આજે જો તમે પણ ફટકરીના આવા ફાયદા જાણી લેશો, તો નિયમિત કરવા લાગશો તેનો ઉપયોગ…

Spread the love

આપણે બધા ફટકડીને ઓળખાતા જ હોઈએ છીએ પરંતુ તેના ઉપયોગ વિષે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. આનો ઉપયોગ અનેક રીત કરવામાં આવે છે. ઘણા ઘરોમાં આનો ઉપયોગ પાણીને સાફ કરવામાં થાય છે. આપણા આયુર્વેદમાં તેમાં ઘણા લાભ થાય છે. તે આપના માટે અનેક રીતે ઉપયોગી બની શકે છે. એવું કહેવામાં આવે છે કે આ એક નહીં પરંતુ અનેક રીતે સમસ્યાનો નિકાલ કરી શકે છે.

આનો ઉપયોગ મોટાભાગના ઘરમાં કરવામાં આવે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે. તમે આનો ઉપયોગ કરશો તો તમારી અનેક સમસ્યાનો આનાથી હલ આવી શકે છે. પરંતુ આનો ઉપયોગ કરવાની સાચી રીત ઘણા ઓછા લોકોને ખબર હોય છે. આજે આપણે ફટકડીના કેટલાક એવા ઉપાય વિષે જાણીએ કે તેનાથી તમારી અનેક સમસ્યા દૂર થશે.

ત્વચાની કરચલી દૂર કરે છે :

આજના સમયમાં મોટાભાગના લોકો ઉમર કરતાં વહેલા વૃદ્ધ દેખાય છે. તેથી તેની ત્વચા પર કરચલી પડતી હોય છે. ત્યારે તેના માટે તે અનેક પ્રસાધનો વાપરે છે. પરંતુ તેમાં ઘણા પ્રકારના રસાયણો રહેલા હોય છે. તેનાથી તમારી ત્વચાને ઘણું નુકશાન થઈ શકે છે. તમારે ત્વચા પરની કરચલીને દૂર કરવા માટે આનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે આનું પાણી તમારી ત્વચા પરની કરચલી દૂર કરે છે. તેના માટે આનો ટુકડો પાણીમાં નાખવો અને તેને ત્વચા પર હળવા હાથે ઘસવું. થોડા સમય પછી તમારે તેને સાદા પાણીથી ચહેરાને ધોવો.

તેનાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે :

ઘણા લોકોને વધારે પરસેવો વળતો હોય છે ત્યારે તેના શરીર અને તેના કપડાં માથી પરસેવાની દુર્ગંધ આવે છે. તેથી ઘણી વાર તે વ્યક્તિ માટે શરમજનક પરિસ્થિતી પણ ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે લોકોની પાસે જવાનું ટાળતા હોય છે. તેના માટે લોકો અનેક સુગંધી પરફ્યુમનો ઉપયોગ કરે છે. પરંતુ તેના માટે ઉપયોગ કરવો જોઈએ. તેના માટે બદામનો પાઉડર બનાવી નહાતા પહેલા ફટકડીનો પાઉડર લઈ તેને નાહવાના પાણીમાં નાખવું તેનાથી આ સમસ્યા દૂર થશે.

દાંતના દુખાવા અને મોઢાની દુર્ગંધ દૂર કરે છે :

આની અંદર એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે. તેનાથી દાંતનો દુખાવો અને મોઢા માથી આવતી ખરાબ વાસ દૂર કરે છે. તેના માટે તમારે ફટકડીને હૂંફાળા પાણીમાં નાખીને તેનાથી કોગળા કરવા જોઈએ. તેનાથી તમારા દાંતમાં દુખાવો અને મોઢા માથી ખરાબ વાસ આવતી હશે તો તેનાથી તમને ઘણા લાભ થશે.

ઇજા થઈ હોય ત્યારે આ રીતે ઉપયોગ કરવો :

કોઈ વ્યક્તિને ઇજા થાય ત્યારે ફટકડી ખૂબ લાભદાયી સાબિત થાય છે. તેના માટે તમારે ઇજા વાળી જગ્યા પર તેને આના પાણીથી ધોઈ લેવું. તેનાથી લોહી નીકળતું બંધ થશે. તમારે બદામને સારી રીતે પીસીને તમે તેને પાણીની જગ્યાએ ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને તરત રાહત મળશે.

અસ્થમા, ઉધરસ અને લાળની સમસ્યા દૂર કરે છે :

કોઈ વ્યક્તિને દમની તકલીફ પડે ત્યારે તમારા માટે આ ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે. તેના માટે તમારે બદામના પાઉડરને મધ સાથે ભેળવીને તેને ચાંટવાથી તમારી આ સમસ્યા દૂર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *