અત્યારે નહી ઓળખી શકો “મહાભારત” ના પાત્રો ને, “ગાંધારી” તો અત્યારે પણ છે આટલી ફીટ અને…
મિત્રો, હાલ કોરોના વાઈરસ ની વિકરાળ સમસ્યાના કારણે સમગ્ર દેશમા લોકડાઉન ચાલી રહ્યુ છે. ત્યારે આ સમય દરમિયાન લોકો ને ઘરબેઠા કંટાળો ના આવે અને તેમનો સમય પણ પસાર થઈ જાય તથા તમે કુટુંબ સાથે બેસીને પણ જોઈ શકો તે માટે રામાયણ અને મહાભારત જેવા ધારાવાહિક ફરી થી ટેલિવિઝન પર પ્રસારિત કરવામા આવ્યા છે.
આ બંને ધારાવાહિક ટેલિવિઝન પર ફરીથી શરૂ કરવામા આવેલા હોવાથી તેમા કાર્ય કરી ચૂકેલા કલાકારો પણ ચર્ચા નો વિષય બન્યા છે. હાલ આપણે આજે આ લેખમા ચર્ચા કરીશુ કે મહાભારતના આ કલાકારો વર્તમાન સમયમા કેવા દેખાય છે? આપણે અગાઉ રામાયણ અને તેના પાત્રો વિશે પણ ચર્ચા કરી હતી જ્યારે આજે હાલ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મહાભારતના કલાકારો વિશે. તો ચાલો હવે જોઈએ મહાભારત ના એક્ટર્સ ની એ સમય ની અને હાલ ના સમય ના ફોટોઓ.
નીતિન ભારદ્વાજ :
મહાભારતમા પ્રભુ શ્રી કૃષ્ણનુ પાત્ર નિભાવનાર નીતિન ભારદ્વાજએ તેના અભિનય થી લોકો ના હૃદય મા વિશેષ જગ્યા બનાવી હતી. હાલ વર્તમાન સમયમા તે સ્ક્રીન રાઈટીંગ અને ડાયરેકશન નુ કાર્ય કરી રહ્યા છે.
રૂપા ગાંગુલી :
બી.આર ચોપડા દ્વારા નિર્દેશિત મહાભારતમા દ્રોપદી નુ પાત્ર અભિનેત્રી રૂપા ગાંગુલીએ નિભાવ્યું હતુ. તે અનેક ફિલ્મોમા પણ કાર્ય કરી ચુકી છે.
પુનીત ઇસ્સર :
મહાભારતમા દુર્યોધન નુ પાત્ર ભજવનાર પુનીત ઈસ્સર હાલ કઈક દેખાય છે આવા. મહાભારતમા તેના અભિનય ને પણ લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામા આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ સિવાય તે રીયાલીટી શો બીગ બોસ મા પણ નજરે આવી ચુક્યા છે.
પંકજ ધીર :
મહાભારતમા પંકજ ધીર એ પણ કર્ણ નુ પાત્ર ભજવીને લાખો લોકોના હૃદય જીત્યા હતા. આ સિવાય પણ તે અનેક ફિલ્મોમા અને સીરીયલોમા કાર્ય કરી ચુક્યા છે.
મુકેશ ખન્ના :
અભિનેતા મુકેશ ખન્નાએ મહાભારત મા ભીષ્મ નુ પાત્ર રોલ ભજવ્યુ હતુ. જો કે મોટા ભાગના લોકો તેને હજુ પણ શક્તિમાન થી જ ઓળખે છે.
ગજેન્દ્ર ચૌહાણ :
અભિનેતા ગજેન્દ્ર ચૌહાણ મહાભારતમા યુધિષ્ઠિરના પાત્ર મા જોવા મળ્યા હતા. મહાભારત સિવાય તે અન્ય અનેક ફિલ્મોમા અને ટીવી સીરીયલમા કાર્ય કરી ચુક્યા છે. આ સિવાય તેમને “ફિલ્મ એન્ડ ટેલીવીઝન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા” ના ચેરમેન તરીકે પણ નિયુક્ત કરવામા આવ્યા હતા.
રાજ બબ્બર :
પ્રખ્યાત અભિનેતા રાજ બબ્બર મહાભારતમા રાજા ભરત ના કિરદારમા જોવા મળ્યા હતા. રાજ બબ્બર બોલીવુડ ના એક પ્રખ્યાત અભિનેતા છે અને તેમણે ઘણી બધી સુપરહિટ ફિલ્મોમા પણ કાર્ય કર્યુ છે.
રેણુકા ઇસરાની :
અભિનેત્રી રેણુકાએ મહાભારતમા ગાંધારી નુ પાત્ર ભજવ્યુ હતુ. રેણુકા એક પ્રખ્યાત અભિનેત્રી રહી ચૂકી છે અને તેમણે મહાભારત સિવાય અન્ય ઘણી સીરીયલોમા પણ કાર્ય કર્યુ છે.
દારા સિંહ :
હનુમાનજી નુ પાત્ર દારાસિંહ દ્વારા નિભાવવા મા આવ્યુ હતુ. વાસ્તવમા તો હનુમાનજી એ રામાયણ યુગમા હતા પરંતુ, આપણા શાસ્ત્રોમા એવુ દર્શાવ્યુ છે કે તે મહાભારત ના યુધ્ધ સમયે હાજરાહજૂર હતા. હનુમાનજી નુ પાત્ર ભજવનાર દારાસિંહ નુ તો નિધન થઇ ચૂક્યુ છે.