અઠવાડિયાના આ દિવસે સ્ત્રીઓએ ક્યારેય પણ ન ધોવા જોઈએ વાળ, જાણો તેની પાછળનુ રહસ્ય
આજ ના આ આર્ટીકલ મા વાત કરવા જઈ રહ્યા છીએ કે કેમ મંગળવાર, ગુરુવાર તેમજ શનિવારે સ્ત્રીઓ ને વાળ ન ધોવા જોઈએ. શું છે તેની પાછળ નુ સત્ય હકીકત. મોટેભાગે તમામ ભારતીય ઘરો મા સાસુ પણ તેમની વહુઓ ને સમજાવતા જોવા મળે જ છે બને તો આ દિવસો દરમિયાન વાળ ને ના ધોવા જોઈએ. તો ચાલો આજે અમે જણાવીએ કે શું કામે અગાવ આપણા વડવાઓ આવું જણાવતા હતા, શું છે તેની પાછળ નો રહસ્ય.
અઠવાડિયા મા મંગળવાર ના દિવસે દરેક સુહાગણ સ્ત્રીએ વાળ ને ન ધોવા જોઈએ. કુવારી દીકરીઓ વાળ ધોઈ શકે છે. આ સિવાય સ્ત્રીઓ ને ગુરૂવારે પણ વાળ ન ધોવા જોઈએ આથી ઘર મા સદેવ ને માટે ધન ની ઉણપ બની રહે છે. આ સાથે એક કથા નો પણ ઉલ્લેખ છે કે બૃહસ્પતિ ની કથા મુજબ તેમા એક રાણી હતી જે નિયમિત આ દિવસો મા જ વાળ ધોતી જેથી તેનું સમગ્ર ધન જતુ રહ્યુ હતુ.
આ લીધે તેને ગરીબી નો સામનો કરવો પડ્યો હતો. કુવારી દીકરીઓ વાળ ધોઈ શકે છે. પણ તેમાય જે દીકરીઓ એ વિષ્ણુ ભગવાન નુ વ્રત રાખતી હોય તેમને પણ આ ગુરુવાર ના દિવસે વાળ ન ધોવા જોઈએ. જે સૌભાગ્યવતી સ્ત્રીઓ શનિવાર ના દિવસે વાળ ને ધોવે છે તો તેમના પતિ માટે શત્રુભય ઉત્પન્ન થઇ શકે છે માટે કોઇપણ વિવાહિત સ્ત્રીઓ એ વાળ ન ધોવા જોઈએ. આ સિવાય આ દિવસો દરમિયાન વાળ ધોવા થી તેમના પતી ના દરેક કાર્યો મા મુશ્કેલીઓ આવે છે અને તેને કષ્ટો ભોગવવા પડે છે.
આ સિવાય અમાસ ના દિવસે પણ વાળ ને ન ધોવા જોઈએ. જો આ દિવસો મા વાળ ન ધોવા મા આવે તો તેથી ઘર પરિવાર તેમજ દરેક ના જીવન મા ઘણા લાભ થાય છે અને ધન ની પ્રાપ્તિ થાય છે.