આવા હળાહળ કળયુગમા નિત્યદિન કરો હનુમાનજી નુ પૂજન, મળશે આવા છ ચમત્કારિક લાભ, થઇ જશે બેડો પાર…

Spread the love

આ વધુ પડતાં મહાકળિયુગમા જો ઝડપી પ્રસન્ન થનાર દેવ હોય તે છે હનુમાનદાદા. હનુમાનદાદા રામભક્ત હોય તેને સંકટમોચન તરીકે ઓળખવામા આવે છે. હનુમાનદાદા દરેક તકલીફનું સમાધાન કરે છે. પૌરાણિક માન્યતા અનુસાર, જે વ્યક્તિ નિયમિતપણે હનુમાન ચાલીસનો પઠન કરે છે તેના જીવનમા કોઈ તકલીફ નથી આવતી. જીંદગીમા કોઈ પણ તકલીફ હોય તો હનુમાન ચાલીસનુ પઠન કરવાથી દૂર થઇ જાય છે.

હનુમાન ચાલીસા એ તુલસીદાસજી દ્વારા રચાયેલી છે.તુલસીદાસ પણ પ્રભુ શ્રીરામના ભક્ત ગણવામા આવતા હતા તથા હનુમાનદાદાને બહુજ માનતા હતા. હનુમાન ચાલીસામા ચાલીસ છંદ હતા. જેને કારણે ચાલિસા તરીકે ઓળખવામા આવે છે. કોઈપણ આ પઠન કરે તેને ચાલીસ ગણવામા આવે છે. બાળપણમા આપણને જણાવવામા આવતું હતું કે જયારે મનમાં કંઇ અશાંતી અનુભવાય તો અથવા તો કોઈપણ વસ્તુથી ડર લાગે ત્યારે હનુમાન ચાલીસાનુ પઠન કરવાનુ.

હનુમાન ચાલીસનુ પઠન કરવાથી કોઈપણ જાતનો ભય નથી લાગતો. હિન્દૂ ધર્મમા હનુમાન ચાલીસાનુ અલગ મહત્વ રહેલુ છે. હનુમાન ચાલીસાનુ પઠન કરવાથી શનિ ગ્રહ તથા સાડાસાતીનો પ્રભાવ ઘટે છે. આજે અમે તમને જણાવીશુ હનુમાન ચાલીસનુ નિયમિતરૂપે પઠન કરવાના કેટલાક લાભ. આ લાભ જાણીને તમે પણ કાયમ કરવા લાગશો હનુમાન ચાલીસાનુ પઠન.

ડર દૂર થઇ જાય છે :

હનુમાન ચાલીસાનું દરરોજ પઠન કરવાથી ભય દૂર થઇ જાય છે. હનુમાન ચાલીસનુ પઠન એટલુ ઉપયોગી છે કે એક દિવસમાં એક વખત પઠન કરવાથી જ જીંદગીમા એક નવીનતમ ઉર્જાનો સંચાર થાય છે.

આત્મવિશ્વાસમા થાય છે વધારો :

હનુમાન ચાલીસાનુ રોજ પઠન કરવાથી આત્મ વિશ્વાસ ઘણો વધે છે. તમામ મનુષ્ય હનુમાન ચાલીસાનુ રોજ પઠન કરવુ જોઈએ. રોજ આ રીતે હનુમાન ચાલીસાનુ પઠન કરવાથી ઘણા લાભ થાય છે. હનુમાનદાદા તમામ શ્રધ્ધાળુઓની મનોકામના અવશ્ય પરીપૂર્ણ કરે છે.

ભૂત પિસાચ પાસે ન આવે :

હનુમાન ચાલીસામા આ વાતનું અદ્દભુત વર્ણન કરવામા આવેલ છે.જે માનવી ફક્ત હનુમાનદાદાનુ નામ લે છે તેની આસપાસ ભૂત પિસાચ તમામની અસર નથી જોવાતી.

બિમારી દૂર થાય છે :

હનુમાન ચાલીસા કાયમ પઠન કરવાથી તમામ જાતની બિમારી તથા દુઃખ દૂર થઇ જાય છે.

હકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે :

હનુમાન ચાલીસાનો નિયમીતરૂપથી પઠન કરવાથી માનવીઓના જીવનમાંથી નકારાત્મક અસર દૂર થાય છે તથા જીવનમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *