અનેક રોગો ની એક દવા એટલે “સુંઠ”, જાણો તેના ચમત્કારિક ગુણો વિષે…

Spread the love

મિત્રો લગભગ દરેક વ્યક્તિ સૂંઠથી તો પરિચિત હોય જ છે, તો 2-3 ચપટી જેટલું સુંઠનું ચુર્ણ 2 ચમચી દીવેલમાં મીશ્ર કરી સવાર-સાંજ 2-3 અઠવાડીયાં લેવામાં આવે તો વાયુ, કફ અને મળબંધ મટાળી શકે છે,અલબત ઉલટી, ઉધરસ, હૃદયરોગ, હાથીપગુ, સોજા, હરસ, શ્વાસ અને પેટનો વાયુ માટે પણ આશીર્વાદ રૂપ છે.

-જો કોઈને હાડકાના સાંધાઓની તકલીફ હોય તો સોજામાં સુંઠ અને દીવેલના ઉપયોગથી ફાયદો થાય છે.

-મિત્રો મીઠું અને સુંઠ ને ઉકાળી ઠંડુ કરેલું પાણી પીવાથી ઘણા રોગોમાં ફાયદો થાય છે. જેમ કે ઉંઘ નીયમીત આવી જશે. શરદી, દમ, ઉધરસ, નવો તાવ વગરેમાં મીઠું અને સુંઠનું મિક્સ કરેલું પાણી જ પીવું જોઈએ. એનાથી વાયુ અને કફનો નાશ આસાનીથી થાય છે.

-એક નાની ચમચી સુંઠનું ચુર્ણ, એક ચમચી જેટલો ગોળ અને એકાદ ચમચી ઘી મીશ્ર કરી નાની નાની ગોળીઓ બનાવી ખુબ ચાવીને સવારે નરણા કોઠે લેવાથી શરદી, સળેખમ, દમ, ઉધરસ અને એલર્જી મટે છે તથા સારી ભુખ જાગે છે અને કફ છુટો પડે છે.

– સુંઠને ગોળ સાથે ભેળવીને ખાવાથી કે પાણી સાથે ફાકવાથી શરીર એકદમ ઠંડુ થઈ જાય છે, આ ઉપરાંત અરુચી, ચુંક, આંકડી આવી હોય કે સળેખમ થયું હોય તો લાભ થાય છે.

– રોજ સવારે એકાદ ચમચી સુંઠનું ચુર્ણ બનાવી એક નાની ચમચી ગોળ અને એક બે ચમચી ગાયનું ઘી મેળવીને ગોળીઓ બનાવી લેવાથી થોડા દીવસોમાં અપચો, ભુખ ન લાગવી-મંદાગ્ની અને ગેસની તકલીફો મટી જાય છે.

– શરદી, સળેખમ, શ્વાસ જેવા કફના રોગો માટે આદુના રસમાં પાણી અને જરુર પુરતી સાકર નાખી પાક કરવો ત્યાર બાદ તેમાં કેસર, એલચી, જાયફળ, જાવંત્રી અને લવીંગ નાખીને કાચની નાની બોટલમાં ભરી રાખો અને આ પાક અડધી ચમચીની માત્રામાં સવાર-સાંજ લો.

-નાની અડધી ચમચી સુંઠ માં બે ચમચી મધ નાખી સવાર-સાંજ ચાટવાથી કફના રોગોમાં રાહત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *