આવા અસંખ્ય અસાધ્ય રોગો માટે રામબાણ ઈલાજ છે આ ફળ, આપણા ઋષિ-મુનીઓ પણ કરતા હતા તેનું સેવન, જાણો તમે પણ…

Spread the love

આપણી દુનિયામાં ઘણા એવા વૃક્ષ છે કે તેના વિષે આપણે જાણતા નથી અને તેના ફળનો કેવી રીતે ઉપયોગ થાય છે તેના વિષે પણ આપણને ખબર હોતી નથી. ઘણા એવા ફળ છે જેના ઉપયોગથી અનેક બીમારી દૂર કરી શકાય છે.આજે આપણે એક એવા ઝાડ વિષે જાણીએ.

તેનો ઉપયોગ આયુર્વેદમાં પણ કરવામાં આવ્યો છે અને તેનું નામ છે કોઠાનું ઝાડ. તેના ફળનો ઉપયોગ આયુર્વેદની ઔષધિમાં કરવામાં આવે છે. પ્રાચીન કથા પ્રમાણે ભક્ત પ્રહલાદ તપસ્યા કરતાં હતા ત્યારે આ ઝાડના ફળ તેઓ ખાતા હતા એવું માનવામાં આવે છે.

તેના ફાયદાઓ :

કોઠાનું ઝાડ પેટને લગતા બધા રોગ દૂર કરી શકે છે. તે આપના પેટમાં ઠંડક પ્રદાન કરે છે તેથી આને તમારે ગરમીમાં ખાવું જોઈએ. આનું ઝાડ એક ઉર્જાનો મહત્વનો સ્ત્રોત માનવામાં આવે છે. તેના માવામાં ગોળ ભેળવીને ખાવાથી થાક દૂર થઈ શકે છે. તેનું શરબત પીવાથી મગજને શાંતિ મળે છે.

આના પાન હાઇ બ્લડપ્રેશર ને નિયંત્રિત રાખે છે. તેના માટે તેના પાનને સરખી રીતે ઉકાળવા ત્યારે બાદ તે પાણીને ગાળીને તેને પીવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે. આનું ફળ આપની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ ઉપયોગી છે. તેની સાથે તે આપની પાચનને લગતી તકલીફ દૂર કરીને તે પાચન શક્તિને મજબૂત કરે છે. તેનાથી પાચન તંત્રને લગતી બધી બીમારી દૂર થાય છે. તેનાથી તમને પેટને લગતી બધી તકલીફ દૂર કરી શકાય છે.

આ ફળના સેવનથી વ્યક્તિના શરીરનું તાપમાન નિયંત્રણમાં રાખી શકાય છે. આનું સેવન કરવાથી શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે. તેની સાથે આ ફળ મેદસ્વીતાથી પણ છુટકારો આપાવે છે. તેનાથી તમારું વજન સરળતાથી ઘટાડી શકાય છે. આ ઝાડ ગુજરાતમાં બધે જ જોવા મળે છે. તેનું ફળ ગોળ લાદવા જેવું હોય છે. તેની છાલ ખૂબ કડક હોય છે. પાકું કોઠું ખૂબ સ્વાદિષ્ટ અને તેને સુગંધ ખૂબ સરસ આવે છે.

આ ફળના બીજ હ્રદયની બીમારી અને માથાનો દુખાવો જેવી સમસ્યામાં ખૂબ લાભદાયી છે. આનો રસ પીવાથી તે ફીક્કો અને ખૂબ મીઠો લાગે છે. તેનાથી શરીરમાં થતી અનેક બીમારી જેવી કે કફ, ઉલ્ટી અને હેડકી જેવી સમસ્યામાથી આપણને હમેશા માટે મુક્તિ આપાવે છે. આનો ઉપયોગ કોઈ પણ પ્રકારના તાવને દૂર કરવા માટે કરવામાં આવે છે. આની સાથે વાસણા પાનનો ચૂર્ણ અને મધ ભેળવીને લેવાથી સ્ત્રીના પ્રદર રોગમાં લાભ થાય છે.

સવારમાં પાકા કોઠાના રસને ગોળ અને પાણી સાથે ભેળવીને તેનું સરબત બનાવીને પીવાથી ૧૫ દિવસમાં તમને હરસ મસા દૂર થાય છે. તેનાથી ક્યારેય પણ મસા ફરી થતાં નથી. અસ્થમા અને હ્રદયની બીમારીમાં વ્યક્તિએ કોઠાના મૂળિયાનો ઉકાળો બનાવીને તેને પીવાથી ખૂબ ફાયદો થાય છે. આના સેવનથી લૂ લાગવાથી બચી શકાય છે. તેના માટે પાકેલાં કોઠાના માવાને મસળીને તેને પાણીમાં ભેળવીને ખાંડ નાખીને પીવાથી લૂથી બચી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *