બજરંગબલી ને કરો આ રીતે પ્રસન્ન, દુર થશે તમામ બાધાઓ, ચમકી ઉઠશે નસીબ, જાણો કઈ છે આ રીત..

Spread the love

હનુમાનજીને સંકટ મોચન પણ કહે છે. તેથી હનુમાનજીની પુજા કરવાથી ખૂબ ફાયદા થાય છે. આજે આપણે જાણીએ કે આ કામ કરવાથી હનુમાનજી આપના જીવનમાં રહેલી બધી મુશ્કેલીને દૂર કરે છે. તેના માટે તમારે ક્યાં કામ કરવાના રહેશે તેના વિષે જાણીએ. તેના માટે તમારે જ્યારે પણ હનુમાનજીના મંદિરમાં જવાનું થાય ત્યારે તમારે તેના પહેલા પગથિયે તમારું માથું અડાડવું જોઈએ. તેથી તે ખબર પડે કે જમીન જોડાયેલા અને વિનમ્ર છો.

તમે જ્યારે મંદિરમાં પ્રવેશ કરો તેની સાથે જ તમારું મન ભગવાનમાં આકર્ષિત થાય છે. તમારે રોજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો તેનાથી તમારા જીવનમાં રહેલા બધા વિઘ્ન અને મુશ્કેલી દૂર થાય છે. તેથી તમારા દુશ્મન કે કોઈ પણ કઈ બગાળી શકતું નથી. તમારે ઘરમાં હનુમાનજીની છબી અથવા તણી મુર્તિ જરૂરથી રાખવી જોઈએ. તેની તમારે સવારે અને સાંજે પુજા કરવી જોઈએ. તેનાથી તમારા ઘરમાં શાંતિ જળવાય રહે છે.

તમારે મંગળવારના દિવસે અથવા શનિવારના દિવસે હનુમાનજીના નામનું વ્રત કરવું જોઈએ. તેનાથી તમારા પર હનુમાનજી પ્રસન્ન થાય છે. બજરંગ બલી તમારા ઉપવાસથી ખુશ થશે અને તેના આશીર્વાદ રૂપે તમને ઘણું બધુ આપે છે. તમારે કોઈ ઈચ્છા હોય જે પૂરી થવામાં ઘણી તકલીફ પડતી હોય અથવા અડચણ આવતી હોય ત્યારે તમારે બજરંગ બલી નામનો ઉપવાસ રાખવો. તેનાથી તમને સારું પરિણામ મળશે.

હનુમાનજીના મંદિરમાં નારિયેળ અને ચણાનો પ્રસાદ ચડાવવો. આ પ્રસાદીને કોઈ પણ દિવસે ચડાવી શકાય છે. પરંતુ આ બે દિવસે ચડાવવાથી અને તેને વધાને આપવાથી સારું પરિણામ મળે છે. તેથી બજરંગ બલી તેના આશીર્વાદ હમેશા તમારા પર બનાવી રાખશે.

બજરંગબલીને સિંદુર ચડાવવાથી તમારી બધી મનોકામના પૂરી થાય છે. તમારે કોઈ પણ મંદિરમાં હનુમાનજીને સિંદુર ચડવાવાની વસ્તુઓ આપી દેવી જોઈએ. તેનાથી તમારી બધી ઈચ્છા હનુમાનજીને કહેવી. તેની પૂજામાં નારંગી દોરો આરતીની થાળીમાં રાખવો જોઈએ. તે પછી તે દોરાને તમારે તમારા હાથમાં બાંધવો. તેનાથી તમારું નસીબ ખૂલી જશે. તેનાથી તમારા બધા કામ સમયએસઆર અને વહેલી તકે પૂરા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *