અમદાવાદમા અભ્યાસના બહાને પતિ યુવતીને લાવ્યો ઘરે, દત્તક લેવાનુ કહેતા પત્નીએ ખોલ્યુ એવુ રહસ્ય કે…

Spread the love

હાલમાં જ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘરમાં અજાણી યુવતીને અભ્યાસ માટે મદદના બહાનારૂપે પતિએ પ્રવેશ આપ્યો. પછી પત્ની સમક્ષ તે જ યુવતીને દત્તક લેવાની વાત કરી હતી. જો કે, પતિને તે યુવતી સાથે અનૈતિક સંબંધ હોવાની જાણ પત્નીને થઈ હતી. પત્નીએ પતિ અને સુનીતા નામની આ યુવતી સહીતના સાસરિયા પક્ષના સભ્યો વિરૃદ્ધ ચાંદખેડા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારના ન્યુ સી.જી. રોડ પર સકલ રેસીડન્સી માં રહેતી જાનકી સત્યનારાયણ મહારાણા(ઉં.વ. – ૪૧) એ પોતાના પતિ સત્યનારાયણ દેવરાજ મહારાણા, સસરા દેવરાજ મહારાણા, સાસુ જમ્બુવતી મહારાણા, નણંદ બિધુતલતા મહારાણા અને પતિ સાથે અનૈતિક સંબંધ રાખતી સુનિતા વિરૃદ્ધ શારિરીક અને માનસિક ત્રાસ આપવા અંગે કાયદાકીય ફરિયાદ કરી છે.

પીડિત મહિલાએ વધુમાં જાણકારી આપતા જણાવ્યું હતું કે આજથી ૨ વર્ષ પહેલા તેની પતિ સુનિતા નામની યુવતી ને ઘરે રહેવા માટે લાવ્યો ત્યારે મેં આ યુવતી વિષે પૂછતાં જવાબ આપ્યો હતો કે, આ યુવતીને આગળ અભ્યાસ માટે પૈસાની જરૂર હોવાથી મેં મદદ કરી છે. યુવતી અંગે પતિએ યોગ્ય જવાબ જાનકીબહેન ને આપ્યો ન હતો. સુનિતાને પતિએ એકવાર દત્તક લેવાની વાત કરતાં જાનકીબહેન એ ચોખ્ખી ના પાડી દીધી હતી.

ત્યાર બાદ સુનિતા પણ પતિ સાથે ત્રણ દિવસ મુંબઈ ગઈ હોવાનું અને બંને વચ્ચે અનૈતિક સંબંધ હોવાની જાણ જાનકીબહેન ને થઈ હતી. પતિ સાથે સાસુ, સસરા અને નણંદ પણ જાનકીબહેન ને તુ અભાગી છે, છોકરીઓને જ જન્મ આપે છે તેમ કહી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. જે અંગે પીડિત મહિલા જાનકીબહેને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે અને પોલીસે પણ આ મામલે પ્રાથમિક તપાસ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધારે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *