બસ ખાલી એકવાર અજમાવો આ ઉપાય અને વગર ઓક્સીજન સીલીન્ડરનો ઉપયોગ કર્યા, તમે પણ વધારી શકશો તમારું ઓક્સીજન લેવલ…

Spread the love

મિત્રો, શરદી-ઉધરસ અને તાવની સમસ્યા થાય એટલે મોટાભાગના દર્દીઓના શરીરમા ઓક્સિજનનુ પ્રમાણ ઘટી જાય છે. આ કારણોસર જ હાલ પ્રવર્તમાન સમયમા અસંખ્ય દર્દીઓ પોતાના જીવ ગુમાવી ચુક્યા છે. આ પરથી એવુ તારણ નીકળી રહ્યું છે કે, પ્રવર્તમાન સમયમા ઓક્સિજન લેવલ જાળવી રાખવુ એ અત્યંત આવશ્યક છે.

ઓક્સિજન લેવલ વધારવા માટે બહારથી ઓક્સિજન ના બોટલ લાવવાની કોઈ જ જરૂર નથી. ઘરેબેઠા પણ અમુક સરળ ઉપાયોની મદદથી તમે ઓક્સિજનની માત્રા વધારી શકો છો. તો ચાલો આજે આપણે જાણીએ કે, ઘરેબેઠા કઈ રીતે ઓક્સિજનનુ લેવલ વધારી શકાય છે?

જો તમે નિયમિત વહેલી સવારે ઉઠીને ૧૫ મિનિટ સુધી પ્રાણાયમ કરો અને આ સાથે જ ઊંધા સૂઈને ઊંડા શ્વાસ લો તો તમારા શરીરમા તુરંત જ ઓક્સિજન લેવલ વધે છે. આ સિવાય જો તમે નિયમિત રાય-મીઠુ પાણીમા ઉમેરીને તેને ઉકાળીને શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો એટલે કે નાસ લો તો પણ તમારુ ઓક્સિજન લેવલ વધી શકે છે.

આ સિવાય ઓક્સીજન લેવલ વધારવા માટે કપૂરની ગોળી, ૧ ચમચી રાઈ, ૧/૨ ચમચી નમક અને તેમા અજમો અને તુલસીના પાન તેમજ લવિંગને એકત્રિત કરીને તેને ખાંડીને તેની પોટલી બનાવીને તેનાથી શ્વાસ લેવામા આવે તો તમારુ નાક અને શ્વાસનળી બંને સાફ થઇ જાય છે અને તમારુ ઓક્સિજન લેવલ પણ વધે છે અને તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

આ ઉપરાંત લીંબુ તમારા ફેફસાની સાફ-સફાઈ માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. તેમા સમાવિષ્ટ વિટામીન-સી અને એન્ટી-ઓક્સીડેન્ટ તમારા શરીરમા મેટાબોલીઝમને મજબુત કરવા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય જો તમે અજમાના પાંદડા, રાઈ સાથે સુંઠ અને લવિંગ, મીઠું અને ફુદીનાના વગેરે લઈને તેને એક ગ્લાસ પાણીમા ગરમ કરો અને તેમાથી નીકળતી વરાળને મો અને નાક વડે શ્વાસમા લો તો પણ તે તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

આ સિવાય ઝંડુ બામ પણ તમારા નાક અને શ્વસનતંત્રને નિયમિત કરવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ઝંડુબામ નાક વાટે લેવાથી તમારુ બંધ થયેલુ નાક તુરંત ખુલી જાય છે અને તમારા શરીરમાથી કફની સમસ્યા પણ દૂર થઇ જાય છે. આ સિવાય આદુ, હળદર, ગાજર, લસણ ફુદીનો, મેથી, બીટ અને હાથલા થોરના ફીંડલા વગેરે મિક્સ કરીને તેને મિક્સરમા નાખીને તેનો રસ પીવામા આવે તો પણ ફેફસાની સફાઈ બરાબર થાય છે.

આ સિવાય જો તમે તુલસીના ૧૦-૧૨ પાન લઇને તેને સારી રીતે ધોઇ લો અને ત્યારબાદ એક કડાઈમા એક ગ્લાસ પાણી ઉમેરી તેમા તુલસી, આદુનો એક ટુકડો, બે કાળા મરી ઉમેરીને તેને સારી રીતે ઉકાળી લો. આ પાણી ઉકાળીને ત્યારબાદ તેને એક કપમા ગાળી લો અને તેનુ સેવન કરો. આ પાણી તમારા શરીરની ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવશે અને તમારા શરીરમા ઓક્સિજનનુ લેવલ પણ વધારશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *