અપહરણ પછી માતા સીતેએ રાવણને કહી હતી આ ત્રણ વાતો, જે આજે પણ છે એકદમ સાચી..

Spread the love

મિત્રો ભગવાન શ્રી રામ અને માતા સીતા વિશે તો આપણે દરેક લોકો જાણીએ જ છીએ કે ભગવાન શ્રી રામ ને ૧૪ વર્ષનો વનવાસ થયો હતો અને એ દરમિયાન માતા સીતા અને લક્ષ્મણજી પણ તેની સાથે હતા. અને એ દરમિયાન રાવણે છળ કરીને માતા સીતાનું અપહરણ કરી લીધું હતું. અને એ સમયે માતા સીતાએ રાવણને આ દુષ્ટ અને ઘૃણિત કાર્ય બદલ દંડ માટે શ્રાપ પણ આપ્યો હતો. અને એ સમયે માતા સીતાએ રાવણને વાતો જણાવી હતી. જે આજના આપણા જીવનમાં આપણે પણ જાણવી ખુબજ જરૂરી છે.


જે પુરુષ પોતાની સ્ત્રી ઉપરાંત કોઈ અન્ય પરાઈ સ્ત્રી પર ખરાબ નજર રાખે અને તેની અનુમતિ વગર તેને અડવાનો પ્રયાસ પણ કરે તો તે દુરાચારી કહેવાય છે, અને તેણે આ પાપ ભોગવવું જ પડે છે. તેણે આ સંસારમાં રહીને જ તેની કિંમત ચૂકવવી પડે છે. તેથી ક્યારેય કોઈ પરાઈ સ્ત્રી સામે ખરાબ દ્રષ્ટિથી જોવું ના જોઈએ અને સ્ત્રીઓને ઈજ્જત, માન અને સમ્માન આપવું જોઈએ. આવું કરવાથી પાપ માંથી છુટકારો મેળવી શકાય છે.


જે વ્યક્તિ પાસે વધારે ધન સંપત્તિ હોય તેણે પોતાની અંદર ઘમંડ નાં રાખવો જોઈએ કારણકે એવું કહેવાય છે કે પીસાતો હાથનો મેલ છે જે આજે છે અને કાલે જતા પણ રહે છે તેથી ક્યારેય પૈસાનો ઘમંડ ના કરવો જોઈએ, કારણકે ઘમંડના નશામાં વ્યક્તિની વિચારવાની ક્ષમતા શૂન્ય થઇ જાય છે અને તે કોઈ ખોટું કામ કરી બેસે છે અને પૈસાના નશામાં ખોટા પગલા પણ ભરી બેસે છે. અને અન્ય વ્યક્તિઓને તુચ્છ સમજવા લાગે છે. અને એજ ઘમંડ તેના વિનાશનું કારણ બને છે.


સીતા માતાએ રાવણને છેલ્લે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ ગમે એટલો શક્તિ શાળી કેમ ના હોય તેણે પોતાના બળનો દુરઉપયોગ કે અભિમાન ક્યારેય ના કરવું જોઈએ. કારણકે બળનો ખોટો ઉપયોગ કરવાથી તેનું પુણ્ય ઘટી જાય છે અને પાપ વધી જાય છે. અને એજ એ વ્યક્તિના મૃત્યુનું કારણ બની જાય છે.


માતા સીતા દ્વારા રાવણને કહેવાયેલ આટલી વાતો જો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારે અને તેને અનુસરે તો તેના જીવનનો ઉદ્ધાર થઇ જાય છે. તેથી આટલી વાતોનું ખુબજ ધ્યાન રાખવું જોઈએ, આ દરેક વાતો આપણા સૌ માટે ખુબજ ઉપયોગી બાબતો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *