ક્યારેય પણ નહિ રહે પર્સ ખાલી, બસ એકવાર અજમાવી જુઓ આ ઉપાય અને જુઓ ચમત્કાર…

Spread the love

આજના દરેક માણસને ધનવાન બનવું હોય છે. તે માટે લોકો ખૂબ મહેનત કરે છે. બધા લોકો તેમના જીવનમાં ખૂબ શાંતિથી અને સુખથી જીવી શકે તેવું ઇચ્છતા હોય છે. કેટલાક લોકો તેમની મિલકતની કોઈ કમી ન હોય તે લોકો તેમના ઘરના લોકો સાથે ખુશ રહે છે. કેટલીક વાર જીવનમાં મુશ્કેલીઓ આવે છે. કેટલાક ઘરેલુ ઉપાય કરવાથી આપના જીવનમાં ક્યારેય દુ:ખ નહિ આવે અને તમારા ઘરમાં હંમેશા શાંતિનું વાતાવરણ રહે છે.

શુક્રવારના દિવસે તમારા પાકિટમા કોઈ યંત્ર રાખવાથી ખૂબ ફાયદો થાય છે.લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે છે. તેની પૂજા કરીને તેને રાખવું જોઈએ. તે દિવસ પાકિટમાં રાખીને પછી તમારા ઘરમાં પણ રાખી શકાય છે.જીવનમાં સુખ મેળવવા માટે તમારા પર્સમાં લક્ષ્મીજીનો ફોટો રાખવો જોઈએ. તેથી તમારી આવકમાં વધારો થાય છે.

તે દિવસે માતા લક્ષ્મીના મંદિરે જઇને પૂજા પાઠ કરવા અને ચોખાના દાણા ધરવા જોઈએ. તેમાથી થોડા દાણાઑ તમારા પર્સમાં રાખવા જોઈએ. તે તમારા માટે સુકન કહી શકાય છે. કેટલાક શાસ્ત્રોમાં કહેવામા આવ્યું છે કે લાલ કપડું આપના માટે શુભ માનવામાં આવે છે. તેથી માણસની આવકમાં અચાનક વધારો થાય છે.

અનાજને આપણાં શાસ્ત્રોમાં ધન સાથે સરખાવવામાં આવ્યા છે. લક્ષ્મીની પૂજા કરતી વખતે ચોખા ધરવા જોઈએ, તેના કેટલાક દાણા પર્સમાં રાખવાથી તમારા જીવનમાં સારા પરિણામ આવે છે. ભગવાનના આશીર્વાદ તમારા પર રહે છે. ગોમતી ચક્રને પૂજા કરવા સમયે મંદિરમાં રાખવું જોઈએ. ત્યારબાદ તેને પર્સમાં રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

કોઈ કામ માટે આપણે બહાર જતાં હોઈએ ત્યારે એલચીના દાણાને પાકિટમાં રાખવા જોઈએ. તે એક શુભ માનવામાં આવે છે. તેનાથી તમારું જીવન સુખમય બની રહે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે. લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે છે. ધનની પ્રાપ્તિ થવાથી આ સબંધિત કોઈ સમસ્યા દૂર થઈ શકે છે. ધંધામાં તમે ખૂબ આગળ વધી શકો છો. નોકરીમાં તમને બઢતી મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *