બાળક ના જન્મ બાદ તેના નાયડા ને રાખો સાચવીને, જાણો તેના આ ફાયદાઓ..

Spread the love

મિત્રો, હાલ વર્તમાન સમયમા બાળકોની ગર્ભનાળ સાચવી રાખવા માટેની જાહેરાત કરવામા આવે છે. આ જાહેરાતોને તમે જરાપણ હળવાશમા ના લેતા. કારણકે, આ ગર્ભનાળ તમારા સંતાનના ભવિષ્ય માટે ખૂબ જ અગત્યની છે. તેમાંથી નીકળેલા રક્ત અને ટિશ્યુમા અસાધ્ય બીમારીઓને દૂર કરવાની અઢળક શક્તિ ધરાવે છે. હાલ, વર્તમાન સમયમા શરીરમા જાતજાતની બીમારીઓ ઉદભવી રહી છે કે નામ લેતા પણ જીભ વાંકી વળે. આમાંની મોટાભાગની બીમારીઓના નિદાન મેડિકલ સાયન્સે વિકસાવી લીધા છે.

પરંતુ, અમુક ગંભીર બીમારીઓને દૂર કરવી દર વખતે સરળ નથી હોતી. ત્યારે આ સમયે સ્ટેમ સેલ ઠેરાપી ખૂબ જ કામમા આવે છે. સ્ટેમ સેલ એટલે શરીરના મૂળભૂત કોષો જેમાંથી શરીરના અનેકવિધ અવયવોનુ નિર્માણ થઈ શકે એવા કોષો. આ સેલ્સ પોતાનુ અનેક પ્રકારે વિભાજન કરવાનુ સામર્થ્ય ધરાવે છે. તે શરીરની ઈન્દ્રિયો કે અંગોને ઉપયોગી વિશેષ પ્રકારના વિભિન્ન કોષોમા રૂપાંતરિત થઈ શકે છે. તેનાથી શરીરને નવુ જીવન મળી રહે છે.

સ્ટેમ સેલ કેવી-કેવી બીમારીઓમા કામ આવે?

કૅન્સર :

રક્ત સાથે સંકળાયેલા અમુક વિશેષ પ્રકારના કૅન્સરમા બોન મૅરોમાંથી નીકળતા સ્ટેમ સેલ્સનો ઉપયોગ કરીને કૅન્સર ની સમસ્યાને જડમૂળથી દૂર કરી શકાય. રક્તની અસાધ્ય ગણાતી બીમારી થૅલેસેમિયામા પણ બોનમૅરો ટ્રાન્સપ્લાન્ટની પદ્ધતિ થી અસરકારક નીવડી ચૂકી છે.

ડાયાબિટીઝ :

બાળકોમા ઉદભવતી ટાઇપ વન પ્રકારની ડાયાબિટીઝની સમસ્યાના નિદાન માટે પેન્ક્રીઆઝમા સ્ટેમ સેલ્સનુ પ્રત્યારોપણ કરવાના પ્રયોગો સફળ થયા છે. આમ કરવાથી સ્વાદુપિંડની ઇન્સ્યુલિન પેદા કરવાથી કાર્યક્ષમતા મા વૃધ્ધિ થાય છે અને ડાયાબિટીઝ ની સમસ્યા જડમુળ થી દુર થાય છે.

હ્રદય અને કરોડરજ્જુ :

હ્રદય સાથે સંકળાયેલ બીમારીઓના કિસ્સામા સ્ટેમ સેલ્સની સહાયતાથી હૃદયના વાલ્વ કે ખાસ ટિશ્યુનુ રિપેરિંગ થઈ શકે છે. કરોડરજ્જુને થયેલી ઈજામા પણ સ્ટેમ સેલ્સ મજ્જાતંતુઓ અને જ્ઞાનતંતુઓનુ નવેસરથી નિર્માણ કરી શકાય છે.

અન્ય બીમારીઓ :

પાર્કિન્સન્સ ડિસીઝ, જન્મજાત ખોડખાંપણ સુધારવા, માંસપેશી ની બીમારીઓ, ઑલ્ઝાઇમર્સ, લકવો તથા અમુક વિશેષ ઘટનાના કારણે દ્રષ્ટિ ચાલી ગઈ હોય કે સાંભળવાની ક્ષમતા ક્ષીણ થઈ ગઈ હોય ત્યારે પણ સ્ટેમ સેલ્સથી લાભ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *