આવી એક ભૂલના લીધે આખો પરિવાર ઊંઘમા જ મૃત્યુ પામ્યો, ક્યાંક તમે તો નથી કરતા ને આવી ભૂલ? રાખો સાવચેતી…
ઉત્તર ભારત, રાજસ્થાન અને બીજા ઘણા રાજ્યોમાં ધુમ્મસને લીધે ઘણા લોકોને પરેશાની થઈ રહી છે. ત્યારે ઘણા લોકો વધારે ઠંડી પડવાથી ઘણા દેશી નુસ્ખા અપનાવે છે. ત્યારે પંજાબ અને હરિયાણામાં લોકો દેશી જુગાળ કરીને ઠંડીથી બચવા માટેના પ્રયાસ કરે છે. તેના માટે લોકો ઘરમાં જ તાપણું કરે છે અથવા ઘરના બારી બારણાં બધા બંધ કરીને સુવે છે. પરંતુ તેઓને જાણ નથી કે આ બચવાના નહીં પરંતુ મૃત્યુના નજીક જવાના પ્રયાસ છે. આવી જ એક દુખદ ઘટના ફરીદબાદમાં બની છે. તેના વિષે જાણીએ.
ત્યાં આખો પરિવાર એક રૂમમાં સગળી સળગાવીને સૂતો હતો. ત્યારે આખા પરિવારનું મુંજારાથી મોત થયું હતું. ફરીદબાદમાં સવારે સેક્ટર ૫૮માં હ્રદય ધ્રુજી ઉઠનાર કિસ્સો બન્યો છે. ત્યાં અમન તેની પતિ પ્રિયા અને તેના છ વર્ષના બાળક માનવ સાથે આ ઘરમાં રહેતા હતા. તે વધારે ઠંડી પડવાથી તે રાતે રૂમમાં તાપણી કરીને સૂતા હતા.
પરંતુ તે જે રૂમમાં સૂતા હતા તેના બધા બારી બારણાં બંધ હતા. તેના લીધે ઘૂંઘળામણ થવાથી આખા પરિવારનું મૃત્યુ થયું હતું. સવારે ખૂબ મોડુ થયા પછી પણ તેના રૂમ માથી કોઈ બહાર ના આવતા તે ઘરના મકાન માલિક સુરેશે દરવાજો ખખડાવ્યો. પરંતુ તેને રૂમ માથી કોઈનો અવાજ ન આવ્યો અને દરવાજો પણ ન ખોલ્યો. ત્યારે તેને બારી માથી જોયું ત્યારે આખા રૂમમાં ધુમાડો હતો.
ત્યારે તે આજુબાજુમાં રહેલા લોકોને બૂમો પાડતા લાગ્યા અને બધાને બોલાવ્યા. તે પછી સુરેશે પોલીસને પણ બોલાવી હતી. તે પછી પોલીસ આવી ત્યારે તેની મદદથી દરવાજો તોડ્યો હતો. ત્યારે તેને જોયું કે તે ત્રણેય વ્યક્તિના મૃતદેહ પલંગ પર પડ્યા હતા. ત્યારે તે ઘરના માલિકે કહ્યું કે અમન બિહારના લખીસરાયનો વતની હતો. તે અહી સેક્ટર ૨૪ માં આવેલી એક કંપનીમાં નોકરી કરી રહ્યો હતો.
પોલીસે માહિતી આપીને બિહારથી અમનના પરિવારના લોકોને મૃત્યુના સ્થળ પર બોલાવ્યા હતા. તે પછી બધા મૃતદેહને પોસ્ટમોટર્મ માટે મોકલવામાં આવ્યા. આવા અનેક કિસ્સા પંજાબ અને હરિયાણામાં બને છે. પરંતુ ત્યાના લોકો હજી પણ તેની આ પદ્ધતિને બદલતા નથી.
ત્યારે ડોક્ટરની સલાહ એવી છે કે કોઈએ પણ આવી ભૂલ ન કરવી જોઈએ. ઘરમાં તાપણી મૂકીને બધા બારી બારણાં બંધ ન કરવા જોઈએ. તેનાથી ઑક્સીજનનું સ્તર ઓછું થઈ જાય છે. તેના લીધે લોકોને મુંજારો આવે છે અને તે ઊંઘમાં જ મૃત્યુ પામે છે. તેથી લોકોને ઠંડીથી બચવા માટે આ પદ્ધતિ ક્યારેય ન અપનાવવી જોઈએ.