માંથી ફળ લાવવામા આવ્યા હતા. તેમા બધા જ ફળ હતા પરંતુ, ફક્ત ૭ દિવસના ફળ હતા નહિ એટલે તેમને પૂછવામા આવ્યુ કે શુ તમે સાત દિવસ ફળ ખાધા હતા?

આ કારણે ને લીધે થયો હતો ઇન્દ્રજીત વધ :

આ પ્રશ્ન ના પ્રત્યુતર મા લક્ષ્મણે કહ્યુ કે, ભાઈ જે દિવસે પિતાજી ના અવસાન થવાની ખબર મળી હતી, આપણે ભોજન કર્યુ ના હતુ. જ્યારે રાવણ ભાભી ને હરણ કરીને લઇ ગયા ત્યારે પણ આપણે ભૂખ્યા રહ્યા હતા. જે દિવસે તમે સમુદ્ર ની સાધના કરીને તેમની પાસે થી માર્ગ માંગી રહ્યા હતા તે દિવસે પણ આપણે ભોજન કર્યુ ના હતુ.

જયારે ઇન્દ્રજીતના નાગપાસમા બંધાઈને આપણે આખો દિવસ મૂર્છિત રહ્યા તે દિવસે અને ઇન્દ્રજીતે જ્યારે સીતાજી ની છવી નુ મસ્તક કાપ્યુ ત્યારે પણ આપણે ભોજન કર્યુ ના હતુ. તેમજ જ્યારે રાવણે મને શક્તિ મારી હતી અને તમે રાવણ નો વધ કર્યો હતો એવા ૭ દિવસ આપણે ભોજન કર્યુ ના હતુ. આ તે જ ૭ ફળ છે. તો આવી રીતે ૧૪ વર્ષ તપ કરવા થી જ પ્રભુ લક્ષ્મણે ઇન્દ્રજીત ને હરાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *