બસ આ એક વસ્તુ ઉમેરી દો કોકોનટ ઓઈલમા અને લગાવો વાળમા, મળશે વાળની સફેદીથી મુક્તિ અને અન્ય અનેકવિધ ફાયદા, આજે જ જાણો આ વસ્તુ અને તેના ઉપયોગની રીત વિશે…

Spread the love

મિત્રો, દરેક વ્યક્તિને તેના વાળ લાંબા અને કાળા હોય તો ખુબ જ ગમે છે. જો કોઈ વ્યક્તિના વાળ લાંબા અને કાળા વાળ હોય તો લોકો તેના વાળની ​​પ્રશંસા કરતા થાકતા જ નથી. જો કોઈ લાંબા અને જાડા વાળવાળી છોકરી તમારી આસપાસથી પસાર થાય છે તો તુરંત જ તમારી નજર તેના તરફ આકર્ષિત થાય છે અને તમારા મોઢામાંથી ફક્ત એક જ શબ્દ નીકળે છે, ” વાહ શું વાળ છે?”

દરેક વ્યક્તિ અને તેમા પણ વિશેષ તો છોકરીઓમા લાંબા અને જાડા વાળ મેળવવાની ઈચ્છા ખુબ જ પ્રબળ હોય છે અને તે માટે તેઓ અનેકવિધ પ્રકારના નુસ્ખાઓ પણ અજમાવે છે. લાંબા, કાળા અને ગાઢ વાળ માટે લોકો બજારમાથી અનેકવિધ પ્રકારના મોંઘા ઉત્પાદનોની પણ ખરીદી કરે છે, જેથી તેના વાળ એકદમ લાંબા, જાડા અને કાળા બની જાય છે પરંતુ, આ ઉત્પાદનો વાળ પર એટલા અસરકારક સાબિત થતા નથી ઉલટાના તે વાળને બગાડે છે.

હાલ પ્રવર્તમાન સમયની ખાણીપીણી એવી બની ચુકી છે કે, તેના કારણે પણ લોકો અકાળે સફેદ વાળ થવાની સમસ્યાથી પીડાય છે. પહેલાના સમયમા તો ફક્ત વૃદ્ધ લોકો જ આ સફેદ વાળની સમસ્યાથી પરેશાન હતા પરંતુ, હાલ પ્રવર્તમાન સમયમા આ સફેદ વાળ યુવા લોકો માટે પણ ચિંતાનુ કારણ બની ચુક્યા છે. આ સફેદ વાળ તમારી આકર્ષક દેખાવ અને સુંદરતાને બગાડી નાખે છે.

આજે તમારી આ સમસ્યાને દૂર કરવા માટે અમે તમને એક અસરકારક ઘરેલુ ઉપાય વિશે માહિતી આપીશુ, જેનાથી તમારા સફેદ વાળ એકદમ જલ્દીથી કાળા બની જશે. તો ચાલો જાણીએ અમુક એવા ઘરેલુ ઉપાય વિશે કે, જે તમારા સફેદ વાળને કાળા કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આપણે જે ઘરેલુ ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તે છે લીમડાના પાન. આ ઘરેલુ ઉપાય તૈયાર કરવા માટે તમે સૌથી પહેલા ૫૦ ગ્રામ લીમડાના પાંદડા એક શેડમા લઈને સૂકવી લો અને તે સુકાઈ જાય ત્યારબાદ આ પાંદડાને મિક્સરમા ક્રશ કરી લો. ત્યારબાદ હવે લીમડાના આ પાવડરમા ૩૦૦ ગ્રામ કોકોનટ ઓઈલ ઉમેરો અને તેને ધીમા તાપે ગરમ કરો. ત્યારબાદ આ ઓઈલને ઠંડુ કરી એક શીશીમાં ભરો અને રાત્રે આ ઓઈલથી વાળની સારી રીતે માલિશ કરો.

આ ઓઈલનો નિયમિત ઉપયોગ કરવાથી તમારા વાળ ટૂંક સમયમા જ કાળા અને ઘાટા થઈ જશે. આ પાંદડા તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ ઉપરાંત તે એન્ટિસેપ્ટિક તરીકે પણ કાર્ય કરે છે. આ પાવડર તમારા માથાના તમામ બેક્ટેરિયાને નાશ કરશે. આ ઉપરાંત પણ કોકોનટ ઓઈલથી આપણને અનેકવિધ ફાયદા મળે છે, જેના વિશે આપણે આવતા લેખમા જાણીશુ, ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *