અત્યારે લોકડાઉન લંબાવવા ની સાથે જ સરકારે આપી ખોબા ભરી-ભરી ને છૂટ

Spread the love

મિત્રો, હાલની ગંભીર પરિસ્થિતિને જોઇને દેશમા લોકડાઉન બે અઠવાડિયા માટે વધારવામા આવ્યુ છે. આ વિશે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામા આવી ચૂક્યુ છે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમા મળી શકશે થોડી વિશેષ રાહત પરંતુ, રેડ ઝોનમા હાલ કોઈ રાહત આપવામા આવશે નહી. લોકોને તબક્કાવાર રીતે આ લોકડાઉનમા રાહત આપવામા આવશે. દેશમાં ૧૩૦ જેટલા રેડ ઝોન જિલ્લાઓ છે. ઓરેન્જ ઝોનમા ૨૮૪ અને ગ્રીન ઝોનમા ૩૧૯ જેટલા જિલ્લાઓ નો સમાવેશ થાય છે. ગ્રીન ઝોનમા હજુ પણ મોલ્સ, શાળાઓ, કોલેજો અને ધાર્મિક સ્થળો બંધ જ રહેશે.

ગૃહમંત્રાલયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ હેઠળ આદેશ આપ્યો છે કે, લોકડાઉન ૪ મે બાદ ૨ અઠવાડિયા સુધી લંબાવી દીધુ છે. ગૃહ મંત્રાલયે જણાવ્યુ છે કે હવાઈ યાત્રા, રેલવે યાત્રા, મેટ્રો યાત્રા, શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક તથા તાલીમ / કોચિંગ સંસ્થાઓ સહિત આંતરરાજ્ય હિલચાલ ભારતના તમામ ઝોનમા બંધ રહેશે. ગ્રીન ઝોનમા ૫૦ ટકા જેટલી બસો દોડશે. આ પ્રવૃત્તિઓ માટે ઓરેંજ ઝોનમા મંજૂરી આપવામા આવી છે. અહી લોકો માટે વાહન વ્યવહાર શરૂ થઈ શકશે પરંતુ, ૧ ડ્રાઈવર ઉપરાંત ૨ મુસાફરોને બેસાડી શકશે. ઓરેંજ ઝોનમા મોટરસાયકલ પર પાછળ બેસવાની મંજૂરી આપવામા આવશે.

તમને જણાવી દઇએ કે, કોરોના વાયરસના કેસોમા હજુ પણ નિરંતર વધારો થઈ રહ્યો છે. આ બાબતોને ધ્યાનમા રાખીને જ લોકડાઉન વધારવાનો નિર્ણય લેવામા આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમા કોવિડ-૧૯ થી મૃત્યુની સંખ્યા આજે વધીને ૧,૧૫૨ થઈ ચૂકી છે. હાલ, સુધીમા ૩૫,૩૬૫ લોકોને ચેપ લાગી ચૂક્યો છે. ૩ મેના રોજ વર્તમાન લોકડાઉન સમાપ્ત થવાનુ હતુ પરંતુ, પરિસ્થિતિ ને જોઇને લોકડાઉન ૧૭ મે સુધી લંબાવવામા આવ્યું છે. લોકડાઉનનો પહેલો સમયગાળો ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ સુધીનો હતો ત્યારબાદ લોકડાઉન ૧૫ એપ્રિલથી ૩ મે સુધી લંબાવવામા આવ્યુ હતુ.

હાલ ગૃહમંત્રાલય દ્વારા લોકડાઉન નો ત્રીજો તબક્કો લાગુ કરવા માટેનો આદેશ જારી કરવામા આવ્યો છે. આ પહેલા ગૃહ મંત્રાલયે લોકડાઉનના કારણે ફસાઈ ચૂકેલા લોકોની અવરજવર માટે ટ્રેનોના ઉપયોગની મંજૂરી આપી હતી. ત્યારબાદ રેલવે એ જણાવ્યુ હતુ કે ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન્સ મુજબ આંતરરાષ્ટ્રીય મજૂર દિન પર ૧ મેથી લેબર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામા આવશે એવો નિર્ણય લેવાયો. રેલ્વેએ જણાવ્યુ કે, આ યાત્રીઓ ઘરે જાય તે પહેલા રાજ્યો દ્વારા તેમની યોગ્ય તપાસ કરવામા આવશે અને જે વ્યક્તિમા કોરોના વાયરસના લક્ષણો જોવા મળશે નહિ તેમને યાત્રા કરવાની છૂટછાટ આપવામા આવશે.

તેમણે નિવેદનમા જણાવ્યુ છે કે, રાજ્યો દ્વારા સામાજિક અંતર નુ યોગ્ય પાલન કરતા યાત્રીઓ અને સંક્રમણ મુક્ત બસોને સ્ટેશન લાવવામા આવશે. આ પૂર્વે ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યુ હતુ કે, રેલવેથી મજૂરો, યાત્રાળુઓ અને વિદ્યાર્થીઓની હિલચાલ અંગેના આદેશો આપવામા આવ્યા છે. રેલ્વે બોર્ડ ને વ્યવસ્થા કરવામાટે જણાવ્યુ હતુ અને હવે બસો ની વાત કરવામા આવી રહી છે. આ અંગે રાજ્યોએ હવે રેલ્વે બોર્ડનો સંપર્ક કરવો પડશે. હાલ, રેડ ઝોનમા અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, બનાસકાંઠા, પંચમહાલ, આણંદ , અરવલ્લી અને ભાવનગર આવે છે.

ત્યારબાદ ઓરેન્જ ઝોનમા રાજકોટ, પાટણ, ભરૂચ, વલસાડ, બોટાદ, દાહોદ, નર્મદા, કચ્છ, છોટા ઉદેપુર, નવસારી, મહીસાગર, ગીર સોમનાથ, મહેસાણા, ડાંગ , ખેડા, સાબરકાંઠા, તાપી, જામનગર, સુરેન્દ્રનગર વગેરે નો સમાવેશ થાય છે અને અંતે ગ્રીન ઝોનમા મોરબી, અમરેલી, પોરબંદર , જુનાગઢ, દ્વારિકા જિલ્લાનો સમાવેશ થાય છે. રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન પ્રમાણે જુદા-જુદા નીતિ-નિયમો બનાવવામા આવ્યા છે. ક્યા વિસ્તારમા શું-શું ચાલુ રહેશે તેના માટે સરકાર દ્વારા વિવિધ નીતિ-નિયમો બનાવ્યા છે. આ નિયમ અનુસાર જ વિવિધ વસ્તુઓ તથા માર્કેટ કાર્યરત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *