બજાર મા ૧૦૦ થી ૧૫૦ ખર્ચવા કરતા ઘર બેઠા માત્ર ૨૦ રૂપિયા મા સરળતા થી બનાવો વાસણ ધોવા નુ લીકવીડ, ગંદા તેમજ તેલ વાળા વાસણો થશે સાફ…

Spread the love

સહેલાઇ થી ઘરે બનાવો ઓછા ખર્ચા એ વાસણ ધોવા નુ લીક્વીડ : આજકાલ બધા પાત્ર ધોવા માટે જુદી જુદી જાત ના સાબુ અને લીક્વીડ નો વપરાશ કરેએ છીએ.. બહાર માર્કેટ મા વિવિધ પ્રકાર ના સાબુ, પાવડર અને પ્રવાહી ની ખરીદી કરીએ છીએ. તેની કિંમત વધારે હોય છે અને તે વહેલા ખતમ પણ થઇ જાય છે. તેની પાછળ આપણે ઘણા પૈસા ઓ ખર્ચી એ છીએ. પરંતુ તેના પ્રમાણે આપણ ને તે વસ્તુ નથી મડતી. તેથી આજે અમે તમને ઘરે વધારે સમય સુધી ચાલે તેવુ પ્રવાહી બનાવતા શીખવીશુ. તેનાથી તમારે પૈસા ની બચત પણ થઇ જાશે અને તમને વપરાશ કરવો પણ ગમશે. તો ચાલો જાણીએ તેને કેવી રીતે બનવુ જોઇએ.

તમને આ વાંચીને એમ થતુ હશે કે વાસણ ધોવાનુ લીકવીડ ઘરે કઇ રીતે બને. તમને તે વાત પર વિસ્વાસ નહી થાય પણ તે વાત સાચી છે કે તમે ઘરે લીક્વીડ બનાવી શકો છો. તમે અમારો આજનો આ લેખ વાંચીને વિસ્વાસ આવી જશે કે તમે ઘરે લીક્વીડ બનાવી શકો છો. આને બનાવા માટેનો સામાન તમને સહેલાઇથી તમારા ઘરની આજુબાજુની દુકાનેથી મળી જાશે. તે ખુબ જ અસરકારક બનશે અને ગમે તેવા ખરાબ અને તેલવાળા વાસણને નવા જેવા ચમકાવી દેશે. તમે એક વખત આનો ઉપયોગ કરશો તો તમે બજારમા મડતા મોંઘા બીજા લીકવીડને ભુલી જશો.


સામગ્રી :

5 નંગ લીંબુ, વિનેગર અડધો વાટકો,  નિમક 2 વાટકા અને પાણી

બનાવાની રીત :

પહેલા લીંબુ લઇને તેને ચાર ભાગમા કાપી લેવુ જોઇએ. તેમાથી તેના બીજને દુર કરવા. પછી એક તપેલીમા એક ગ્લાસ પાણી લઇને ધીમી આંચ ઉપર ગરમ થવા માટે મુકવુ જોઇએ. ત્યારબાદ તેમા લીંબુ નાખવુ. લીંબુની સાલ મુલાયમ થઇ જાય ત્યાર સુધી પકવવા દેવુ જોઇએ. ત્યારબાદ ગેસ બંધ કરીને ઠંડુ થવા માટે રાખવુ. ત્યારબાદ તેને મિક્સરની મદદથી પેસ્ટ કરી લેવી. ત્યારબાદ તેમા વધારે પાણી નાખીને ગાળી લેવુ જોઇએ.

તેને ઠંડુ થઇ જાય ત્યારે તેને પાછુ ધીમી આંચ પર ચડાવવુ જોઇએ. પછી તેમા નિમક અને વિનેગર નાખવુ. પછી તેને પંદરથી વીસ મિનિટ સુધી ગેસ પર રાખવુ. પછી તેને ગેસ પરથી નીચે ઉતારીને ઠંડુ કરવુ. પચી તેને શીશીમા ભરીને મુકી દેવુ. તો તૈયાર છે ઘરનુ બનાવેલ લીકવીડ. હવે તમે આનાથી વાસણ ધોઇ શકો છે.

આ લીકવીડ નો ઉપયોગ કરતી વખતે વાસણમા ફિણા નથી વળતા પરંતુ વાસણ એકદમ નવા જેવા ચમકવા લાગશે. ત્યારે ઘણી લેડીસ ની આદત હોય કે ફિણા થાય તો જ વાસણ સારા અને ચોખ્ખા છે. જો તમને પણ એવુ હોય તો તમે આ લીકવીડ મા શીશા નુ એક ઢાંકણુ બજાર મા મળતુ લીકવીડ ઉમેરી દેવુ. આમ કરવા થી આ લીક્વીડ મા પણ ફીણા વળવા લાગશે.

તમને આ લીકવીડને ઉમેરવુ તે તમને મોંઘુ નહી પડે તમે બજારના લીકવીડની એક શીશીમાથી તમે આવી ઘરે કેટલી બધી ઘરના લીકવીડની શીશીઓ બનાવી શકશો. તેનાથી તમારી ઘણી બધી બચત થઇ શકે છે. તેથી દરેક ગૃહીણીએ ઘરનુ જ બનાવેલ લીકવીડનો વપરાશ કરવો જોઇએ.

ઘણા લોકોને એમ પણ થતુ હશે કે ખાલી એક લીક્વીડ માટે ઘરે આટલી બધી મહેનત શુ કામે કરવી જોઇએ. તે તો બજારમા પણ મડી જાય છે તેમ વિચારવા વાળા લોકો વધારે છે. તો તમણે જણાવી દઇએ કે તમે વર્ષના અંતે આનો સરવાળો કરશો તો છેલ્લે તમને જ ફાય્દો થશે. તે બચત તમે તમારા ઘરમા ઘણી નવી વસ્તુઓ વસાવી શકો છો અને જરૂરીયાતો પુરી કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *