બસ એકવાર શેમ્પૂમા આ વસ્તુ ઉમેરીને તમે પણ લગાવો વાળ પર, મળશે લાંબા, કાળા અને સુંદર ઘટાદાર વાળ…

Spread the love

દરેક લોકો ખાસ કરીને મહિલાઓને પોતાના વાળ કાળા, ઘાટા, સુંવાળા અને લાંબા હોય એવી ઈચ્છા હોય છે. પરંતુ આજના કેમિકલ વાળ શેમ્પૂ ના ઉપયોગ થી માત્ર થોડી વાર માટે જ તમારા વાળ સિલ્કી રહે છે. તો આજે અમે તમને એવા ઘરેલુ ઉપાયો જણાવીશું કે જેનાથી તમારા વાળ સુંદર થઈ જશે. આ ઉપાય નિર્જીવ અને બેજાન વાળ ને પણ સ્મૂધ અને શાઈની બનાવી દેશે. તો ચાલો જાણીએ કે આ ઘરેલુ ઉપાય કઈ રીતે બનાવશો વાળને સુંદર.

આવશ્યક ચીજવસ્તુઓ :

માઈલ્ડ શેમ્પૂ અને લીમડાના પાન. હા, માત્ર આ બે જ વસ્તુની જરૂર છે આ રેસીપી બનાવવા માટે. અને તેના માટે કોઈ પૈસા ખર્ચવાની પણ જરૂર નથી લીમડાના પણ તમને આજુબાજુ માંથી મડીજ જશે.

બનાવવાની રીત :

આ માટે લીમડા ના પાન લઈ તેની ડાળીઓ કાઢી માત્ર પાન લઇ લો. ૧૦૦-૧૫૦ પાન ની જરૂર પડશે. તે તમારા વાળ ની લંબાઈ પર આધારિત છે, વધુ લાંબા વાળ હોય તો વધુ પાન લેવા. આ પાન ને પાણી થી સારી રીતે ધોઈ સાફ કરી લો. આ પાન તાજા હોય ત્યારેજ તેનો ઉપયોગ કરવો.

ધોયા પછી તેના કટકા કરી લો. ત્યારબાદ તેને મિક્સરમાં નાખી થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો. હવે તે પેસ્ટ ને ગાળી લો તેથી તેનો કચરો દૂર થઈ જશે અને તમને સારું પાણી મળી જશે. હવે આ પાણીને એક વાસણમાં લઈ ગરમ કરી લો. ત્યારબાદ તેને નોર્મલ ઠંડુ થવા દો. ત્યારબાદ, કોઈ પણ માઈલ્ડ શેમ્પૂ લઈ તેમા આ પાણી સારી રીતે મિક્સ કરી લો. આ રેસીપી ઉપયોગ કરવા માટે તૈયાર છે. તેને એક બોટલમાં ભરી લો.

કેવી રીતે ઉપયોગ કરશો?

આ મિશ્રણ ને વાળ ના મૂળ સુધી બરાબર રીતે લગાવો. આમ કરવાથી વાળ જળથી સાફ અને મજબૂત થશે અને ખોલો પણ દૂર થશે. લગાવીને થોડીવાર રહેવા દો. ત્યારબાદ પાણી વડે વાળ ધોઈ લો. આ ઉપચાર અઠવાડિયામાં ૨-૩ વાર કરી શકો છો. તેનાથી માથા માથી જુ , ખોડો પણ દૂર થશે અને વાળ પણ સ્વસ્થ અને સિલ્કી બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *