બે છોકરા બોલાવી ડાયરેક્ટરે કહ્યુ રેપ સીન કરવા માટે અને રૂમમા…આ અભિનેત્રીએ જણાવી આપવીતી

Spread the love

#MeeToo મૂવમેન્ટ અંતર્ગત બોલીવુડ ફિલ્મ જગતમા અનેક જાણીતા લોકો પર શારીરિક શોષણનો આરોપ લગાવવામા આવ્યો હતો. અનેક મહિલાઓ #MeeToo મૂવમેન્ટમા સામે આવી અને પોતાની આપવીતી જણાવી હતી. સાથે જ હવે ‘ઉજડા ચમન’ ફિલ્મની અભિનેત્રી માનવી ગગરૂ એ પોતાની સાથે ઘટેલી એક ઘટનાનો અહી ઉલ્લેખ કર્યો છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન માનવીએ જણાવ્યુ હતુ કે, એક ઓડિશન દરમિયાન રેપ સીન ને ફિલ્માવવાનુ કહેવામા આવ્યુ હતુ. જો કે ત્યાંની પરિસ્થિતિ જોતા યોગ્ય ન લાગી હતી. આ બધુ જોઇને હું તરત જ તે જગ્યાએથી ભાગી ગઇ હતી.

માનવીએ વધુમા જણાવ્યુ હતુ કે ત્યા ઓફિસનુ વાતાવરણ મને જરા પણ યોગ્ય લાગ્યુ ન હતુ અને બીજા રૂમમા માત્ર ૨ જ લોકો હાજર હતા. તે રૂમને તે લોકો પોતાની ઓફિસ કહી રહ્યા હતા અને ત્યા બેડ પણ હતો.

વિશેષમાં વાત કરતા માનવીએ જણાવ્યુ હતુ કે તેને પોતાની સુરક્ષાની ચિંતા હતી તેના કારણે તે આ જગ્યાએથી ભાગી ગઇ હતી.

અહી એ પણ ઉલેખ્ખનીય છે કે ફિલ્મ ‘ઉજડા ચમન’ મા માનવી ગગરું લીડ રોલમા છે. આ ફિલ્મમા સન્ની સિંહે એક એવા યુવકની ભુમિકા ભજવી છે જે ટકલાપણાની સમસ્યાથી પરેશાન હતો.

અહી એ પણ જણાવી દઇએ કે ‘ઉજડા ચમન’ ના કોન્સેપ્ટ પર જ આધારિત આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બાલા’ પણ રિલિઝ થઇ ચુકી છે. બંને ફિલ્મ ટકલાપણાના કોન્સેપ્ટ પર આધારિત જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *