આજથી તમે પણ શરુ કરી દો દેશી ગાયના માખણનુ સેવન, મળશે અનેકવિધ જીવલેણ બીમારીઓ થી રાહત…

Spread the love

દહીમાથી છાસ બનાવીએ ત્યારે તેમાં માખણ નીકળે છે. તે ખૂબ સુવાળું હોય છે. તે પાચન થવામાં ઘી કરતાં ઝડપથી પચી જાય છે. તાજું માખણ ખાવું જોઈએ. તેનાથી શરદી જેવી સમસ્યાઓ થતી નથી. તેમનો સ્વાદ મીઠો હોય છે. તેને ખાવાથી શરીરનો વિકાસ ખૂબ સારો થઇ શકે છે. તેમાં મધ અને સાકર નાખીને પીવાથી મરડો જેવી સમસ્યાઓ દૂર થાય છે.

ચહેરાને સુંદર બનાવવા માટે માખણનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેનાથી ત્વચા સુંદર ને મુલાયમ બને છે. તેમાં એંટીઓક્સિડેંટ તત્વો ખૂબ પ્રમાણમા રહેલા હોય છે. તેનાથી કેન્સર જેવી બીમારીઓમાં ફાયદો થાય છે. તેમાં સાકર નાખીને તેને ચહેરા પર મસાજ કરવાથી ચહેરાનું સુંદરતામાં વધારો થાય છે. તે ચામડી માટે ખૂબ ઉપયોગી છે.

આંખ માટે માખણ ખૂબ જરૂરી છે. તેને દરરોજ ખાવાથી આંખોમાં નંબર આવતા નથી. હરસ, મસા જેવી સમસ્યાઓ દૂર કરવા માટે તે ખૂબ જરૂરી છે. ગાયનું માખણ આંખ માટે ખૂબ ફાયદો કરે છે. તેનાથી આંખોની બળતરા દૂર થાય છે. તેમાં તલનું તેલ નાખીને તેનું સેવન કરવામાં આવે તો હરસ જેવી સમસ્યાઓ દૂર થાય છે.

તાજુ ગાયનું માખણ શરીર માટે ખૂબ ફાયદો કરે છે. તે વાસી થઈ જાય પછી તેનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી કેટલીક સમસ્યાઓ શરીરમાં થાય છે. કેટલાક લોકોને તેના સેવનથી ઉલ્ટી થાય છે. તાજા માખણનો ઉપયોગ કરવાથી હદયની બીમારીઓ દૂર થાય છે. યાદશક્તિમાં વધારો કરવા માટે તેનો ઉપયોગ કરવો જરૂરી છે.

શરીરની પાચનશક્તિ અને આંતરડાની સમસ્યાઓ દૂર કરવા માટે માખણ ખૂબ જરૂરી છે. તે શરીર માટે ફાયદાકારક છે. તેનાથી શરીરમાં શક્તિ મળે છે. તેમના કલરમાં સુધારો થઈ શકે છે. વાયુ, પિત, લોહીની અશુદ્ધિ જેવી સમસ્યાઓ દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. ગાયનું માખણ ખૂબ ઉતમ ગણવામાં આવે છે. તેનું નિયમિત સેવન કરવાથી વાયુદોષ દૂર થાય છે.

શરીરની શક્તિ વધારવા માટે માખણ ખૂબ જરૂરી છે. એસિડિટી, ગેસ, વાયુ જેવી અનેક બીમારીઓ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. તાવ જેવી સમસ્યાઓ સામે તે લડી શકે છે. કેટલાક લોકો કોઈ કામ કરતાં દાઝી જાય છે. ત્યારે તે તરત્ત લગાવી દેવું જોઈએ. તેનાથી બળતરામાં રાહત મળે છે. તેમાં સેલેનિયમનું પ્રમાણ રહેલું હોય છે.

નાના બાળકોને નિયમિત માખણ ખવડાવવામાં આવે તો તેમને ભવિષ્યમાં કોઈ બીમારીઑ થતી નથી. તેમાં ખાંડ અને મરી નાખીને તેને ખવડાવી શકાય છે. ભેસનું માખણ પચવામાં ભારે હોય છે. તે શરીરમાં કફ આને વાયુ જેવી સમસ્યાઓ ઉદભવે છે. બકરીના દૂધનું માખણ ખૂબ ફાયદો કરે છે. તે આંખ માટે ઉપયોગી છે. તેનાથી ઉધરસ, શૂળ જેવી અનેક બીમારીઓ દૂર થાય છે.

માનસિક વિકાસમાં વધારો કરવા માટે માખણનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે. મગજ ઠંડુ અને શાંત રાખવા માટે તેનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે. તેમાં રહેલા ગુણ શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. દમ જેવા અનેક રોગો દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *