આવા સંતાનો મેળવી ભારત માતા થયા ધન્ય, નવવધૂએ તોડી સમાજ ની પરંપરા અને પહેર્યો ડોક્ટર કોટ!

Spread the love

મિત્રો, જ્યારે પણ વાત દેશ ની આવે ત્યારે કોઈપણ બંધન કે પરંપરા દેશવાસીઓ ને તેમની ફરજ નિભાવવા ને આડે આવતી નથી. આવો જ એક કિસ્સો હાલ આપણી સમક્ષ ઉજાગર થયો છે. એક દાક્તર દુલ્હને પણ કોરોના ના ચેપ થી પીડાતા લોકો નો જીવ બચાવવા માટે વર્ષો જૂની ચાલી આવતી લગ્ન બાદ ની પરંપરા ને તેમણે તોડી નાખી.

તેના લગ્ન જેવા પૂર્ણ થયા કે તે તુરંત પરત ફરી તો લગ્ન ચૂડો-મંગલસૂત્ર ઉતારી પોતાની ફરજ પર પાછી ફરી. આ દાક્તર નુ નામ છે અનિસા સિંહ. દાક્તર અનિસા ના લગ્ન હાલ દાક્તર સાહિલ મિઢા સાથે થયા. આ દંપતી ૧૯ માર્ચ ના રોજ લગ્ન કરી ઘરે પરત ફર્યુ હતુ. ૨૨ માર્ચ ના રોજ જનતા કર્ફ્યુ લાગુ કરવામા આવ્યુ હતુ અને ત્યારબાદ લોકડાઉન ની સ્થિતિ લાગુ પાડવામા આવી હતી.

જેથી, દાક્તર અનિસા ને લાગ્યુ કે તેણે પોતાની ફરજ પર પાછુ ફરવુ જોઇએ. હોસ્પિટલ ના બધા જ દાક્તરો કોરોના થી પીડિત લોકો ની સારવાર મા લાગ્યા હતા. દાક્તર અનિસા ની ડ્યુટી પણ કોરોના થી પીડિત લોકો ના આઈ.સી.યુ. વોર્ડમા લગાવવા મા આવી હતી. જ્યારે આ વાતની જાણ તેના ઘરના સદસ્યો ને થઇ તો તે તેની ચિંતા કરવા લાગ્યા. પંજાબી પરંપરા મુજબ સવા વર્ષ પરિણીત સ્ત્રી લગ્ન નો ચૂડલો ઉતારી શકતી નથી.

આ આભૂષણો ધારણ કરીને તે આઈ.સી.યુ. વોર્ડ મા પ્રવેશી શકતી નથી પરંતુ, અનિસાએ ઘર ના તમામ લોકો ને સમજાવ્યુ કે દેશ થી મોટી સેવા કોઇ જ નથી. એટલે લગ્ન પૂર્ણ થયા કે તુરંત જ તેમણે પોતાની ડ્યુટી જોઇન કરી. દાક્તર અનિસા અને સાહિલ બંને કોરોના થી પીડિત લોકો નુ નિદાન કરી રહ્યા છે. પોતાની ફરજ પૂર્ણ કર્યા બાદ પણ તેમણે ૧૪ દિવસ સુધી હોમ કવોરોન્ટાઈન મા રહેવુ પડશે.

આ ઉપરાંત તમે હાલ જે ફોટો જોઈ રહ્યા છો તે જયપુર છે. કોરોના ના ચેપ થી રક્ષણ મેળવવા માટે લોકો ઘર મા કેદ થઇ ચુક્યા છે અને દુકાનો પર પણ તાળા મારી દેવામા આવ્યા છે. લોકડાઉન નુ પાલન કરવા માટે પોલીસ હાલ અહી ખૂબ જ કડક પગલા લઇ રહી છે.

આ ફોટો છે પુષ્કર મા આવેલ બ્રહ્માજી મંદિર નો કે જે લોકડાઉન ના કારણે હાલ એકદમ સૂમસામ બન્યુ છે. આ ઉપરાંત અજમેર મા પણ લોકડાઉનના કારણે હાલ લોકો ને આવવાની મનાઇ છે. જો આવી જ રીતે લોકડાઉનનુ કડકાઈ થી પાલન કરાવવામા આવશે તો આપણે કોરોનાને અવશ્યપણે હરાવી શકીશુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *