અમદાવાદ મા મર્ડર કેસ આરોપી દ્વારા શરુ કરવામા આવ્યુ હતુ આ જેલ ભજિયા હાઉસ, હાલ મા જ થયું તેનું મૃત્યુ

Spread the love

મિત્રો, અમદાવાદ શહેર મા બે ભજિયાહાઉસ ખુબ જ પ્રખ્યાત છે એક છે રાઇપુર ભજિયા હાઉસ અને બીજુ છે જેલ ભજીયા હાઉસ. પરંતુ, શુ તમને ખ્યાલ છે કે, જેલ ભજીયા હાઉસનો ઇતિહાસ અત્યંત રોમાંચક છે. વર્ષ ૧૯૮૦ ના દશકામા અમદાવાદ મા સ્થિત ચંદુભાઈ પ્રજાપતિ પ્રખ્યાત ગેંગસ્ટર હતા અને લોકો તેમના નામ માત્ર થી થરથર કાંપતા હતા. તેઓ બાબુભૈયા ની ગેંગના સાથીદાર હતા.

હાલ તેમનુ ૬૯ વર્ષ ની વયે નીધન થયુ છે. પરંતુ, તેમનુ નીધન અમદાવાદીઓ માટે શા માટે સમાચાર નો વિષય છે તે જો જાણવા માંગતા હોવ તો આ લેખ અંત સુધી શાંતિપૂર્વક વાંચવો આવશ્યક છે.  તે સમયે અમદાવાદ ના મણીનગર વિસ્તારમા એક ટ્રિપલ મર્ડર કેસ ખુબજ ચર્ચામા રહ્યો હતો. આ મર્ડર કેસમા એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત બીજા ૮ ગુનેગારો ની ધરપકડ કરવામા આવી હતી.

આ મર્ડર મા અમદાવાદ ના કુખ્યાત બાબુ સત્યમ ભૈયા અને તેમની ગેંગના અમુક સાગરીતોની સંડોવણી હતી અને આ સાગરીતો મા એક ચંદુભાઈ પણ હતા. આ કેસમા ગુનો સાબિત થતા બધા જ આરોપીઓ ને ૧૪ વર્ષની કેદની સજા ફટકારવામા આવી હતી. ચંદૂભાઈ પ્રજાપતિ મૂળ ધ્રાંગધ્રાના નિવાસી હતા. જેલવાસ દરમિયાન કેદીઓએ પોતાનુ ગુજરાન ચલાવવા માટે તેમજ સરકાર પર તેમનુ ભારણ ના પડે તે માટે અમુક કાર્ય કરવા પડતા હોય છે.

ચંદુભાઈ પણ સાબરમતી જે લની બેકરીમા જાત-જાતનુ ફરસાણ બનાવવાનુ કાર્ય કરતા હતા અને તે જેલના કેદીઓ ને ખુબ જ ભાવતુ હતુ. તેમના જેલવાસ દરમિયાન વર્ષ ૧૯૯૫મા વડોદરા ખાતે એક કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ, તેમા સાબરમતી જેલના અમુક કેદીઓ ને પણ લઈ જવામા આવ્યા હતા તેમા ચંદુભાઈનુ પણ નામ હતુ.

ચંદુભાઈના ફરસાણ નો સ્વાદ ભલે સાબરમતી જેલમા જ કેદ રહ્યો હોય પરંતુ, તેની બોલબાલા તો શહેરના સિમાડા ઓળંગીને આખા રાજ્યમા ફેલાઈ ગઈ હતી. આ જ કાર્યક્રમ દરમિયાન જેલના એક અધિકારીએ તેમને સ્વાદિષ્ટ નાસ્તો કરાવવા માટે જણાવ્યુ. ત્યારે ચંદુભાઈએ તેમના માટે ભજિયા બનાવ્યા.

આ ભજિયા ની સોડમ અને સ્વાદ અત્યંત સારા હતા એટલે ત્યા જ જેલના આ અદિકારીને એક વિચાર આવ્યો કે, જેલના કેદીઓ ના હાથે ભજિયા બનાવડાવી તેને બહાર વેચવા જોઈએ અને આ વિચાર સાથે જ વર્ષ ૧૯૯૭ મા સુભાષ બ્રીજના નાકે આશ્રમ રોડ પર જેલના ભજિયાના વેચાણ ની શરૂઆત થઈ.

ભજિયા ના વેચાણ નો પ્રારંભ કરતા જ થયો હજારોનો વકરો :

જેલના ભજિયા શરૂ થતા અને તેની ફોરમ આવતા જ ત્યાથી પસાર થતા લોકો આ ભજિયા ખરીદવા માટે મજબૂર થઈ જતા. ભજિયાનુ વેચાણ શરૂ કર્યા તેના બીજા જ દિવસે કેદીઓને ૭૦ હજાર રૂપિયાનો વકરો થયો. બસ પછી તો આખા અમદાવાદમા જેલના ભજિયા પ્રખ્યાત થઈ ગયા.

હવે તો ચંદુભાઈ નવા કેદીઓને પણ પોતાની કારીગરી શીખવવા લાગ્યા. આ પ્રયોગ માંથી પ્રેરણા લઈ બીજી જેલો દ્વારા પણ ભજિયા કેન્દ્રો શરૂ કરવામા આવ્યા. આ પ્રકારની સફળતા જેલના અધિકારીએ ક્યારેય પણ કલ્પી નહી હોય.

પરંતુ, ચંદુભાઈનો જેલના ભજિયાનો ધંધો તો ચાલી પડ્યો હતો. હવે આ જ પ્રયોગમાંથી ઉદાહરણ લઈને રાજ્યની અન્ય જેલો દ્વારા પણ જેલના દર્દી દ્વારા ચાલતા ભજિયા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા. આજે આ જેલના ભજીયાનુ કરોડોનુ ટર્નઓવર થઈ રહ્યુ છે.

અસ્થમા ના રોગ થી ચંદુભાઈ નુ ૬૯ વર્ષની વયે અવસાન થયુ :

છેલ્લા ઘણા સમયથી ચંદુભાઈ અસ્થમાની સમસ્યા થી પીડાતા હતા અને અંતે તે જ બિમારીએ તેમનો જીવ લઈ લીધો. ગયા ગુરુવારના રોજ તેમને અસ્થમાનો ગંભીર હૂમલો આવ્યો અને તેમનુ અવસાન થયુ. ચંદુભાઈએ પોતાના જીવન જીવવાની રીત ને એ રીતે પલટાવી કે હાલ તેમને કોઈપણ હત્યારા તરીકે નહી પરંતુ, પ્રખ્યાત જેલના ભજિયાના સ્થાપક તરીકે જ ઓળખે છે, અને આવનાર પેઢી પણ તેમને આ જ નામ થી ઓળખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *