એન્ટિબાયોટિક દવા ખાવાની જગ્યાએ બાળકો ના દરેક પ્રકારની બીમારીઓ ને દુર કરવા માટે અજમાવો જુઓ આ આયુર્વેદિક ઉપચાર, બાળકો બનશે તેજસ્વી તેમજ બુદ્ધિશાળી…

Spread the love

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયનુ વાતાવરણ એવુ મિશ્ર બની ગયુ છે કે, ક્યારે ગરમી અને ક્યારે ઠંડી પડે તેનો અંદાજ લગાવવો ખુબ જ મુશ્કેલ બની ગયો છે અને તેના કારણે લોકો આ બે ઋતુઓના એકસાથે મિશ્રણના કારણે બીમાર પડી રહ્યા છે. આજે આ લેખમા અમે તમને અમુક એવા અસરકારક આયુર્વેદિક નુસ્ખાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેનો ઉપયોગ કરીને તમે તમારા સ્વાસ્થ્યને નીરોગી અને તંદુરસ્ત રાખી શકો છો, તો ચાલો જાણીએ.

જો તમે ખજૂરની એક પેશી ચોખાના ઓસામણ સાથે ભેળવીને ત્યારબાદ તેને ક્રશ કરીને તેમા થોડુ પાણી ઉમેરી અને નાના બાળકોને બે-ત્રણ વખત આપો તો નબળા બાળકોનુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. આ સિવાય જો તમે એક ચમચી પાલકની ભાજીનો રસ મધમા મિક્સ કરીને ત્યારબાદ તેનુ નિયમિત સેવન કરો તો તમારા બાળકો ખુબ જ શક્તિશાળી બને છે. આ સિવાય જો તમે પાકા ટમેટાનો તાજો રસ નાના બાળકોને દિવસમા બે-ત્રણ વાર ખવડાવો તો તમારા બાળકો નીરોગી અને તંદુરસ્ત બને છે.

આ સિવાય જો તમે તુલસીના પાનનો રસ કાઢી તેના પાંચ થી દસ ટીપા પાણીમા ઉમેરીને નિયમિત તમારા બાળકોને સેવન કરાવડાવો તો તેમના સ્નાયુઓ અને હાડકા મજબૂત બને છે અને બાળક જલ્દી-જલ્દી ચાલતા શીખે છે. વાંસના વૃક્ષમાથી નીકળતા સફેદ ગર્ભને વંશલોચન તરીકે પણ ઓળખવામા આવે છે. તેનો ૧-૧ ચમચી પાવડર દર ચાર કલાકના અંતરે મધ સાથે ચટાડવાથી બાળકોની ઉધરસની સમસ્યા દૂર થાય છે.

જો તમે ધાણા અને સાકરને ચોખાના ઓસામણમા ભેળવીને બાળકોને પીવડાવો તો તમે ઉધરસની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. આ સિવાય જો તમે દાડમને ક્રશ કરીને તેનો રસ તૈયાર કરીને તમારા બાળકોને સેવન કરાવડાવો તો પણ તમે ઉધરસની સમસ્યાને જડમુળથી દૂર કરી શકો છો.

આ ઉપરાંત જો બાળકની છાતી કફથી ભરાઈ ગઈ હોય તો તુલસીના પાનનો રસ મધમા મિક્સ કરીને બે-ત્રણ વાર તેનુ સેવન કરો અને ત્યારબાદ તુલસીના રસને ગરમ કરીને છાતી, નાક તથા કપાળે લગાડો તો તમને શરદી અને કફની સમસ્યામા ખૂબ જ રાહત મળે છે. આ સિવાય જો નાગરવેલના પાન પર એરંડિયુ લગાડી અને ત્યારબાદ તેને સહેજ ગરમ કરીને નાના બાળકની છાતી પર લગાવો અને ગરમ કપડાથી હળવો શેક કરો તો બાળકની છાતીમા ભરાયેલ કફ છૂટો પડી જાય છે.

આ સિવાય જો બાળકને સસણીની સમસ્યા થાય તો નાગરવેલનુ પાન અને લવિંગ પાણીમા ઉકાળી અને ત્યારબાદ તેને ચોળી પછી ગાળીને સહેજ તેમા ટંકણખાર ઉમેરી અને પિવડાવવામા આવે તો તમને રાહત મળી શકે છે. આ ઉપરાંત જો ગૌમૂત્રમા ચપટી હળદર ઉમેરી અને તેનુ સેવન કરાવડાવામા આવે તો પણ બાળકોની સસણીની સમસ્યા દૂર થઇ શકે છે.

આ સિવાય જો મધમા કાળીજીરીનુ ચૂર્ણ મિક્સ કરીને કરાવવામા આવે તો કરમિયાની સમસ્યા દૂર થાય છે. આ સિવાય જો નાના બાળકને પેટમા દુખતુ હોય અથવા તો તેમનુ પેટ ફૂલી ગયુ હોય તો અડધી ચમચી હિંગમા બે-ત્રણ ટીપા પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરીને પેટ પર લગાવવામા આવે તો પેટદર્દની સમસ્યા તુરંત દૂર થાય છે.

આ સિવાય જો તમે તુલસીના પાનના રસમા થોડી સૂંઠ મિક્સ કરીને તેનુ સેવન કરો તો બાળકોને પેટની ચૂંકની સમસ્યા દૂર થાય છે. આ સિવાય નાગરવેલના પાનના રસમા મધ મિક્સ કરી સેવન કરવામા આવે તો તમે અપાનવાયુ, આફરો તથા અપચોની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. આ સિવાય કારેલાના પાનના રસમા થોડી હળદર ઉમેરી અને નાના બાળકને આપવામા આવે તો નાના બાળકની પેટદર્દની સમસ્યા તુરંત મટી જાય છે.

આ ઉપરાંત જો તમે એક ચમચી તાંદળજાનો રસ નિયમિત સેવન કરો તો તમને કબજિયાતની સમસ્યા સામે રાહત મળી શકે છે. આ ઉપરાંત જો બે એલચી અને એક ચમચી ખસખસ બદામી થાય ત્યા સુધી શેકી અને વાટીને મધ અથવા વાટેલી સાકર સાથે ચટાડવામા આવે તો બાળકના ઝાડાની સમસ્યા તુરંત દૂર થઇ જાય છે. આ સિવાય તુલસીના પાનનો રસ મધમા મિક્સ કરીને પેઢા પર ઘસવામા આવે તો બાળકના દાંતની સમસ્યા સરળતાથી દૂર થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *