અગણિત ગુણો ધરાવે છે આ ફળ, અસ્થમા તેમજ ચાંદા જેવી ગંભીર બીમારીઓ ને કરે છે જડમૂળથી નાશ, જાણો તમે પણ…

Spread the love

મિત્રો, આપણા દેશમા એવા લોકો ખુબ જ ઓછા હોય છે, જે ફણસ ખાતા હોય છે. તેમા પુષ્કળ માત્રામા વિટામિન-એ અને વિટામિન-સી સમાવિષ્ટ હોય છે. વિટામિન-એ આપણી આંખો માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે, જ્યારે વિટામિન-સી એ આપણી ઇમ્યૂન સિસ્ટમને ખુબ જ મજબુત બનાવે છે, જેથી આપણુ શરીર નીરોગી અને તંદુરસ્ત રહે છે.

જે કોઈપણ વ્યક્તિ અસ્થમાની સમસ્યાથી પીડાતુ હોય તેવા લોકો માટે ફણસનુ પાણી ખુબ જ લાભદાયી ગણાય છે. આ સમસ્યાથી જે લોકો પીડાય છે તેમણે ફણસ સમારીને તેને બાફી લઈને ત્યારબાદ તેને ગાળીને તેનો રસ કાઢીને પી લેવો જોઈએ. આમ, કરવાથી તમારી અસ્થમાની સમસ્યા નિયંત્રણમા રહે છે. થાયરોઈડની સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે પણ ફણસનુ સેવન ખુબ જ શ્રેષ્ઠ હોય છે. તેના સેવનથી તમારા હાડકા ખુબ જ મજબુત બને છે.

આ ફણસમા કેલરી અને ફેટ એકસમાન માત્રામા સમાવિષ્ટ હોય છે. તેના નિયમિત સેવનથી તમારુ વજન પણ નિયંત્રણમા રહે છે. આ વસ્તુ ૧૦૦ ટકા ઓર્ગેનિક ફળ છે. આ ઉપરાંત તેમા ભરપૂર પોષક દ્રવ્યો છે, જે તમારી ડાયાબિટીસની સમસ્યાને નિયંત્રણમા લાવવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. ૧૦૦ ગ્રામ ફણસમાથી તમને ફક્ત ૯૫ ટકા જ કેલરી મળે છે. આ વસ્તુ તમારા શરીરને પૂરતુ પોષણ આપીને તમારુ વજન નિયંત્રણમા લાવતુ એક સુપરફૂડ છે.

આ વસ્તુના બીજમા પ્સુહ્કાલ માત્રામા મેગ્નીશીયમ, મેંગેનીઝ જેવા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે હાડકામા કેલ્શિયમ વધારવામા સહાયરૂપ સાબિત થાય છે. તે તમારા લોહીની ગંઠાઈ રચનાને અવરોધિત કરીને રક્તનુ પ્રમાણ વધારવામા પણ સહાયરૂપ સાબિત થાય છે. ફણસની સબ્જી, અથાણું અને પાપડ વગેરે જેવી વસ્તુઓ તમે બનાવી શકો છો. આદિવાસીઓ બીમારીના ઈલાજ માટે પણ ફણસનો ઉપયોગ કરે છે.

આ એક એવી શાકભાજી છે કે, જેમા પુષ્કળ માત્રામા ઔષધીય ગુણો સમાવિષ્ટ હોય છે પરંતુ, ખૂબ જ ઓછા લોકો તેનુ નિયમિત રીતે સેવન કરે છે. આ ઔષધિનુ વાનસ્પતિક નામ “આર્ટ કાર્પસ હેટેરો ફિલ્લસ” છે. આ વસ્તુમા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને વિટામિન પુષ્કળ માત્રામા જોવા મળે છે.

આ વસ્તુમા તમને વિટામીન-એ ભરપૂર પ્રમાણમા જોવા મળે છે, તે તમારી આંખના સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. આ વસ્તુના સેવનથી આંખો સાથે સંકળાયેલ તમામ પ્રકારની બીમારીઓ અને ચેપ સામે રક્ષણ મેળવી શકાય છે. મોતિયાબિંદુ, આંખમા પાણી આવવું, આંખો શુષ્ક બની જવી વગેરે જેવી ગંભીર બીમારીઓ સામે રક્ષણ મેળવી શકાય છે. તેમાં સમાવિષ્ટ એન્ટી-ઓક્સીડેન્ટ સૂરજની નુકસાનકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આંખોને રક્ષણ આપે છે.

આ રેસાદાર ફળમા પુષ્કળ માત્રામા લોહતત્વ મળી આવે છે, જે તમારી એનિમિયાની સમસ્યાને દૂર કરે છે. આ ઉપરાંત તે તમારા શરીરમા બ્લડ સર્ક્યુલેશન વધારવામા પણ સહાયરૂપ સાબિત થાય છે. હાડકા મજબુત બનાવવા માટે પણ ફણસનુ સેવન લાભદાયી ગણાય છે. તેમાં સમાવિષ્ટ મેગ્નેશિયમ એ તમારા હાડકાંને મજબૂત બનાવે છે અને બ્લડપ્રેશર તથા હૃદયના હુમલા જેવી સમસ્યાઓ સામે પણ રાહત આપે છે.

આ વસ્તુ તમારી અલ્સર અને પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓને દૂર કરે છે. તેમા સમાવિષ્ટ ફાયબર તમારી કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. આ ઉપરાંત થાઇરોઇડની સમસ્યાથી પીડિત લોકો માટે પણ ફણસનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તેમા સમાવિષ્ટ વિટામીન-એ તમને થાઇરોઇડની સમસ્યા સામે રક્ષણ આપે છે અને તમારા શરીરને નીરોગી અને તંદુરસ્ત બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *