આશ્ચર્યજનક રીતે આકાશમાં થી થવા લાગ્યો ‘ચાંદી’ નો વરસાદ, લોકો દોડયા લૂંટવા માટે

Spread the love

બિહાર રાજ્યના સીતામઢી ના સુરસંડ ગામમા અચાનક જ થવા લાગ્યો ચાંદીનો વરસાદ. સવારથી આ વિસ્તારના લોકો માટે ચાંદી નો વરસાદ ચર્ચાનો વિષય બની ગયો છે. લોકો ચારે કોર રસ્તા પર વાસણો લઈ લઇને વિખેરાયેલા ચાંદીના કણો ભેગા કરી રહ્યા છે.

લોકો અહી એકબીજાને પૂછી પણ રહ્યા છે કે આટલી મોટી માત્રામા સુરસંડ ગામના બધા રસ્તાઓ પર ચાંદી આવી ક્યાંથી. શુ કોઇ ચોર અથવા તો ચાંદી ના તસ્કરો ની બોરીમાંથી ચાંદી ના આ કણો રસ્તા પર વિખેરાયેલા જોવા મળી રહ્યા હતા.

જે કોઈ ચોર અથવા તો તાસ્કરો ની પોટલી તૂટી જવાથી બધી બાજુ ચાંદી ઢોળાઈ ગઇ કે શું. તજજ્ઞો નું કહેવુ છે કે બધી બાજુ આમતેમ ઢોળાયેલા આ કણો ચાંદી ના જ છે અને તે પણ એકદમ શુદ્ધ ચાંદી ના કણો છે. તેથી લોકો પણ આ જોઈ અને સંભાળીને દંગ જ રહી ગયા છે.

જો કે નેપાળ દેશની બોર્ડર હોવાના કારણે તસ્કરી અથવા તો ચોરીની ઘટનાને પણ નકારી ન શકાય. સૂચના મળતા જ સુરસંડ સ્થાનિક પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આખરે સુરસંડ ગામના ટાવર ચોક થી બારાહી ગામ સુધી જતાં આ રસ્તા પર ચાંદી આવી કેવી રીતે.

પોલીસ પણ રસ્તા પર આટલી મોટી માત્રામા ચાંદી જોઇને જાણે કે દંગ જ રહી ગઇ. સ્થાનિક પોલીસ વિભાગે પ્રાથમિક તપાસ બાદ આગળ વધારાની તપાસ શરૂ કરી દીધી છે. હજુ અત્યાર સુધી પોલીસને કોઇ પુષ્ઠા પુરાવા પ્રાપ્ત થયા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *