આજે કરી લો આ નાનો અમથો ઉપાય, આવનારા નવ મહિના સુધી તમારા પર રહેશે માતા લક્ષ્મી ના આશીર્વાદ…

Spread the love

અત્યારના આધુનિક યુગમાં જેમ સમય બદલાઈ ગયો છે તેનાથી વ્યક્તિના જીવનની જરૂરિયાત પણ વધવા લાગી છે. વ્યક્તિને તેની અને તેના પરિવારની જવાબદારી પૂરી કરવા માટે પૈસાની જરૂર પડે છે. અત્યારે મોંઘવારીના જમાનમાં બધા વ્યક્તિ પૈસાની પાછળ દોડતા થઈ ગયા છે. લોકો તેમની જરૂરિયાત પૂરી કરવા માટે તેનાથી બને એટલી મહેનત કરતાં હોય છે. તે જે મહેનત કરે છે અને તેનાથી જે આવક મળે છે તેનાથી તે તેની અને તેના પરિવારની જરૂરિયાત પૂરી કરે છે.

બધા માણસની ઈચ્છા હોય છે કે તે વધારે પૈસા કમાઈ. તેના માટે તે વધારે પૈસા લાવવા માટે તે કેટલાક ઉપાયો કરતાં હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે ધનની દેવી તરીકે માતા લક્ષ્મીની પુજા કરવામાં આવે છે. તેથી ઘણે વખતે વ્યક્તિ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેની પુજા કરે છે તેનાથી તે તેની આર્થિક તંગી દૂર કરી શકે છે.

એવું માનવામાં આવે છે કે જે લોકોને ક્યારેય આર્થિક તંગી નથી તેમના પર માતા લક્ષ્મીના આશીર્વાદ હમેશા માટે રહે છે. તેના માટે કેટલાક ઉપાય કરવાથી માતા લક્ષ્મી આપનૌ નસીબ એટલું સારું બનાવી દે છે કે તમને તેનાથી બધી દિશા માથી પૈસા કમાવવાના અવસર મળી રહેશે. પરંતુ બધાને માતા લક્ષ્મીના આશીર્વાદ સરળતાથી મળતા નથી. તેના માટે તમારે કેટલાક ખાસ ઉપાયો કરવા પડે છે.

તેની મદદથી તમે તમારી આર્થિક તંગી અને પૈસાને લગતી સમસ્યાને હમેશા માટે દૂર કરી શકો છો. આ ઉપાય કરવાથી ખાલી તમારું ભાગ્ય જ નહીં પરતું તેનાથી તમારા આખા પરિવારને આર્થિક રીતે મજબૂત કરે છે. આ ઉપાય કરનાર વ્યક્તિના ઘરના બધા સભ્યોને પૈસા મેળવવાના નવા અવસર મળે છે. તેના માટે તમારે તે તકને ઓળખવાની જરૂર રહેશે. તેની સાથે તેનો લાભ લેવાઓ જોઈશે. તેના ખાસ ઉપાય વિશે જાણીએ.

માતા લક્ષ્મીજીના આ ઉપાયથી ધન પ્રાપ્ત થાય છે :

જે લોકોને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા હોય તેને આ ઉપાય કરવો જોઈએ. તેના માટે તમારે શુક્રવારના દિવસે આ ઉપાય કરવો કારણ કે મા લક્ષ્મીજીનો વાર શુક્રવાર માનવામા આવે છે. તેવુ મનાય છે કે આ દિવસે માતા લક્ષ્મીને જે લોકો પુજા કરશે તેમણે જલ્દી તેમનુ ફળ મળશે.

આ ઉપાય કરવા માટે તમારે કેટલીક વસ્તુની જરૂર રહેશે. તેના માટે તમારે ત્રણ સોપારીના પાન, એક પૂજાની સોપારી, ચાર અગરબત્તી, એક નારિયેળ, કપૂર, ઘઉં અને ચાંદીનો સિક્કો. તમારે સૌ પ્રથમ માતા લક્ષ્મીની સામે તમારે ત્રણ સોપારીના પાન મૂકવા. હવે તમારે પહેલા પાન પર થોડા ઘઉના ઘણા મૂકવા, બીજા પાન પર ચાંદીનો સિક્કો મૂકવો અને ત્રીજા પાન પર આખી સોપારી મૂકવી. ત્યાર બાદ વધારે ઘઉં મૂકીને તેના પર તાંબાનો કળશ રાખવો.

તે પછી તેના પર તમારે નારિયેળ મૂકવું જોઈએ. તે પછી તમારે અગરબતી પ્રગટાવી તેનો ધૂપ કરવો અને તેની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને આરતી કરવી. આરતી કરતી વખતે કપૂર વાપરવું જોઈએ. તે પછી માતા લક્ષ્મીને પ્રાર્થના કરીને તમારી સમસ્યા કહેવી. આ ઉપાય કરવાથી તમારી થોડા દિવસમાં તમારી આર્થિક સ્થિતિ સુધારવા લાગશે. તેની અસર તમને જલદી જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *