અમદાવાદ ના મેડિકલ ઓફિસરે માત્ર છ દિવસમા જ હરાવ્યો કોરોનાને, તેમને કહ્યું કે કોરોના કેન્સર નથી તેને ફ્લુ તરીકે ઓળખી ઈલાજ કરો

Spread the love

મિત્રો, હાલ કોરોના વાયરસ ફ્રન્ટલાઈન વોરિયરમા પણ ફેલાવવાની શરૂઆત થઈ ચૂકી છે. હાલ, ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના ગોતા અર્બન હેલ્થ સેન્ટરમા મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા દાક્તર બ્રિન્દા વચ્છરાજાનીનો ૧૯ એપ્રિલ ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ, તેમણે દ્રઢ મનોબળ અને યોગ્ય સમયસુચકતા વાપરીને કોરોનાને ૬ દિવસમા જ પરાસ્ત કર્યો અને ૨૫ એપ્રિલે સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે.

આ અંગે દાક્તર બ્રિન્દાએ મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ કે, કોરોના એ કોઈ પ્રકારનુ કેન્સર નથી પરંતુ, તેને ફ્લુ તરીકે ઓળખો અને તે પ્રમાણે જ તેનુ નિદાન કરો. કોરોનાની સમસ્યાનો અંત કરવા માટે દરેક વ્યક્તિએ પોતાના રોજબરોજના જીવનમા ગરમ પાણી, હળદરવાળુ પાણી તેમજ લીંબુ શરબત નુ સેવન કરવુ જોઇએ. જો તમે શરદી, ઉધરસ, તાવ કે ગળામા દુઃખાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઇએ. આ સમસ્યાની સામે સકારાત્મક અભિગમ કેળવો અને સજાગ રહીને લડત આપશો તો અવશ્ય તમે તેને માત આપી શકશો.

પોતાની ફરજ પૂરી કરીને ઘરે પહોંચ્યા બાદ સૌથી પહેલા સેનેટાઈઝ થઈને ત્યારબાદ જ ૬ વર્ષના બાળકને મળતા :

દાક્તર બ્રિન્દા કોરોનાથી બચવા માટેના તમામ પ્રયાસ કરતા હતા. દાક્તર તરીકેની ફરજ પૂર્ણ કરીને જ્યારે ઘરે પહોંચે એટલે પોતાને સેનેટાઇઝ કરતા અને ત્યાર બાદ જ ઘરના અન્ય સભ્યો અને તેમના ૬ વર્ષના બાળક સાથે વાતચીત કરતા હતા.

હોસ્પિટલમા નિયમિત પ્રાણાયમ, મેડિટેશન અને યોગ કરતા :

દાક્તર બ્રિન્દાએ આગળ જણાવ્યુ કે,મને શરૂઆતથી કોઈપણ પ્રકારના કોરોનાના લક્ષણો દેખાયા ના હતા. પરંતુ, મારી સાથે કાર્ય કરતા સહકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને હુ પણ તેમના સંપર્કમા આવી હતી એટલે મે તુરંત જ સમયસુચકતા વાપરીને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો હતો.ત્યાર બાદ મને સારવાર હેતુસર એસ.વી.પી. હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી. જ્યા હુ નિયમિત પ્રાણાયમ, મેડિટેશન અને યોગ કરતી હતી. આ સિવાય સમય પસાર કરવા માટે બુક્સ વાંચતી હતી.

કોઈપણ વસ્તુને તડકામા રાખ્યા બાદ જ તેને ઉપયોગમા લેવી :

દાક્તર બ્રિન્દાએ પોતાના દ્રઢ મનોબળ અને સમયસુચકતાથી કોરોનાને માત આપી દીધી છે. તેમણે સ્વસ્થ થયા બાદ એસ.વી.પી. હોસ્પિટલના તબીબો અને સ્ટાફનો આભાર માન્યો હતો તેમજ સાવચેતી રાખવા અંગે દાક્તર બ્રિન્દાએ જણાવ્યુ કે, કોઇપણ વસ્તુની ખરીદી બાદ તેને ગરમ પાણીમા ૧ ચમચી નમક અને ૧ ચમચી બેકિંગ પાઉડર ઉમેરીને સાફ કરી નાખવી. વધુ સાવચેતી જાળવવા માટે આ વસ્તુને તડકામા રાખ્યા બાદ જ તેને ઉપયોગમા લેવી જોઇએ. કોરોનાની સમસ્યાને હળવાશથી ના લેવી જોઇએ પરંતુ, તેનાથી ડરવાની પણ જરાય આવશ્યકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *