લગભગ ૧૦ લોકો સાથે અફેર, ૨ દીકરીઓ છતા પણ આ હિરોઈન હજુ કુંવારી ની કુંવારી જ રહી…

Spread the love

બોલિવૂડ ફિલ્મ જગતમાં એવી ઘણી અભિનેત્રીઓ છે કે જેમણે એક પછી એક એમ અનેક હિટ ફિલ્મો આપી હોય અને ત્યારબાદ અચાનક જ ફિલ્મોથી દૂર જતી રહી હોય. વર્ષ ૧૯૯૪ મા મિસ યુનિવર્સનો ખિતાબ જીતી ને બોલિવૂડ ફિલ્મ જગતમા પ્રવેશ કરનારી અને ઘણા મોટા સ્ટાર્સ સાથે પણ કામ કરનારી અભિનેત્રીનો હમણાં જ જન્મદિવસ ગયો, પરંતુ હવે તે લાંબા સમયથી રૂપેરી ફિલ્મી પડદેથી દૂર છે. આ અભિનેત્રીનુ નામ છે સુષ્મિતા સેન. સુષ્મિતા સેનની ગણતરી તે બોલિવૂડ અભિનેત્રીઓમા થાય છે કે જેમણે પોતાની શરતો પર જ જીવન જીવ્યુ હોય. સુષ્મિતા સેન ૪૪ વર્ષની છે છતા પણ હજુ કુંવારી જ છે.

સુષ્મિતા સેન હાલમા તો તેનાથી ૧૫ વર્ષ નાના મોડેલ તલ્લીતાલ ના રહેવાસી રોહમન શોલ સાથે અફેરને લઈને ખુબ ચર્ચામાં છે. પરંતુ આ પહેલી વખત નથી. કારણ કે તેના એક કે બે નહિ પરંતુ તેનાથી પણ વધુ અફેર રહી ચૂક્યા છે. સુષ્મિતા સેન અફેરને લઈને ઘણી ફિલ્મી હસ્તીઓ સાથે ચર્ચામાં રહી ચુકી છે. પ્રખ્યાત દિગ્દર્શક વિક્રમ ભટ્ટ પણ સુષ્મિતા સેન સાથેના સબંધોને લઈને સોશિયલ મીડિયામા ખૂબ ચર્ચામા રહ્યા હતા. તે વખતે વિક્રમ ભટ્ટ ૨૭ વર્ષનો હતો અને સુષ્મિતા માત્ર ૨૦ વર્ષની જ હતી.

વિક્રમ ભટ્ટ સાથેના સુષ્મિતા સેનના અફેરને લઈ ખુબ ચર્ચાઓ થઈ હતી. ત્યા સુધી કે વિક્રમ ભટ્ટના આ અફેરના કારણે તેની પત્ની સાથે છૂટા-છેડા પણ થઈ ગયા હતા. છૂટા-છેડા બાદ વિક્રમ ભટ્ટે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. સુષ્મિતા સેનનુ બોલિવૂડ એક્ટર રણદીપ હૂડા સાથે પણ અફેર રહ્યુ છે. બંને અનેક વખત એક-બીજા સાથે જોવા મળ્યા છે. પરંતુ રણદીપ સાથે તેમનુ અફેર લાંબુ ચાલ્યુ ન હતુ અને તે બંને ટૂંક સમયમાં જ અલગ થઈ ગયા હતા.

સુષ્મિતા સેનનુ નામ અત્યાર સુધીમા શબીર ભાટિયા, વસીમ અકરમ, રિતિક ભસીન, બંટી સજદેહ, ઇમ્તિયાઝ ખત્રી, સંજય નારંગ, મુદસર અઝીઝ અને માનવ મેનન સાથે પણ જોડાઈ ચૂક્યુ છે. સુષ્મિતા સેનના હજુ આજની તારીખે પણ લગ્ન થયા નથી અને તે બે દીકરીઓની સિગંલ માતા છે. સુષ્મિતા સેને તેની કારકીર્દિની શરૂઆતમા તેની પહેલી પુત્રી રેની ને દત્તક લીધી હતી. અને ત્યારબાદ થોડા વર્ષો પછી, બીજી પુત્રી અલીશાને દત્તક લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *