અમદાવાદ મા થયો પોલીસ ને આવો અનોખો અનુભવ, ડોક્ટર “કોરોના” ટેસ્ટ ને ભૂલી આપવા લાગ્યા લીંબુ ની સલાહ

Spread the love

મિત્રો, વિશ્વ સામે હાલ આવી પડેલી કોરોના ની સમસ્યા સામે ફક્ત ભારત જ નહી પરંતુ, અન્ય દેશો પણ એક થઈને કોવિડ-૧૯ ને હરાવવા માટે ટેક્નોલોજી અને વિજ્ઞાન નો સહારો લઇ રહ્યા છે. પરંતુ, અમદાવાદ મા બનેલી એક વિચિત્ર ઘટના વિશે આજે આ લેખમા આપણે ચર્ચા કરીશુ. એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરને એક મેડિકલ અધિકારીએ જણાવ્યુ કે, ‘કોરોના ટેસ્ટના પરિણામને ભૂલી નિયમિત લીંબુ નુ સેવન કરો, જેનાથી તમે કોરોના ને હરાવી દેશો’.

પોલીસ અધિકારી અને મેડિકલ અધિકારી વચ્ચે ની આ વાતચીત નો ઓડિયો હાલ સોશીયલ મિડીયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમા દાક્તર દ્વારા પોલીસ અધિકારી ને જણાવવામા આવી રહ્યુ છે કે, ‘કોરોના ના ટેસ્ટ પર વિશ્વાસ રાખવાની જગ્યાએ ખાટા ફળ નુ સેવન કરવુ, જેમાં થી વિટામીન સી પ્રાપ્ત થાય છે. જે કોરોના ને હરાવવામાં મદદ કરશે.’

ઘટના કઈક એવી હતી કે પોલીસ અધિકારી દાક્તરને ફોન કરીને પોતાના કોરોના ટેસ્ટના પરિણામ અંગે જાણવા ઈચ્છતો હતો. આ પોલીસ અધિકારી ખડીયા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવે છે અને ૧૬ એપ્રિલ ના રોજ તેમનુ કોરોના ટેસ્ટ કરવામા આવ્યુ હતુ. જે પછી રવિવારના રોજ આ પોલીસ અધિકારી નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ ઓડિયો ક્લિપમા પોલીસ દાક્તરને પૂછી રહ્યા છે કે, શુ તેમનો રિપોર્ટ આવી ચૂક્યો છે? ત્યારે દાક્તર પ્રત્યુતરમા કહે છે કે જો પોઝિટિવ રિપોર્ટ હોત તો અત્યાર સુધીમા આવી જ ગયો હતો. તમારો રિપોર્ટ નેગેટિવ છે એટલે જ હજુ સુધી આપવામા આવ્યો નથી. આ સાથે જ તેમણે પોલીસ અધિકારીને એવી સલાહ આપી કે, ‘તણાવ લેવાની કોઈ જ આવશ્યકતા નથી, અમે ૧૨-૧૮ કલાક દર્દીઓ વચ્ચે રહીએ છીએ તેમ છતા હજુ સુધી મે કોરોના ટેસ્ટ નથી કરાવ્યો.

તમે અને તમારા સાથીમિત્રો નિયમિત દિવસના ૧૦ ગ્લાસ ગરમ પાણી પીવા ની આદત કેળવો અને આખા દિવસમા કમ સે કમ બે લીંબુ નુ સેવન કરો. આ ઉપરાંત દાક્તરએ પોલીસ અધિકારીને પોતાની પાસે આવીને વિટામિન સી ની ટેબ્લેટ લઈ જવા માટે જણાવ્યુ.

તેમણે પોતાની વાતને સાચી સાબિત કરવા તેમણે આરોગ્ય વિભાગના કોઈ રિપોર્ટ નો રેફરન્સ આપીને જણાવ્યુ કે, આ રીતે વીટામીન ટેબ્લેટ નુ સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને કોરોના વાયરસનો પણ નાશ થઈ જશે. ખડિયા અર્બન હેલ્થ સેન્ટરમા ફરજ બજાવતા આ આરોગ્ય અધિકારીને ખડિયા પોલીસ માટે કો-ઓર્ડિનેટર ઓફિસર તરીકે નિમણુક આપવામા આવી છે.

મહત્વની વાત એ છે કે શહેરના હોટસ્પોટ વિસ્તાર તરીકે ઓળખાતા ખાડિયા પોલીસ સ્ટેશનના ૬ પોલીસ અધિકારી ને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને હાલ શહેર ના જુદા-જુદા દવાખાનામા દાખલ કરવામા આવ્યા છે અને સારવાર આપવામા આવી રહી છે.

આ પોલીસ અધિકારીએ પણ વાયરલ ક્લિપ અંગે કન્ફર્મેશન આપતા જણાવ્યુ કે, આ ઓડિયો ક્લિપ તેમના અને દાક્તર વચ્ચે ની વાતચીત ની જ છે. જ્યારે તેમણે રવિવારે બપોરે રિપોર્ટ જાણવા માટે ફોન કર્યો હતો ત્યારે તેમની વચ્ચે આ વાતચીત થઈ હતી. જે પછી રાત્રે ૯ વાગ્યે રિપોર્ટ આવતા અધિકારી કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *