અમીર ઘરની વહુએ ચાવાળા સાથે કર્યું અફેર, જાણો પછી શું થયું

Spread the love

પૂણેમાં એક્સ્ટ્રામેરિટલ અફેર અને મર્ડરની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં પૂણેની એક 42 વર્ષિય પરિણિત મહિલાને ચાવાળા સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખવું અત્યંત ભારે પડી ગયું છે.

ઉલ્લેખનીય છે કે પૂણેના મુંડવા વિસ્તારની 42 વર્ષિય પરિણિત મહિલા 22મી જૂને લાપતા થઈ ગઈ હતી. આથી તેના 18 વર્ષિય દીકરાએ 25મી જૂને મુંડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જ્યારે આ ઘટનાની તપાસ શરૂ કરી તો તેમના મહિલાના ફોન કોલ્સ અને તેના સોશિયલ મીડિયા પરથી ખબર પડી કે એ મહિલા 31 વર્ષિય આનંદ નિકમના સંપર્કમાં હતી, જે પૂણેના ભોંસલે નગરમાં ચા વેચતો હતો.

જોકે પોલીસ જ્યારે આનંદ નિકમની પૂછતાછ કરવા ગઈ ત્યારે તે ફરાર થઈ ગયો હતો, પરંતુ ત્રણ દિવસ પછી પોલીસે આનંદને ઝડપી પાડીને તેની પાસે ગુનો કબુલાવ્યો હતો.

એમાં જાણવા મળ્યું હતું કે છ મહિના પહેલા આરોપી આનંદ નિકમની મહિલા સાથે ફેસબુક પર દોસ્તી થઈ હતી, જેની સાથે આનંદે પ્રેમનું નાટક કર્યું હતું. પ્રેમના નામે આનંદ જે કહેતો એ પેલી મહિલા કરવા તૈયાર થતી. આ રીતે તેઓ અનેક વખત એકબીજાને મળ્યા પણ હતા. એવામાં આનંદે ફોટોશૂટને બહાને મહિલાને ઘરેણા પહેરીને આવવા કહ્યું. મહિલાએ તેના કહ્યા મુજબ કર્યું એટલે તે મહિલાને પૂણેથી એંસી કિલોમિટર દૂર લઈ ગયો, જ્યાં તેની આંખ પર પટ્ટી બાંધીને મહિલાની હત્યા કરી નાંખી.

મહિલાએ જે ઘરેણા પહેર્યા હતા એ ઘરેણા અને મહિલાનું મોપેડ લઈને આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો અને પૂણેમાં પોતાના ઘરે આવી ગયો હતો. પોલીસને આનંદના ઘરેથી મહિલાના ઘરેણા અને તેના મોપેડ સહિત મહિલાના કપડા પણ મળ્યા હતા. હવે પોલીસ આ કેસમાં વધુ કાર્યવાહી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *