ભગવાન ગણેશ ને “મોદક” કેમ ખૂબ જ પ્રિય છે? જાણો તેનું મુખ્ય કારણ

Spread the love

પ્રભુ શ્રી ગણેશ નુ વિધિવત પૂજન-અર્ચન કરવામા આવે છે તથા  તેમને જુદા જુદા ભોગ ધરવામા આવે છે. પ્રભુ શ્રી ગણેશ ને મોદક અત્યંત પ્રિય છે પરંતુ, શુ તમને ખ્યાલ છે કે પ્રભુ શ્રી ગણેશ ને મોદક કેમ પ્રિય છે? તથા પ્રભુ શ્રી ગણેશ ને મોદક નો જ ભોગ શા માટે લગાવવા મા આવે છે? નથી ખબર, તો ચાલો જાણીએ.

શા માટે પ્રભુ શ્રી ગણેશ ને છે મોદક અતિ પ્રિય?

આ પ્રશ્ન તો ઘણા લોકો ના મન મા ઉદભવતો હશે કે પ્રભુ શ્રી ગણેશ ને ફક્ત મોદક નો જ ભોગ શા માટે ધરવામા આવે છે? આ વાત જાણવા માટે આપણે એક પૌરાણિક કથા વિશે જાણવુ આવશ્યક છે. પૌરાણિક કથા મુજબ માતા પાર્વતી ને બધા દેવગણોએ ભેગા મળીને અમૃત માંથી તૈયાર કરેલો મોદક આપ્યો હતો. આ મોદક જોઈને પ્રભુ શ્રી ગણેશ તથા કાર્તિકેયએ માતા પાર્વતી પાસે આ મોદક આપવા માટે ની હઠ પકડી. તેમની આ હઠ જોઈને માતા પાર્વતીએ બંને ને જણાવ્યુ કે આ મોદક અમૃત માંથી બનેલો છે એટલે સરળતાથી તમને નહિ મળે.

જો તમારે આ મોદક જોઈએ છે તો તેના માટે તમારે એક પરિક્ષા આપવી પડશે, જે કોઈ આ પરિક્ષા મા સફળ થશે તેને જ આ દિવ્ય મોદક મળશે. માતા પાર્વતીએ પોતાના બંને પુત્રો આ મોદક ને પામવા માટે પોતાની યોગ્યતા સાબિત કરે તે માટે એક પ્રતિસ્પર્ધા ગોઠવી. તેમણે કહ્યુ કે , જે કોઈ બ્રમ્હાંડ ના તમામ તીર્થ સ્થળ ના દર્શન કરીને અહી સૌથી પહેલા પહોંચશે, તે આ મોદક મેળવવા નો હકદાર બનશે. માતા પાર્વતી ની વાત સાંભળીને કાર્તિકેય પોતાના વાહન મોર ને લઈને બ્રમ્હાંડ ના તમામ તીર્થ સ્થળ ની યાત્રા પર નીકળી ગયા.

જ્યારે બીજી તરફ પ્રભુ શ્રી ગણેશ નુ વાહન મૂષક ખૂબ જ નાનુ છે અને બીજુ તે ઉડી પણ શકતુ નથી. પ્રભુ શ્રી ગણેશ બ્રમ્હાંડ મા તીર્થ સ્થળ ના દર્શન કરવાની જગ્યાએ પોતાના  માતા-પિતા શિવ-પાર્વતી ની ફરતે પ્રદક્ષિણા કરવાનુ શરૂ કરી દીધુ. પ્રભુ શ્રી ગણેશ ને પ્રદક્ષિણા કરતા જોઈને માતા પાર્વતી આનંદિત થાય છે અને જણાવે છે કે, બધા તીર્થ મા કરેલુ સ્નાન, બધા દેવગણ ને કરેલુ નમસ્કાર, યજ્ઞ, અનુષ્ઠાન-સાધના એ માતા-પિતા ના પૂજન થી વિશેષ નથી. માતા-પિતા ના પૂજન ને દેવી પાર્વતી એ સૌથી શ્રેષ્ઠ ગણાવ્યુ છે.

આ કારણોસર આ દિવ્ય મોદક નો હકદાર બનશે પ્રભુ શ્રી ગણેશ. બસ ત્યારથી જ પ્રભુ શ્રી ગણેશ ને મોદક નો ભોગ ધરવામા આવે છે. એક અન્ય પૌરાણિક કથાનુસાર એવુ જણાવવામા આવી રહ્યુ છે કે , પ્રભુ શ્રી ગણેશ નો એક દાંત પરશુરામ સાથે ના યુધ્ધ મા તૂટી ગયો હતો, જેના કારણે તેમને ભોજન ગ્રહણ કરવામા સમસ્યા થતી હતી પરંતુ , મોદક એ અત્યંત મુલાયમ આહાર છે જે મોઢા મા જતા જ ભુક્કો બની જાય છે, એટલા માટે મોદક પ્રભુ શ્રી ગણેશ ને અત્યંત પ્રિય છે , તો તમે પણ પ્રભુ શ્રી ગણેશ ને મોદક નો ભોગ અવશ્ય ધરજો જેથી, તમારા પર તેમની કૃપા દ્રષ્ટિ બની રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *