અખાત્રીજ ના દિવસે ફુંકાયો પશ્ચિમ દિશા તરફ પવન, કેવું રેહશે ચોમાસું? જાણો અંબાલાલે કરી આ આગાહી

Spread the love

મિત્રો, હાલ ઉનાળાની કાળઝાળ ગરમી ની મૌસમ ચાલી રહી છે. પરંતુ, જગતનો તાત એવો ખેડુ સારા ચોમાસાની રાહ જોઈ રહ્યો હોય છે. શું તમને ખ્યાલ છે કે હોળીના ધુમાડા પરથી પણ ચોમાસુ કેવુ રહેશે તેની આગાહી આગાહીકરો કરતા હોય છે. ત્યારે આગાહીકાર અંબાલાલ દ્વારા પણ આગાહી કરવામા આવી છે. હાલ, પવન પશ્ચિમ તરફનો ફૂંકાયો છે, જે આ વર્ષે સારા ચોમાસાના સંકેત આપી રહ્યો છે અને આ વર્ષનુ ચોમાસુ સાનુકૂળ રહેશે તેવુ જણાવી રહ્યો છે.

આ વર્ષે એવુ અંદાજો લગાવવામા આવી રહ્યો છે કે ચાલુ વર્ષે વરસાદ વહેલો થશે. પરંતુ, સાર્વત્રિક ચોમાસુ આવવામા થોડીવાર લાગી શકે તેવું અનુમાન આગાહી કરનાર આંબાલાલ દ્વારા કરવામા આવી છે. આંબાલાલ આ આગાહી વિશે ચર્ચા કરતા જણાવે છે કે, ૧ થી ૫ મે સુધીમા બંગાળના ઉપસાગરમા વાવાઝોડુ સક્રિય થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આ વાવાઝોડાની અસર પશ્ચિમ તટ સાગર પર પણ થશે. આ ઉપરાંત ૧૧ થી ૧૭ મે ના રોજ આંધી વંટોળ સાથે રાજ્યના અમુક વિસ્તારમા વર્ષા થશે.

આ ઉપરાંત ૨૮-૩૧ મે સુધીમા ચોમાસુ કેરળમા પહોંચે તેવી શકયતા દેખાઈ રહી છે. ૭ જૂનથી સમુદ્રમા ભારે તોફાન આવવાની શક્યતાઓ સર્જાઈ રહી છે. તો મે માસમા ગંગા-યમુનાના મેદાનો તપી ઉઠશે. જે ચોમાસા માટે ખૂબ જ શુભ સંકેત છે. ૨૭ એપ્રિલથી ગરમીના પ્રમાણમા વૃધ્ધિ થશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમા તાપમાનમા વૃધ્ધિ થશે. આ સિવાય દક્ષિણ ગુજરાતમા ઉકળાટ અને બફારાનુ પ્રમાણ વધશે.

જોકે, હવામાન વિભાગ દ્વારા પણ આ આગાહી કરવામા આવી છે કે ૨૮ અને ૨૯ એપ્રિલના રોજ સામાન્ય વરસાદ થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જીલ્લામા કમોસમી વરસાદની સંભાવના સર્જાઈ રહી છે. અગત્યની વાત એ છે કે ભારતીય મોસમ વિભાગે પણ પૂર્વાનુમાન કર્યુ છે કે, આપણા દેશમા ચોમાસુ સામાન્ય રહશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *