બચાવો હજારો રૂપિયાનો ખર્ચ, નિયમિત સવારે કરો બે દાણાનુ સેવન, બનાવો શરીરને હુષ્ટપુષ્ટ અને તંદુરસ્ત…

Spread the love

મિત્રો, કાળા મરી એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ જ લાભદાયી છે. જો તમે પણ મોઢા પરની કરચલીઓ અને વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો ભોજનમા દરરોજ એક ચપટી કાળા મરીના પાવડરનો ઉપયોગ કરવો. તે તમને આ સમસ્યાઓથી તો બચાવે જ છે પરંતુ, તેની સાથે કોલોન કેન્સરના ખતરાને પણ ઓછું કરે છે. હળદર અને કાળા મરી દૂધમાં નાખીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સિવાય સલાડ અને બટાકાની ચિપ્સ પર લીંબુ અને કાળા મરીનો પાવડર ભભરાવીને ખાવો જોઈએ.

તેને હિન્દીમાં કાલી મિર્ચ, અંગ્રેજીમાં બ્લેક પેપર અને લેટિનમા પીપર નીગ્રમ લીન કહેવામાં આવે છે. આપણા આયુર્વેદમાં આ મસાલાને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામા આવ્યુ છે. આપણે રોજિંદા જીવનમાં ભોજનનો સ્વાદ વધારવા માટે આ મસાલાનો ઉપયોગ કરીએ છીએ. તે માત્ર સ્વાદ વધારવા નહીં પણ સ્વાસ્થ્યને પણ સારું રાખે છે. ચાલો આપણે કાળા મરીના સેવનથી થતા ફાયદા વિશે જાણીએ.

શરદીની સમસ્યા દૂર થાય :

ગરમ પાણીમાં તુલસીના થોડા પાન અને કાળા મરી નાખીને પીવાથી શરદી અને ઉધરસ દૂર થાય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરદીના વાયરસનો નાશ કરે છે.

કફની સમસ્યા દૂર થાય :

જો તમે કફની સમસ્યાથી પીડાતા હોવ તો તેમાંથી મુક્તિ મેળવવા માટે કાળા મરીના પાવડરને સાકર સાથે મિક્સ કરીને તેનુ નિયમિત સેવન કરો.આમ, કરવાથી તમને ટૂંક સમયમા જ કફની સમસ્યાથી રાહત મળી શકે છે.

પાચનતંત્રની સમસ્યા દૂર થાય :

આ ઉપરાંત તે પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે. તેને ચાવીને ખાવાથી હાઇડ્રોક્લોરિક એસિડ મળે છે અને તે આંતરડાને સાફ કરે છે અને પેટ અને આંતરડાને રોગોથી બચાવે છે.

ઉધરસની સમસ્યા દૂર થાય :

જો તમે કાળા મરી અને સાકરને એકસમાન માત્રામા લઈને તેને પીસીને તેનુ ચૂર્ણ તૈયાર કરી લો. ત્યારબાદ આ ચૂર્ણને અડધી ચમચી એટલે કે દિવસમા ત્રણવાર સેવન કરો. આ ઉપચાર અજમાવવાથી તમારી ઉધરસની સમસ્યા તુરંત ઠીક થઇ જશે.

કબજિયાતની સમસ્યા દૂર થાય :

ભોજનમાં દરરોજ મરીનુ સેવન કરવાથી કબજિયાતની તકલીફ પણ દૂર કરી શકાય છે. તેના સેવનથી કોલોન કેન્સર, ઝાડા અને બીજી બેક્ટેરિયાથી થતી અનેકવિધ બીમારીઓ સામે રક્ષણ મળી શકે છે.

આ સિવાય કાળા મરી એ ચહેરા પરની કરચલીઓ દૂર કરે છે, વજન ઘટાડે છે, સફેદ ડાઘ, સંધિવા, તાવ, શારીરિક શક્તિ વધારવા, લકવો, હરસ-મસા, ઝાડા વગેરે રોગોની સારવારમાં વાપરી શકાય છે. આ ઉપરાંત તે સામાન્ય રોગો જેવાકે માથાનો દુખાવો, શરદી-ઉધરસ, કફ, દાંતના દર્દ, પેટના રોગ, આંખની તકલીફ, દમ કે અસ્થમા, મૂત્ર રોગ, ઘાવ સુકાવા, વાઈ, કેન્સર, ડિપ્રેશન કે તણાવ વગેરેને દૂર કરવા માટે પણ અસરકારક સાબિત થાય છે. તેથી, રોજિંદા જીવનમાં કાળા મરીનો ઉપયોગ અવશ્યપણે કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *