આજ થી બુધ નો સિંહ રાશિમા પ્રવેશ થવા થી એક સપ્તાહ સુધી આ સાત રાશિજાતકો માટે છે શુભ સમય, શું તમારી રાશી છે આ યાદીમા?

Spread the love

મિત્રો, બ્રમ્હાંડમા ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ અવારનવાર પરિવર્તિત થતી રહેતી હોય છે. આ પરિવર્તનનો પ્રભાવ બારેબાર રાશિજાતકો પર પડે છે. અમુક લોકો માટે આ પરિવર્તન શુભ સાબિત થશે તો અમુક લોકો માટે આ પરિવર્તન અશુભ સાબિત થશે. હાલ, આવનાર સમયમા બુધ પોતાની રાશિ પરિવર્તિત કરવા જઈ રહ્યો છે, તો ચાલો જાણીએ આ પરિવર્તનની રાશિજાતકો પર શું અસર થશે?

મેષ રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય વ્યવસાય ક્ષેત્રે લાભદાયી સાબિત થશે. સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે. નવા કાર્યોની યોજના બનશે. નવા લોકો પાસેથી મદદ મળશે. અટવાયેલું ધન પાછું મળી શકે છે. મિત્રો, ભાઇઓ અને સાથે કામ કરતાં લોકોની પણ મદદ મળશે.

વૃષભ રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય કાર્યક્ષેત્રે સારો સાબિત થશે. ફાયદાકારક રોકાણ અને લેવડ-દેવડ થઇ શકે છે. નોકરિયાત લોકોના કામના વખાણ થઇ શકે છે. દાંપત્ય જીવન માટે સમય સારો રહેશે. નવુ વાહન ખરીદવાનુ મન થઇ શકે છે.

મિથુન રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય ખુબ જ લાભદાયી સાબિત થશે. મહેનત વધશે અને તેનો ફાયદો પણ મળશે. કિસ્મતનો સાથ પણ મળી શકે છે. કારોબાર વધી શકે છે. પ્રોપર્ટી સંબંધિત નવા મામલાઓ સામે આવી શકે છે.

કર્ક રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય મુશ્કેલીભર્યો સાબિત થઇ શકે છે. આર્થિક મામલાઓને લઇને સાવધાન રહેવું પડશે. માનસિક તણાવ વધી શકે છે. જોબ અને બિઝનેસમાં વિવાદની સ્થિતિ બની શકે છે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહો. દૂર સ્થાનના લોકો પાસેથી મદદ ન મળવાથી દુઃખી થઇ શકો છો.

સિંહ રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય શુભ સાબિત થશે. નોકરિયાત અને કારોબારી લોકો માટે સમય સારો રહેશે. આર્થિક મામલાઓ માટે સમય સારો રહેશે. રોકાણ કરવામાં કોઇ અનુભવીની સલાહ લેવાથી ફાયદો થઇ શકે છે.

કન્યા રાશિ :

આ રાશિજાતકોએ આવનાર સમયમા બિનજરૂરી ખર્ચથી બચીને રહેવુ પડશે. સમજી-વિચારીનો બોલવું નહીંતર તમારી વાતોનો ખોટો અર્થ લેવામાં આવી શકે છે. નોકરી અને બિઝનેસમાં સાવધાન રહીને કામ કરવું. આર્થિક મામલે પણ સાવધાન રહેવું. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું.

તુલા રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય આર્થિક દ્રષ્ટીએ લાભદાયી સાબિત થઇ શકે. અધિકરીઓ અને વડીલો પાસેથી કામકાજમા મદદ મળી શકે છે. અધૂરા સરકારી કામ પૂર્ણ થઇ શકે છે. એકાએક ધનલાભ થવાના પણ યોગ બની રહ્યા છે.

વૃશ્ચિક રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય ભાગ્યશાળી સાબિત થઇ શકે છે. નોકરી અને બિઝનેસમા આગળ વધવાના યોગ બની રહ્યા છે. શેરબજાર સાથે જોડાયેલાં લોકોને ફાયદો થઇ શકે છે. મીડિયા ફિલ્ડ સાથે જોડાયેલા લોકો માટે પણ સારો સમય છે. કામકાજના વખાણ થઇ શકે છે.

ધન રાશિ :

આ રાશિજાતકો આવનાર સમયમા અધૂરા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરશે. ભાગ્યનો સાથ મળી રહેશે. પરિશ્રમનો પણ લાભ થશે. નવા લોકો સાથે સારા સંબંધ બંધાશે. માતા-પિતા સાથે સમય વિતશે. પારિવારિક મતભેદ દૂર થઇ શકે છે. ધાર્મિક યાત્રાઓના યોગ પણ છે.

મકર રાશિ :

આ રાશિજાતકોએ આવનાર સમયમા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. દુશ્મનોના કારણે પરેશાન થઇ શકો છો. વિવાદ થવાના યોગ બની રહ્યા છે. ખર્ચ અને ધનહાનિ થવાની પણ આશંકા છે. આ દિવસોમાં ઉધાર લેશો નહીં.

કુંભ રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય મધ્યમ ફળદાયી સાબિત થશે. વૈવાહિક જીવન ગાઢ બનશે. પારિવારિક મામલાઓને લઇને મતભેદ થઇ શકે છે. આર્થિક મામલે સાવધાન રહેવું પડશે. સંતાન સંબંધિત કાર્યોમાં વ્યસ્ત રહેશો.

મીન રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય સ્વાસ્થ્યની દ્રષ્ટીએ લાભદાયી સાબિત થશે કારોબારી લોકોએ સમજી-વિચારીને નિર્ણય લેવા પડશે. લેવડ-દેવડ અથવા રોકાણમાં નુકસાન થવાની આશંકા છે. પ્રોપર્ટી ખરીદવા કે વહેંચવા સાથે જોડાયેલાં મહત્ત્વપૂર્ણ મામલાઓ સામે આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *