અમદાવાદમા શો-રૂમના માલિકે લગ્નની ખોટી લાલચ આપી સેલ્સગર્લને ૨ વર્ષ સુધી પીંખી

Spread the love

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારના લેડીઝ કપડાના શો-રૂમના માલિક વિરૂદ્ધ વેજલપુર સ્થાનિક પોલીસ સ્ટેશનમા સૃષ્ટિ વિરુદ્ધ શારીરિક દુષ્કર્મ આચરવાની ફરિયાદ એક યુવતીએ નોંધાવી છે. ફરિયાદ મુજબ યુવતીને નોકરીએ રાખીને અપરાધીએ મિત્રતા કેળવી પ્રેમ-સબંધ બાંધી લગ્નની ખોટી લાલચ આપી અનેક વખત શારીરિક સબંધો બાંધ્યા હતા.

૨ વર્ષ સુધી યુવતી સાથે શારીરિક સબંધ બાંધતા શખ્સ સમક્ષ જયારે યુવતીએ લગ્ન અંગે વાતચીત કરી ત્યારે આરોપી ઉશ્કેરાય ગયો હતો. ૭ દિવસ પહેલા યુવતીને જેમ ફાવે તેમ બોલીને નોકરીમાંથી કાઢી મુકી હતી. વેજલપુર સ્થાનિક પોલીસે આરોપી વિરૂદ્ધ કાયદાકીય ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરના વેજલપુર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ૨૨ વર્ષીય ફાતેમા(નામ બદલાવેલુ છે) લેડીઝ કપડાના શો-રૂમમા છેલ્લા ૨ વર્ષથી નોકરી કરતી હતી. નોકરી દરમિયાન શો-રૂમના માલિક મુસ્તાક ફકીર મંહમદ મોડન એ ફાતેમાને જુદી જુદી પ્રકારના ખોટા વાયદાઓ કરીને પોતાની પ્રેમજાળમા ફસાવી હતી. ફાતેમાએ પણ ભોળવાઈને અપરાધી સાથે પ્રેમ-સબંધો આગળ વધાર્યા હતા. ૨ વર્ષના સમયગાળા દરમિયાન અનેક વખત ફાતેમા સાથે શારીરિક સબંધો બાંધી અપરાધીએ ફાતેમાને દગો આપ્યો હતો.

ફાતેમાએ આ બાબતે અપરાધીને લગ્ન માટે દબાણ કરતા ઉશ્કેરાયેલા શખ્સે તેણીને જેમ ફાવે તેમ બોલીને નોકરીમાંથી કાઢી મુકી હતી. વેજલપુર સ્થાનિક પોલીસ સ્ટેશનમા ફાતેમાએ રજૂઆત કરતા પોલીસે અપરાધી મુસ્તાક વિરૂદ્ધ સૃષ્ટિ વિરુદ્ધ શારીરિક દુષ્કર્મ આચરવાનો ગુનો દાખલ કરી વધારાની તપાસ હાથ ધરી છે. પોલીસે આ યુવતીની મેડિકલ તપાસ કરાવી તેના રિપોર્ટના આધારે અપરાધી વિરૂદ્ધ કાયદાકીય આગળની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *