અમેરિકા મા વડોદરાના ડોક્ટર દંપતી ને લાગ્યો કોરોના પીડિતો થી ચેપ, ઘરે જ રહી એલોપેથી અને ઘરગથ્થુ ઉપચાર થી થયા સાજા ને ફરી જોડાયા દર્દીઓ ની સેવામા

Spread the love

મિત્રો, આજે આ લેખમા આપણે જે વાત વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે વાત એક ગુજરાતી તરીકે આપણ ને ગૌરવ ની લાગણી અપાવે તેવી છે. આ ઘટના અમેરિકા ના ન્યૂયોર્ક મા બનેલી છે. અમેરિકાના ન્યૂયોર્ક ની પ્રખ્યાત બુકલિન દવાખાનામા કોવિન-૧૯ ના દર્દીઓ ની સારવાર દરમિયાન વડોદરા નુ એક યુવાન દાક્તર યુગલ કોરોના વાઈરસ નો શિકાર બન્યુ હતુ.

એલોપેથી સારવાર, ઘરેલુ ઉપાય અને વિશેષ સાવચેતી રાખ્યા બાદ સ્વસ્થ અને નિરોગી થયેલુ આ યુગલ ફરીથી દર્દીઓ ની સેવામા લાગી ચૂક્યુ છે. આ યુગલ એ પોતાના અંગત અનુભવ ના આધાર પર જણાવ્યુ છે કે, કોરોના વાઈરસ થી ભયભીત થવાની જરાપણ આવશ્યકતા નથી. ફક્ત સાવચેતી રાખવાની આવશ્યકતા છે. સાવચેતી જ હાલ એકમાત્ર માર્ગ છે જે કોરોના વાઈરસમાંથી મુક્તિ અપાવી શકે છે.

દાક્તર સિદ્ધાર્થ ભેંસાણીયાએ જણાવ્યુ, અમે દરરોજ ૪૦ દર્દીઓ ને તપાસી ને તેમનુ નિદાન કરતા હતા. અમેરિકાના ન્યૂયોર્કના જાણીતા દવાખાનામા ફરજ બજાવી રહેલા દાક્તર સિદ્ધાર્થ ભેંસાણીયા અને દાક્તર જાનકી ભેંસાણીયા વડોદરાના જાણીતા ઇ એન્ડ ટી સ્પેશ્યાલિસ્ટ દાક્તર આર.બી. ભેંસાણીયા અને ગરબા ગાયક ફાલ્ગુની ભેંસાણીયાના પુત્ર અને પુત્રવધૂ છે.

એક વીડિયો સંદેશમા પોતાને થયેલા કોરોના વાઈરસની અંગે જણાવતા દાક્તર સિદ્ધાર્થ ભેંસાણીયાએ જણાવ્યુ હતુ કે, આ સમસ્યા ની શરૂઆત થઈ ત્યારથી જ અમે દરરોજ ૧૦,૧૫,૨૦ થી લઈને ૪૦ સુધી દર્દીઓ ની તપાસ કરતા હતા અને તેમનુ નિદાન કરતા હતા. ન્યૂયોર્ક મા સ્થિતિ એટલી યોગ્ય નથી. દાક્તર દંપતીએ જણાવ્યુ કે, લોકોનુ નિદાન કરતા-કરતા અમે સ્વયં જ કોરોનાના દર્દી બની ગયા હતા.

દાક્તર દંપતીએ જણાવ્યુ હતુ કે, અમને કોરોના પીડિતો ની સેવા કરતા-કરતા ગળામા ખરાશ, તાવ, ઉધરસ, શરદી જેવા લક્ષણો જણાયા હતા. આ સિવાય ચક્કર આવવા, અશક્તિ આવવી, શ્વાસ ચડવો વગેરે જેવી મુશ્કેલીઓ અનુભવાઈ. એટલે જ્યારે તપાસ કરવામા આવી ત્યારે કોરોના પોઝિટિવ આવ્યો અને અમે લોકોની સારવાર કરતા કરતા સ્વયં જ દર્દી બની ગયા હતા.

જો તમને પણ કોરોના વાઇરસ ની સમસ્યાના આ લક્ષણો દેખાય તો જરાય ગભરાશો નહી એવી સલાહ આપતા દાક્તર સિદ્ધાર્થ જણાવે છે કે, અમે ધીરજપૂર્વક અને સકારાત્મક માનસિકતા અને પ્રભુમા આસ્થા રાખી સારવાર લીધી. અમે એલોપેથિક ઔષધો ની સાથે આપણા વારસાગત ભારતીય ઔષધીય પદાર્થોનુ સેવન કર્યુ.

લીંબુ, તાજા સંતરા નો રસ, આદુ અને ફુદીનાવાળી ગરમ ચા, ગરમ પાણી વગેરેનુ સારા એવા પ્રમાણમા સેવન કર્યુ. એલોપેથિક હાઇડ્રોકસી ક્લોરોકવિન સહિતના એન્ટીબાયોટીક્સ અને આયુર્વેદિક ઔષધના સેવન નુ સારુ પરિણામ મળ્યુ. ૨ દિવસ સુધી સંપૂર્ણ આરામ લીધો અને ત્યારબાદ ક્વોરન્ટીન ના નિયમ નુ પાલન પણ કર્યુ. હાલ, અમે ફરીથી કોરોનાથી પીડિત દર્દીઓના નિદાનમા લાગી ગયા છીએ.

જો કોરોના ની સમસ્યા ઉદભવે તો સાજા થવા માટે આ સાવચેતી અને તકેદારીઓ પાળવી એ શ્રેષ્ઠ ઉપાય છે. ડો. સિદ્ધાર્થ જણાવે છે કે, કોરોના વાઈરસ ની સમસ્યાથી મુક્ત થવા માટે અમુક સાવચેતી અને તકેદારીઓ પાળવી આવશ્યક છે. આપણી એક પ્રાચીન કહેવત અનુસાર, “ચેતતા નર સદા સુખી” લોકડાઉન નુ યોગ્ય રીતે પાલન કરવુ.

આ ઉપરાંત તબીબી સારવારની સાથે પ્રાકૃતિક દેશી ઉપચારો પણ અજમાવવા જેથી કોરોનાથી રક્ષણ મળી શકે. કોરોનાની સમસ્યામાંથી બહાર નીકળવુ જરાપણ અઘરુ નથી. તેમની એ પણ સલાહ છે કે, હાલ વર્તમાન સમયમા આવશ્યક કારણોસર ઘરની બહાર જવુ પડે તો ઘરે આવીને તુરંત બધા જ કપડાં પલાળી ને ધોઈ નાખો, અને સ્નાન કરી લો. આ સાવચેતી રાખવી ખૂબ જ આવશ્યક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *