આજે તમે પણ શીખી લો જીરાનુ સેવન કરવાની આ પદ્ધતિ, સો વર્ષ સુધી શરીર રહેશે નીરોગી…

Spread the love

આજે આપણે એવી વસ્તુ વિષે વાત કરીશું જે આપણા ઘરમાં આપણને આસાનીથી મળી જાય છે. તેનો ઉપયોગ આપણા રસોડામાં બધી વસ્તુઓ બનાવવા માટે પણ વપરાય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે. આપણે જેની વાત કરીએ તે જીરું છે. તે આપણા શરીરના ઘણા રોગને દુર કરવા માટે વાપરવામાં આવે છે. તેનો ઉપયોગ વર્ષોથી આપણા આર્યુવેદમાં પણ કરવામાં આવે છે.

જીરૂની અંદર ફાયબર તો હોય જ છે, તેની સાથે તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ પ્રોટીન અને વિટામિન જેવા તત્વો પણ ભરપુર પ્રમાણમાં હોય છે. જો નિયમિત તેનું સેવન કરવાથી મોટામાં મોટી બીમારી પણ દુર થાય છે. તે આપણા શરીરની તમામ બીમારીને તેના મૂળ માંથી જ ખતમ કરી દે છે. અને આપણા સ્વાસ્થ્યને સારું રાખે છે. તો ચલો તેનાથી થતા ફાયદા વિષે જાણીએ.

જીરા વોટર બનાવવાની રીત :

તેને બનાવવા માટે એક તપેલીમાં એક થી દોઢ ગ્લાસ પાણી નાખવુ. તે પાણી ગરમ થાય પછી તેમાં અડધી ચમચી જીરું નાખવું. તે પાણી ને ઉકળવા દેવું. તે એકદમ ઉકળી જાય અને તેનું અડધું પાણી થાય ત્યારબાદ તેને નીચે ઉતારી લેવું. ત્યારબાદ તે પાણીને એક ગ્લાસમાં ગાળી તેમાં એક ચમચી સફરજનનો સરકો અને અડધી ચમચી મધ મિક્સ કરી પીવુ. જે વ્યક્તિને ડાયાબીટીસ છે તેણે આમાં મધ ઉમેરવાની જરૂર નથી. તેનું સેવન મધ વગર પણ કરી શકાય છે. આ ઉકાળાને નિયમિત સવારે ખાલી પેટે પીવો. આ પીધા પછી એક કલાક સુધી કશું પણ ન ખાવું.

ફાયદા :

વજન ધટાડવા માટે :

આ ઉકાળો વજન ઘટાડવા માટે ખુબ ઉપયોગી છે. તે ફાયબરથી ભરપુર હોય છે. તે આપણી ચરબીને માખણની જેમ ઓગળે છે. તેનું સેવન ખાલી પેટે કરવું અને તેની સાથે થોડી કસરત પણ કરવી જોઈએ. તેનાથી તમારું વજન જડપથી ઘટવા લાગે છે, અને આપણે પાતળા દેખાવા લાગીએ છીએ.

પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર થાય :

જીરું આપણા પેટના બધા રોગને દુર કરે છે. તેમાં ફાયબર ભરપુર પ્રમાણમાં હોવાથી તે આપણી પાચન શક્તિને સારી બનાવે છે. જેના લીધે પેટમાં થતો ગેસ, એસિડીટી, કબજિયાત જેવી અનેક બીમારીને દુર કરે છે. અને આપણને સ્વાસ્થ્યને સારું રાખે છે.

કોલેસ્ટરોલને સમસ્યા દૂર થાય :

જીરું કોલેસ્ટ્રોલને પણ નિયત્રણ રાખવાનું કામ કરે છે. તે કોલેસ્ટ્રોલ ઘટાડીને આપણા હદયરોગની બીમારીથી પણ બચાવે છે. કોલેસ્ટ્રોલ ઓછુ થવાથી હાર્ટ એટેક જેવા રોગથી પણ બચી શકાય છે.

એનિમિયાની સમસ્યા દૂર થાય :

જે વ્યક્તિને એનિમિયાની સમસ્યા હોય તેવા લોકોએ પણ જીરૂનું પાણી પીવું જોઈએ. તે આપણા શરીરમાં લોહીની ખોટને પૂરી કરે છે, અને આપણા શરીરને સ્વસ્થ રાખે છે. તેનું સેવન કરવાથી તે લોહીની ગંદકીને પણ સાફ કરે છે, અને આપણી ત્વચા પર થતા ખીલને પણ દુર કરે છે.

આંખો માટે ફાયદાકારક :

જીરું આંખ માટે પણ ખુબ ઉપયોગી છે. તે આપણી અંખની નબળાઈને દુર કરે છે, અને આંખમાં પ્રકાશ વધારે છે. તે આપણા આંખના ચશ્માંને પણ દુર કરે છે. જીરુંના પાણીનું સેવન કરવાથી આંખની તમામ બીમારી દુર થાય છે.

સાંધાનો દુ:ખાવો દૂર થાય :

જીરૂનો ઉપયોગ કરવાથી સાંધાના દુખાવાની સમસ્યા પણ દુર થાય છે. તે આપણા હાડકાને મજબુત બનાવે છે. તે આપણા શરીરમાં રહેલી કેલ્શિયમની ઉણપને દુર કરે છે. જેને લીધે તે પીઠ અને સાંધાના દુખાવામાં રાહત આપે છે. તેથી જેને આ સમસ્યા હોય તેણે નિયમિત જીરૂનું પાણી પીવું જોઈએ.

ડાયાબિટીસની સમસ્યા દૂર થાય :

જે વ્યક્તિને ડાયાબીટીસની સમસ્યા હોય તેના માટે પણ જીરું ખુબ ફાયદાકારક છે. જીરું પોષકતત્વોથી ભરપુર હોય છે. તેથી તે ડાયાબીટીસના લોકોને ઉર્જા આપે છે. વધેલી બ્લડસુગરને પણ કન્ટ્રોલમાં રાખે છે. જો આ પાણીનું સેવન કરવાથી ડાયાબીટીસનો રોગ દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *