બાળકોથી લઈને વૃદ્ધ સુધીની દરેક બીમારીઓ માટે ખુબ જ ઉપયોગી છે આ વસ્તુ નુ સેવન, જાણો ઉપયોગની રીત…

Spread the love

આપણા દેશમાં ખેડૂતો સુવાને પોતાના ખેતરમાં વાવે છે. સુવાના ફૂલ પીળા રંગના હોય છે. તેની ડાળીઓ વરીયાળીની ડાળી જેવી હોય છે. તે વરીયાળીની જેમ ગુચ્છામાં જોવા મળે છે. સુવાના છોડ બે થી ત્રણ ફૂટ ઉચા હોય છે, અને ભારતમાં બધી જગ્યાયે તે થાય છે. તે બે વર્ષ સુધી તાજા અને ખુશ્બુદાર હોય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. તેનો ઉપયોગ ઘણા રોગને દુર કરવા માટે થાય છે. સુવાની સુગંધ પીપરમીન્ટ જેવી હોય છે. ઘણા લોકો તેનો ઉપયોગ મુખવાસ બનાવામાં પણ કરે છે. તેનો ઉપયોગ દવા બનાવવા માટે પણ થાય છે.

આયુર્વેદ મુજબ આ સુવા સ્વાદ મા થોડાક કડવા તેમજ તીખા, બળપ્રદ, હૃદય માટે હિતકારી, પાચક, ગરમ, વાયુ-નાશક, મૂત્ર નુ પ્રમાણ વધારનાર તેમજ કફ, કૃમિ, શૂળ, આફરો તથા વાયુ ના વિકારો ને મટાડે છે. પ્રસૂતા સ્ત્રી નુ ધાવણ વધારવા, પાચનક્રિયા સુધારવા તથા કીટાણુઓ નો નાશ કરવા માટે સુવા ખૂબ જ ઉપયોગી છે. આપણે ત્યાં નાના બળકોને પેટમાં દુખવાની સમસ્યા રહેતી હોય ત્યારે સુવાને વાટીને પાણી સાથે પીવડાવામાં આવે છે. તેનાથી બાળકને પેટમાં રાહત મળે છે. સુવાનું પાણી પીવડાવવાથી બાળકોને આવતી વારંવાર આવતી હેડકી તથા ઉલટીને પણ દુર કરે છે.

સુવાદાણા ખાવાથી પાચન શક્તિ મજબુત બને છે. જે વ્યક્તિને પથરી થઈ હોય તેને સુવાદાણા નું સેવન કરવું જોઈએ. તેનાથી પથરીમા રાહત થાય છે. તેનું પાણી પીવાથી પેશાબ પણ સાફ આવે છે. સુવાદાણા સાથે મધ પીવાથી ઉલ્ટીની સમસ્યા દુર થાય છે. સુવાદાણા ના તાજા પાનનો ઉકાળો બનાવી પીવાથી બાદી નાશ થાય છે. તેનો ઉકાળો પીવાથી ગર્ભની વ્યાધિ પણ મટે છે. રોજ સવારે સુવાનું ચૂર્ણ એક ચમચી અથવા શક્તિ અનુસાર લઈ, ઘીમાં મેળવી ચાટી જવું આ પ્રમાણે એક મહિનો ઉપચાર કરવાથી વંધ્ય સ્ત્રી-પુરુષોને સંતાન અવતરે છે અને વૃદ્ધોમાં પણ યુવાનો જેવી શક્તિ આવે છે.

સુવાદાણા બુદ્ધિવર્ધક છે. રોજ સવારે એક ચમચી જેટલા સુવાનું ચૂર્ણ મધ અથવા ઘી સાથે ચાટી જવાથી થોડા દિવસમાં બુદ્ધિ તથા ગ્રહણ શક્તિ વધે છે. અડધી ચમચી સુવાદાણાને ચાવીને ગરમ પાણી સાથે નિયમિત ખાવાથી તે પેટની બધી સમસ્યા દુર કરે છે. જેવી કે ગેસ, અપચો, એસિડીટી, આફરો, પેટનો દુખાવો વગેરે રોગમાં રાહત આપે છે.

સુવાદાણા, અજમો, પાનની જડ, સફેદ મરી, નાગરમોથ, કુટકી, કરિયાતું, મૂળાના બીજ, ગાજરના બીજ, સૂંઠ, મરી, પીપર, અક્કલકરો, ઈન્દ્ર જવ, કુચલા, ગળો, પટોળ, અરડૂસી, ધમાસો, કળથી અને ગોળ આ બધી વસ્તુને સમપ્રમાણમાં લઈ તેનો ઉકાળો બનાવો. આ ઉકાળો ડીલેવરી બાદ નબળી પડેલી સ્ત્રીને નિયમિત વીસ ગ્રામ જેટલો પીવડાવાથી શક્તિ મળે છે. સુવાના બળેલા બીજને કોઈ પણ જગ્યાયે વાગ્યું હોય ત્યાં ચોપડવાથી ઘા જલ્દી રુજય છે. તે કબજિયાત માટે પણ ફાયદાકારક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *