અપચા, ગેસ અને પેટ સાથે જોડાયેલી અન્ય ઘણી સમસ્યાઓને દૂર કરે છે આ આયુર્વેદિક ઉપચાર, આજે જ જાણી લો તેની ઉપયોગ ની રીત…

Spread the love

અનિયમિત ભોજન, ભારે અને મસાલાવાળા ખોરાકનું સેવન, વધારે સૂઈ રહેવું, અનિયમિત પાણી પીવું, ઉજાગરા કરવા, કસરત ન કરવી, માનસિક ચિંતામાં રહેવું જેવી અનેક સમસ્યાઓથી શરીરમાં અપચો થાય છે. કેટલાક લોકોને તેમની નોકરીના કામ બેઠા બેઠા કરવાના હોય છે. તે લોકોને આવી સમસ્યાઓ થાય છે. તે બીમારી આપણે જોવા જઈએ તો નાની લાગે છે પરંતુ, તે ક્યારેક ભયંકર મુશ્કેલીજનક બની શકે છે.

કોલેરા, એસિડિટી, કબજિયાત, મરડો, હેડકી, તાવ વગેરે જેવી બીમારીઓ અપચાને કારણે થઈ શકે છે. તરસ લાગે ત્યારે નિરાતે પાણી પીવું જોઈએ. કેટલાક લોકો ઝડપથી એક શ્વાસે પાણી પીવે છે. તે શરીરના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ઉપવાસ કરવો એ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેનાથી શરીરમાં રહેલા ઝેરી તત્વોનો નાશ થાય છે અને પેટ સાફ રહે છે. એસિડિટી થવાથી શરીરમાં અપચો જેવી સમસ્યાઓ થાય છે.

બેકિંગ સોડાએ એસિડિટી અને અપચા માટેની સમસ્યા દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે. પાણીમાં થોડા તે નાખીને તેને પીવાથી આ સમસ્યા દૂર થાય છે. તેનાથી પેટની બળતરા દૂર થઈ શકે છે. તેમાં રહેલા એસિડને કારણે આવી બીમારીઓ દૂર થાય છે. સૂંઠ, મરી, સિંધવ, હિંગ આ બધી વસ્તુઓને મિક્સ કરીને તેમાં લીંબુનો રસ નાખીને તેની ગોળી બનાવવી જોઈએ. તેને નિયમિત લેવાથી અપચો જેવી સમસ્યાઓ દૂર થાય છે.

કેટલાક લોકોને રાત્રે સુવા સમયે નાસ્તો કરવાની ટેવ હોય છે. તેનાથી શરીરમાં અપચો જેવી અનેક સમસ્યાઓ થાય છે. ભોજનમાં રોટલી શાક, મગ ભાત, મગનું ઓસામણ, તુવેરની દાળ, દૂધી, લીલા પાનવાળા શાકભાજી જેવા શાકભાજી ખાવા જોઈએ. તેનાથી પેટની તકલીફો દૂર થાય છે. લીંબુમાં સંચળ અને મરીનો પાવડર નાખીને તેને પીવાથી અપચો જેવી સમસ્યાઓ દૂર થાય છે. તે બીમારી દૂર કરવા માટે સુવાદાણાનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે.

શરીરની પાચનક્રિયા સારી રાખવા માટે પપૈયું ખૂબ ઉપયોગી છે. તેના પર મરી નાખીને તેને ખાવાથી પેટની તકલીફ દૂર થાય છે. પાઈનેપલ પર મીઠું નાખીને ખાવાથી પેટની અનેક તકલીફ દૂર થાય છે. જમવામાં ડુંગળીનો ઉપયોગ કરવો જોઈએ. વારંવાર અપચો જેવી પેટની તકલીફ થતી હોય તે લોકોને અજમામાં સંચળ નાખીને પીવાથી તે સમસ્યા દૂર થાય છે.

જીરું અપચો જેવી સમસ્યાઓ દૂર કરવા માટે ખૂબ જરૂરી છે. તેને શેકીને તેનું ચૂર્ણ બનાવીને તેમાં મીઠું નાખીને નિયમિત પીવું જોઈએ. તેનાથી એસિડિટી, ગેસ જેવી બીમારીઓ દૂર થાય છે. મધ અને આદુનો રસ મિક્સ કરીને પીવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. હિંગનો ઉપયોગ નિયમિત કરવાથી આ બીમારીઓ દૂર થાય છે. બહારનું જમવાનું બને તેટલું ઓછું કરવું જોઈએ. તેનાથી પેટની તકલીફો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *