અળસીમા છુપાયેલા છે આવા ઔષધીય ગુણધર્મો, એક વખત કરી જુઓ તેનું સેવન, મળશે ડાયાબીટીસ, હૃદય, પાચનતંત્ર, સાંધાનો દુ:ખાવો જેવી બીમારીઓ માથી મુક્તિ..

Spread the love

શરીરનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે અળસી ખૂબ ઉપયોગી છે. તેમાં પ્રોટીન, ફાયબર, વિટામિન બી, મેગેનીઝ, પોટેશિયમ, સેલેનિયમ અને મેગ્નેશિયમ જેવા અનેક તત્વો રહેલા હોય છે. તેમાં ખૂબ મોટા પ્રમાણમાં પોષકતત્વો રહેલા હોય છે.

પાચનશક્તિ સારી રાખવા માટે અળસિ ખૂબ ઉપયોગી છે. કેટલાક લોકોને પાચનક્રિયા નબળી હોવાથી કબજિયાત જેવી પેટની સમસ્યા થાય છે. પાણી પીવાનું વધારે રાખવું જોઈએ. તેથી શરીરનું સ્વાસ્થ્ય ખૂબ મજબૂત બને છે. નિયમિત તેનું સેવન કરવાથી પેટની કોઈ સમસ્યા થતી નથી.

શરીરનું વજન ઘટાડવા માટે તે ખૂબ ઉપયોગી બને છે. તેમાં લીગ્નિન અને ઓમેગા જેવા તત્વો રહેલા હોઈ છે. તેનાથી શરીરનું વજન નિયંત્રિત રાખી શકાય છે. અત્યારના લોકોને પોતાના શરીરનું સ્વાસ્થ્ય જાળવવા માટેનો સમય નથી. તેથી કસરત કરવાનો લોકોને સમય રહેતો નથી. નિયમિત તેનું સેવન કરવાથી વજન ઘટી શકે છે. તેને પાણી સાથે પીવાથી શરીરનું આરોગ્ય ખૂબ સારું રહે છે.

અસ્થમા જેવી બીમારી માટે તે ખૂબ ફાયદાકારક છે. તેના બીજને પીસીને તે પાણી સાથે પીવાથી આ સમસ્યા દૂર થાય છે. તેને થોડો સમય રાખીને ત્યારબાદ પીવું જોઈએ. તેનાથી શરીરમાં વિશેષ ફાયદો થાય છે. તેવી અનેક બીમારી દૂર થાય છે. ઉધરસ જેવી સમસ્યાઓ દૂર કરવા માટે તે ખૂબ જરૂરી છે. તેમાં ફાઇટોએસ્ટ્રોજન જેવા તત્વો રહેલા હોય છે. તેનાથી મહિલાઓને માસિક સમસ્યામાં તે ખૂબ જરૂરી બની રહે છે.

શરીરની ચામડી અને વાળને સુંદર રાખવા માટે અળસી ખૂબ જરૂરી છે. તેમાં કોલેજન અને ચામડીમાં સુંદરતા વધારવા માટે તે ઉપયોગી છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણને નિયંત્રિત કરવા માટે તે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. લોહીનું શુદ્ધિકરણ કરવા માટે તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. ડાયાબિટીસના દર્દીને શુગરમાં ઘટાડવા માટે તે ખૂબ જરૂરી છે.

સાંધાના દુખાવા અને લોહીને પાતળું કરવા માટે અળસિનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેનો પાવડર કરીને તેમાં સરસવનું તેલમાં નાખીને તેની પેસ્ટને દુખાવામાં લગાવવામાં આવે તો દુખાવામાં રાહત થાય છે. તે પેટમાં રહેલા ફાઈબરને દૂર કરે છે. તેના તેલથી ચહેરાની સુંદરતા વધારી શકાય છે. કોઈ જગ્યાએ દાઝી ગયા હોય ત્યારે તે તેલનું માલિશ કરવામાં આવે તો ફાયદો થાય છે. કફ દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *