આજથી જ આ પાણીને આવી રીતે પીવાનુ કરી દો શરુ, કોઈ બીમારી તમારી આજુબાજુ પણ નહિ ફરકે

Spread the love

આ આધુનિક યુગમાં બધા સોશીયલ મીડિયાનો ઉપયોગ કરતા જ હોય છે. તેમાં સ્વાસ્થ્યને લગતી ઘણી બધી જાણકારી આપણને મળે છે. એવી જ એક જાણકારી આજે મેળવીએ. કડવો લીમડો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી છે. તેના પાનમાં રહેલા તત્વો કેન્સર ના સેલ્સ અને ટ્યુમર ને વધવા દેતા નથી. તે શરીરમાં રહેલા કેન્સરના સેલ્સને ખતમ કરી નાખે છે.

તે આપણા આયુર્વેદમાં એક શ્રેષ્ઠ ઔષધિનું કાર્ય કરે છે. તેમાં એવા તત્વો રહેલા છે જેનાથી સ્વાસ્થ્યને ફાયદા થાય. તે આપણા શરીરને આપની ત્વચા અને વાળ માટે ખુબ ઉપયોગી છે. તેનો સ્વાદ ભલે કડવો હોય પરંતુ તેના ગુણ તેનાથી પણ વધારે મીઠા છે. રોજ સવારે લીમડાના ૪ થી ૫ પાન ચાવી જવાથી કોઈ બિમારી થતી નથી. તે ઘણી મોટી અને જીવલેણ બીમારીઓ થવાનો ખતરો ઓછો કરે છે. આ ઝાડ નાં બધા ભાગ જેમકે તેના પાન, છાલ, મૂળ, ફળ અનેક રીતે ફાયદા કારક છે. તેમાં એન્ટી બેક્ટેરીયલ, એન્ટી ફંગલ, એનરી ઇન્ફ્લામેટરી જેવા ગુણ રહેલા હોય છે.

તે બોડીને ડીટોક્સ કરે છે :

રોજ સવારે ભૂખ્યા પેટે ૧ કપ જેટલો આના પાનનો રસ કાઢીને પીવાથી શરીરમાં રહેલા વિનાશક તત્વો દૂર થાય છે. તેનાથી શરીર પણ તંદુરસ્ત રહે છે.

વાળ માં તે ફાયદો કરે છે :

તેના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી વાળ ખોવાથી વાળમાં રહેલ ખોડો દૂર થાય છે. તેની સાથે વાળ ખરતા હશે તો તેને પણ બંધ કરી વાળને મજબૂત બનાવે છે.

દાંતની તકલીફ દૂર કરે છે :

તેનું દાંતણ કરવાથી આપણા દાંત મજબૂત બને છે. તેના પાન પાણીમાં ઉકાળીને તેનાથી કોગળા કરવામાં આવે તો દાંતનો દુખાવો દૂર થાય છે. તેનાથી મોંમાં આવતી દુર્ગંધ દૂર થાય છે.

મલેરિયામાં ફાયદાકારક :

૧ કપ લીમડાની છાલને ઉકાળીને તેમાં ધાણા તથા સૂંઠ પાઉડર ભેળવીને એને પીવું તેનાથી આ મલેરિયાની તકલીફ દૂર થાય છે.

વજન ઘટે છે :

તેના ફૂલનો રસ પીવાથી શરીરમાં રહેલ ચરબી ઓછી થાય છે. તેના માટે ખાલી એક મુઠ્ઠી તેના ફૂલને પાણીમાં ઉકાળીને એક ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી મધ મિક્સ કરીને તેને રોજ સવારે ખાલી પેટ પીવાથી વજન ઘટવા લાગે છે.

કેન્સર સામે રક્ષણ કરે છે :

તેના પાનમાં રહેલા તત્વો શરીરમાં કેન્સરના સેલ્સને વધવા દેતા નથી. તેના માટે નિયમિત તેના પાનનો રસ સવારે ખાલી પેટ પીવાથી તેના ઘણા ફાયદા થાય છે.

સ્કીન પર રહેલા ડાઘ દૂર કરવામાં મદદ કરે છે :

તેના પાન ને પાણીમા ૧ કલાક માટે ઉકાળીને તેને ઠંડુ કરીને તે પાણી થી ચહેરા ને ધોવો. તેનાથી આપની સ્કીન સ્વચ્છ બને છે. તે ત્વચાને સાફ કરી ડાઘા દૂર કરે છે. તેનો લેપ બનાવીને પણ તેને ચહેરા પર લગાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *