બાઘા ના એપાર્ટમેન્ટ મા “કોરોના” ના ત્રણ પોઝિટિવ કેસ આવતા ફફડાટ, આખી બિલ્ડિંગ કરાઈ સીલ

Spread the love

મિત્રો, કોરોના નો કહેર હાલ દિવસે ને દિવસે વધતો જાય છે. સમગ્ર દેશમા ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામા આવ્યુ છે. હાલ એવી અટકળો પણ ચાલી રહી છે કે લોકડાઉન આગળ વધી શકે છે. ઓરિસ્સા ની સરકારે ૩૦ એપ્રિલ સુધીનુ લોકડાઉન જાહેર કરી દીધુ છે.

હાલ, મુંબઈમા કોરોનાના કેસ દિન પ્રતિદિન વધતા જાય છે અને જે બિલ્ડિંગમા કોરોનાના કેસ આવે તેને કવોરોન્ટાઈન કરવામા આવે છે અને સીલ મારી દેવામા આવે છે. આવુ જ બન્યુ છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના બાઘા એટલે કે તન્મય વેકેરિયાની સાથે. હાલ અહી ત્રણ કોરોના ના પોઝિટિવ કેસ મળતા આખી બિલ્ડિંગ ને સીલ મારવામા આવી હતી.

બિલ્ડિંગ મા નીકળ્યા ત્રણ કેસ પોઝિટિવ :

મીડિયા સાથે ની વાતચીતમા તન્મય વેકેરિયાએ જણાવ્યુ હતુ કે, મારા ફ્લેટની બાજુની વિંગમા કોરોનાના ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે. પહેલો કેસ મંગળવાર ના રોજ અને બીજા બે કેસ ગુરુવારના રોજ આવ્યા હતા. એક જ બિલ્ડિંગ માંથી ત્રણ કેસ સામે આવતા મુંબઈ કોર્પોરેશન દ્વારા આ બિલ્ડિંગ ને સીલ કરી દેવામા આવી હતી.

જીવન જરૂરિયાત ની વસ્તુઓ મેળવવા માટે પોલીસ સહાય કરે છેઃ

વિશેષ મા તન્મયએ જણાવ્યુ હતુ કે, બિલ્ડિંગની ચારેય તરફ પોલીસ મૂકી દેવામા આવી છે. કોઈપણ વ્યક્તિ બિલ્ડિંગ ની બહાર અવરજવર કરી શકતો નથી અને બહાર ની કોઈ વ્યક્તિ અંદર આવી શકતી નથી. કોઈપણ વસ્તુ ની જરૂરિયાત હોય તો કોર્પોરેશન અને પોલીસ સહાય કરે છે. હજુ સુધી અમને કોઈપણ પ્રકારની અગવડ પડી નથી. કોર્પોરેશન અને પોલીસ અમને બધી જ રીતે સહકાર આપી રહી છે. તન્મય મુંબઈના કાંદીવલી વેસ્ટમા સ્થિત રાજ આર્કેડ બિલ્ડિંગમા રહે છે.

આ ત્રણેય દર્દીઓ ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી :

સૂત્રોના જણાવ્યા મુજબ, બાઘાના બિલ્ડિંગમા જે ત્રણ કોરોનાના દર્દીઓ આવ્યા છે તેમની કોઈપણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. એવુ માનવામા આવે છે કે આ કમ્યુનિટી ટ્રાન્સમિશન ના કેસ છે. આ ત્રણેય દર્દીઓને હાલ અંધેરી ની સેવન હિલ્સ હોસ્પિટલમા એડમિટ કરવામા આવ્યા છે.

આ પહેલા અંકિતા લોખંડે નુ બિલ્ડિંગ સીલ કરવામા આવ્યુ હતુ :

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા અંકિતા લોખંડે નું બિલ્ડિંગ સીલ કરવામા આવ્યુ હતુ. આ ફ્લેટમા એક વ્યક્તિ સ્પેનથી પાછી આવી હતી અને તેનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ ફ્લેટમાં અંકિતા સિવાય શિવિન નારંગ, સાક્ષી તન્વર, અશિતા ધવન જેવા સિતારાઓ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *