આજે જ કરો આ કામ, માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘરમા ક્યારેય નહી સર્જાય નાણાભીડ ની સમસ્યા…
શુક્રવારના દિવસને હિંદુ ધર્મમાં દેવી લક્ષ્મી અને વૈભવ વિલાસનો દિવસ માનવામા આવે છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કેટલાક પ્રકારની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસને માતાની પૂજા કરવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે માતા લક્ષ્મીનું વ્રત અને પૂજા કરવાથી ઘરમાં ક્યારેય ઘનની ખામી રહેતી નથી. લક્ષ્મી માતાને પ્રશન્ન કરવા માટે શાસ્ત્રોમાં તેમના ઘણા ઉપાયો દર્શાવ્યા છે. માતા લક્ષ્મીની કૃપા તમારા પર હમેશા રહેશે, જેથી તમારા જીવનમાં ક્યારેય કોઈ આર્થિક સમસ્યા નહિ આવે.
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા આ મંત્રનો જાપ કરવો
ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં ખુબ ધન લાભ પ્રાપ્ત થાય છે. શુક્રવારના દિવસે સાંજે આ મંત્રનો જાપ કરવો. “ૐ શ્રી શ્રી મહાલક્ષ્મયૈ શ્રી શ્રી ૐ નમ:” આ મંત્રનો જપ ૧૦૮ વાર કરવો. તે મંત્રનો જાપ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તે સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે “મહાલક્ષ્મી ચ વિદ્મહે, વિષ્ણુપત્ની ચ ધીમહિ, તન્નો લક્ષ્મી: પ્રચોદયાત” આ મંત્રનો 108 વાર જાપ પણ કરવો.
આ સાત ઉપાયો માથી ગમે તે ઉપાય કરવાથી માતાના આશીર્વાદ મળે છે
આ દિવસે લક્ષ્મી નારયણની પૂજા કરવી. આ ઉપાય કરવાથી ઘરમાં હમેશા ખુશીનું વાતાવરણ બની રહેશે અને સકારાત્મક વિચારો આવશે. ધન મેળવવા માટે આ દિવસે લાલ કપડા પહેરીને માતા લક્ષ્મીની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. દેવી માતા લક્ષ્મીને લાલ ચંદન, અક્ષત, લાલ વસ્ત્ર, ગુલાબના ફૂલ અને કમળકાકડીની માળા ચઢાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ દિવસે માતા લક્ષ્મીને દૂધમાંથી બનાવેલ મીઠાઈનો પ્રસાદ ધરવો ત્યારબાદ, તેની આરતી કરી તે પ્રસાદ લેવો.
જો તમારી પાસે પૈસા રહેતા ન હોય ત્યારે માતા લક્ષ્મીની પૂજા કપૂર બાળીને કરવી. ત્યારબાદ તેમાં કંકુ મિક્સ કરી તે રાખને તમારા પર્સમાં રાખવી. આવું કરવાથી તમારા ઘરમાં ધન ટકી રહેશે. જો હમેશા તમે તમારા પર્સને પૈસાથી ભરેલું રાખવા માંગતા હોવ ત્યારે, એક સોપારી અને તાંબાનો સિક્કો હાથમાં લઈ માતા લક્ષ્મીની પૂજા કરવી અને તેનું ધ્યાન ધરવું. ત્યારબાદ શુક્રવારના દિવસે તેને તમારા પર્સમાં રાખવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે. શુક્રવાર ના દિવસે પાંચ થી સાત કન્યાને જમાડવાથી પણ તમને પુણ્ય પ્રાપ્ત થાય છે. અને તમારી બધી ઇચ્છા માતા પૂરી કરે છે.
શુક્રવારના દિવસે સાંજે આ કાર્ય કરવું
શુક્રવારના દિવસે સાંજે ઘીની પાંચ દીવાની જ્યોતવાળો દીવો પ્રગટાવી માતા લક્ષ્મીની પૂજા અથવા તો આરતી કરવી. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે, અને તમારું જીવન વૈભવશાળી બનશે. આ સાથે ખોટો અન્નનો બગાડ ન કરવો જોઈએ. જો અન્નનો ખોટો બગાડ થાય તો માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન નહી થાય.