અંબાલાલ પટેલ શ્રાવણ માસના વરસાદને લઈને કરી ચુક્યા છે એક મોટી આગાહી, વાંચો આ લેખ અને જાણો…

Spread the love

હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો રાજ્યમાં અચાનક વરસાદ નું જોર વધી રહ્યું છે. ઘણા વિસ્તારમાં જરૂરિયાત કરતાં વધારે જ વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં સીઝન નો ૩૪ ટકા વરસાદ પડી ગયો છે પરંતુ, તે ગયા વર્ષ કરતા ઓછો છે.

વરસાદ બાબતે દર વર્ષે અંબાલાલ પટેલ ની આગાહી અંશે સાચી પડતી હોય છે. તેથી લોકો તેમની આગાહી ની રાહ જોઈને બેઠા હોય છે. આ વર્ષે પણ વરસાદને લઈને અંબાલાલ પટેલે અમુક આગાહીઓ કરી છે. તો ચાલો જોઈએ તેના મત મુજબ કેટલો વરસાદ થશે. છેલ્લા અઠવાડિયાથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. ત્યાં ૩૬ ટકા વરસાદ પડી ગયો છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે ૩૦ જુલાઈ સુધી આખા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના જણાય છે. આટલું જ નહીં પરંતુ આવતા મહિને વરસાદનું જોર વધી જશે આવું હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે. વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી ખૂબ જ માનવામાં આવે છે. તેમને જણાવ્યું છે કે ૩૦ જુલાઈ પછી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડી માં લો પ્રેસર થયું છે તેને લીધે વધુ વરસાદ થવાની આગાહી જોવા મળે છે. તેમાં ગુજરાત અને મધ્ય પ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદ થશે.

આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું છે કે ઓગસ્ટ ની શરૂઆતમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે. જેને લીધે નદીઓના જળ સ્તર વધી જશે. દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા જણાઈ રહી છે. તેથી ત્યાં નદી નું સ્થળ પણ વધતું જોવા મળશે. આવતા સમયમાં ગુજરાતના કેટલાક ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા જણાઈ રહી છે.

અંબાલાલ પટેલ એમ પણ જણાવ્યું છે કે શ્રાવણ મહિનાની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં શ્રેષ્ઠ વરસાદ જોવા મળશે. ઓગસ્ટ થી શુક્ર કન્યા રાશિ માં પ્રવેશી રહ્યો છે. જેને લીધે સારો વરસાદ થઇ શકે છે. આવતું વર્ષ સારું થશે સારો વરસાદ થવાને લીધે કૃષિ પાકો પણ સારા થશે.

શ્રાવણ મહિનાની શરૂઆત એટલે કે ઓગસ્ટ મહિનાના પાછલા ભાગમાં વધારે વરસાદ ની શક્યતા છે તેમ અંબાલાલ પટેલ ની આગાહી કહે છે. હાલમાં રાજ્યમાં વરસાદનું જોર ઓછું થવા માંડશે પરંતુ ત્રણ દિવસમાં ફરી વરસાદ જોર પકડશે. વલસાડ જિલ્લામાં ૩૩ ઇંચ જેટલો વરસાદ હાલમાં પડી ચૂક્યો છે. જેને લીધે લોકોને ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *