અમદાવાદ નો આ મોલ આજે દોઢસો જરૂરિયાતમંદો માટે બન્યો વરદાન સ્વરૂપ

Spread the love

મિત્રો, હાલ સમગ્ર વિશ્વ પર કોરોના નુ જે સંકટ આવ્યુ છે તેના કારણે આજે હજારો લોકો રસ્તા પર આવી ચૂક્યા છે ત્યારે આ કોરોના ની મહામારી ના સમય મા અમદાવાદ સ્થિત ઈસ્કોન મોલ ગરીબ અને શ્રમિક વર્ગ ના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે અને તેમને શરણ આપી રહ્યો છે.

અમદાવાદ મા આવેલો ઈસ્કોન મોલ દ્વારા આજે દૂર-દૂર ના ગામડાઓ તથા શહેરો માંથી અમદાવાદ શહેર મા રોજગાર માટે આવતા અને લોકડાઉન ના કારણે અહી ફંસાઈ ગયા એવા ૧૫૦ લોકો ને આશ્રય આપવા માટે પોતાના મોલ ના દરવાજા ખોલી દીધા હતા. ફક્ત આટલુ જ નહિ પરંતુ, આ બધા લોકો ની ખાણી-પીણી સહિત ની તમામ આવશ્યક વ્યવસ્થાઓ પણ પૂરી પાડવામા આવે છે.

હમેંશા લોકોની ભીડથી ભરપુર રહેતો આ મોલ આજે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવ્યો છે જેની સમગ્ર સમાજ દ્વારા નોંધ લેવામા આવી છે. ગુજરાતમા નાના-મોટા કાર્ય કરીને સ્થાનિક અને દૂર દેશના લોકો આજીવિકા કમાતા હોય છે. લોકડાઉન ના કારણે નાના કાર્ય કરતો આ મજુરવર્ગ ગુજરાત છોડીને પોતાના વતન જઈ રહ્યા હતા.

ત્યારે પોલીસ અને તંત્ર દ્વારા આ લોકોને હંગામી ધોરણે રહેવાની વ્યવસ્થા કરી આપી છે. અમદાવાદનો ઇસ્કોન મોલ આવા લોકો માટે આજે આશ્રયનુ સ્થાન બન્યુ છે. જે મોલ હમેંશા લોકોની અવર-જવર થી ભરેલો હોય છે ત્યા આજે રસ્તા પર રઝળતા લોકો ને સાચવવામા આવે છે. આ મોલ મા ૧૫૦ લોકો માટે જમવા અને રહેવા માટેની સગવડ કરવામાં આવી છે.

ગુજરાતના આર્થિક પાટનગર તરીકે ઓળખાતા અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલ ઈસ્કોન મોલ આજે જે લોકો લોકડાઉનમા ફંસાઇ ચૂક્યા છે તેમના માટે શેલ્ટર હોમ બની ચૂક્યો છે. જરૂરિયાતમંદ લોકો માટે હાલ તે એક અવિશ્વસનીય સહારો બની ગયો છે. અહી અત્યારે મોલ મેનેજમેન્ટ અને અન્ય સંસ્થાઓ ની સહાયતા દ્વારા ૧૫૦ લોકો માટે રહેવા-જમવા સહિત ની વ્યવસ્થાઓ કરવામા આવી છે.

ઇસ્કોન મોલ ની અંદર જ ૧૨ દુકાનો ઉઘાડીને અહી લોકોને ઊંઘવા માટે વ્યવસ્થા કરી આપવામા આવી છે. આ ઉપરાંત તે લોકો માટે ૬૦૦ લિટર પાણી ની પણ વ્યવસ્થા કરી રાખવામા આવી છે. આટલુ જ નહી પરંતુ, લોકો ને ગરમી ના લાગે તે માટે પણ ૫૦ જેટલા ટેબલ પંખા ની વ્યવસ્થા કરવામા આવી છે. કોરોના ના આ સંકટમા બધા લોકો પણ માનવધર્મ દેખાડી રહ્યા છે.

જરૂરિયાતમંદ લોકો માટે ફૂડ પેકેટ આપવાના સેવાયજ્ઞ હાલ દરેક જગ્યા એ ચાલી રહ્યા છે. અમદાવાદ પોલીસ અને મનપા દ્વારા પણ કોઈ ભૂખ્યુ ન રહે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામા આવી છે. આ મહામારી ની સ્થિતિ મા અમદાવાદ શહેર નુ આ પ્રતિષ્ઠિત મોલ પણ પોતાનુ યોગદાન આપવા માટે આગળ આવ્યુ છે. હાલ, આ મહામારીના સમયમા માનવધર્મની સુંગધ ચારેય તરફ ફેલાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *