આજે જ ટ્રાય કરો આ વસ્તુ અને દૂર કરો તમારા વાળની સફેદીનો ચમકાર…

Spread the love

અત્યારે વાળની સમસ્યા બધા લોકોમાં જોવા મળે છે. અત્યારની બહારની ખાણીપીણીને લીધે આ સમસ્યા થાય છે. આજે આપણે આ લેખમાં એવી રેસીપી વિષે વાત કરીશું, જેનો ઉપયોગ માત્ર ત્રણ દિવસ કરવાથી તમારા સફેદ વાળ કાળા થવા લાગે છે, અને તે વાળને લાંબા, સિલ્કી, જાડા અને મજબુત બનાવે છે. આજના આ દુષિત હવા અને પાણીને લીધે વાળને અને ત્વચાને લગતી ઘણી સમસ્યા વધી ગઈ છે.

ત્વચા જ્યાં શુષ્ક અને કાળી હોય છે, ત્યાં વાળને લગતી સમસ્યા સર્જાય છે. વાળને લગતી બધી સમસ્યા જેવી કે વાળ ખરવા, વાળનું સફેદ થવું, વાળમાં ટાલ થઈ જવી. જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમાંથી વાળ સફેદ થવાની સમસ્યા વધુ જોવા મળે છે. અત્યારે નાના લોકોથી માંડીને બધાને આ સમસ્યા થાય છે. જેને લીધે આપણા વાળ ખુબ ખરાબ દેખાય છે. અને સમય પહેલા જ આપણે વૃદ્ધ દેખાવા લાગીએ છીએ.

લોકો વાળને કાળા બનાવવા માટે ઘણા મોંધા તેલ અને સેમ્પુનો ઉપયોગ કરે છે. બીજા ઘણા ઉપાયો તે તેમના વાળમાં કરે છે. છતાં પણ તેને કોઈ સારું પરિણામ પ્રાપ્ત થતું નથી. જેને લીધે આપણા વાળ વધારે ખરાબ થતા જાય છે. આજે આપણે એક રેસીપી વિષે વાત કરીશું જેનો ઉપયોગ કરવાથી આપણા વાળ કાળા થતા જાય છે અને તે આપણા વાળને ચમક પણ આપે છે.

તેલ બનાવવા માટે અત્યંત આવશ્યક વસ્તુઓ :

બે ચમચી મેથીની દાણા, એક લીબું, કેળાની પટ્ટી, તોપરેલનું તેલ,

તેલ બનાવવાની રેસીપી :

આ તેલ બનાવવા માટે સૌ પ્રથમ મેથીને આખી રાત પાણીમાં પલાળીને રાખવી. ત્યાર બાદ સવારે તે મેથીના દાણાને બહાર કાઢી તેને પીસી લેવા. તેની એક પેસ્ટ બનાવી લો. ત્યાર પછી તે પેસ્ટમાં એક લીબુનો રસ અને એક ચમચી કેળાની છાલનું ફાયબર મિક્સ કરો. તેમાં ટોપરેલનું તેલ યોગ્ય પ્રમાણમાં મિક્સ કરવું. ત્યાર પછી આ પેસ્ટને દસ મિનીટ સુધી રહેવા દો. ત્યાર બાદ તેને વાળ ધોવાની પહેલા તેને વાળમાં લગાવી રાખો, અને બે કલાક સુધી તેને તમારા વાળમાં રહેવા દો. ત્યાર બાદ વાળને પાણી થી ધોઈ લો.

આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવાનો રહેશે. આ ઉપાય ફક્ત ત્રણ દિવસ કરવાથી જ તમને તમારા વાળમાં ઘણો ફરક દેખાશે. તેનાથી તમારા સફેદ વાળ દુર થવા લાગશે. આ ઉપાય કરવાથી વાળના ગ્રોથમાં વધારો થાય છે. તે વાળને લાંબા, સિલ્કી, મજબુત બનાવે છે. તે ઉપરાંત જેને વાળ ખરવાની સમસ્યા છે, તે પણ દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *